Sunday, Jul 20, 2025

Breaking News ! અમૃતપાલ સિંહનો કોઈ અતોપતો નથી : આખા પંજાબમાં હાઈએલર્ટ, જાણો શું છે સમગ્ર મામલો 

2 Min Read

Amritpal Singh has no clue

  • પોલીસે ‘વારિસ પંજાબ દે’ (WPD)નાં કાર્યકર્તાઓની કેટલીક પ્રવૃતિઓને ઈન્ટરસેપ્ટ કર્યું અને 7 લોકોની ઘટનાસ્થળ પરથી જ ધરપકડ કરી લીધી.

પંજાબ પોલીસનાં (Punjab Police) પ્રવક્તાએ જણાવ્યું કે શનિવારે બપોરે જાલંધર (Jalandhar) જિલ્લાનાં શાહકોટ-મલસિયા રોડ પર પોલીસની તરફથી ‘વારિસ પંજાબ દે‘નાં (Waris Punjab De) કાર્યકર્તાઓની અનેક ગતિવિધિયોને ઈન્ટરસેપ્ટ કર્યું અને ઘટનાસ્થળ પરથી  78 લોકોની ધરપકડ કરી. તેમણે જણાવ્યું કે અમૃતપાલ સહિત કેટલાક અન્ય પણ ફરાર થયાં છે જેમને પકડવા માટે મોટાપાયે રેડ પાડવામાં આવી રહી છે. રાજ્યમાં એક વ્યાપાક રાજ્ય-સ્તરીય કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

9 હથિયારો મળી આવ્યાં :

આ રાજ્ય સ્તરીય કાર્યવાહી દરમિયાન અત્યાર સુધી 9 હથિયારો મળી આવ્યાં છે. જેમાં એક 315 બોરની રાઈફલ, 12 બોરની સાત રાઈફલ, 1 રિવોલ્વર અને અલગ-અલગ કેલીબરનાં 373 જીવંત કારતૂસ શામેલ છે.

તેમણે કાયદાની શરણે થવું જોઈએ : પોલીસ 

તેમણે જણાવ્યું કે ગુનાહિત પ્રવૃતિઓનાં મામલામાં તમામ વ્યક્તિઓની સાથે કાયદાકીયરીતે કાર્યવાહી કરવામાં આવશે અને જે વ્યક્તિઓની પોલીસ શોધ કરી રહી છે તેમને પોતે જ કાયદાની શરણે આવવું જોઈએ. તેમણે કહ્યું કે કાયદાકીય બચાવ સંબંધીત તેમના બંધારણીય અધિકારોની રક્ષા કરવામાં આવશે.

આ પણ વાંચો :-

Share This Article