માવઠાથી ક્યારે મુક્તિ મળશે ? આવી ગઈ અંબાલાલ કાકાની નવી આગાહી

Share this story

When will you get rid of Mavtha?

  • Ambalal Patel : માવઠાના મારથી ખેતી પાકને નુકસાન થઈ રહ્યું છે, તો નાગરિકો પણ પરેશાન છે… હવે લોકો પૂછી રહ્યાં છે કે માવઠાથી ક્યારે છુટકારો મળશે.

ગુજરાતના (Gujarat) માથે માવઠાની ઘાત બેઠી છે. માંડ ઋતુ બેસે ત્યાં માવઠું (Mawtha) આવી જાય. પંદર દિવસ દિવસમાં ગુજરાતનું હવામાન (Weather) બદલાઈ જાય છે. કમોસમી વરસાદ ગમે ત્યારે ખાબકી પડે છે. ત્યારે હવે ગુજરાતીઓ કંટાળ્યા છે. તેમને એક જ સવાલ થાય છે કે આ કમોસમી વરસાદની (Unseasonal rain) મોસમ ક્યારે જશે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel) પાસેથી આનો જવાબ મળી ગયો છે. તેમણે જણાવ્યું કે, સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રાજ્યના વાતાવરણ પર જોવા મળી રહી છે. હજુ પણ 22 માર્ચ સુધી અમુક ભાગમાં કમોસમી  વરસાદ થશે.

હવામાન વિભાગની આગાહી :

હવામાન વિભાગે પણ માવઠું જવા વિશે કહ્યું કે, હાલ વાતાવરણમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે. આગામી 2 દિવસ સામાન્ય વરસાદ રહેશે. આજે અમદાવાદ અને ગાંધીનગર સામાન્ય વરસાદની સંભાવના છે. જેમાં કચ્છ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અરવલ્લી, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ સહિતના સામાન્ય વરસાદની આગાહી છે. 21 માર્ચના ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. જેથી 21 થી 22 ફરી ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ બંને દિવસોમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદની આગાહી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠામાંથી મુક્તિ વિશે જણાવ્યું કે ગુજરાતમાં વારંવાર સિસ્ટમ બની રહી છે જેના કારણે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. હજી પણ 22 માર્ચ સુધી માવઠું યથાવત રહેશે. પરંતુ 20 માર્ચથી માવઠામાંથી મોટા ભાગના વિસ્તારને છુટકારો મળશે અને ત્યાર બાદ ગરમીનું પ્રમાણ વધશે.

આ પણ વાંચો :-