IPL 2023 પહેલાં કોહલીની ટીમમાં મોટો ફેરફાર : ટીમમાં આ ધાકડ ખેલાડીનો થયો સમાવેશ

Share this story

Big change in Kohli’s squad ahead of IPL 2023 

  • Royal Challengers Bangalore : IPL 2023નો રોમાંચ શરૂ થવામાં હવે થોડો સમય બાકી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનની પ્રથમ મેચ 31 માર્ચે રમાશે. આ સિઝનની શરૂઆત પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની (RCB) ટીમમાં મોટો ફેરફાર થયો છે.

IPL 2023નો રોમાંચ શરૂ થવામાં હવે થોડો સમય બાકી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનની પ્રથમ મેચ 31 માર્ચે રમાશે. આ સિઝનની શરૂઆત પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની (RCB)ટીમમાં મોટો ફેરફાર થયો છે. RCBની ટીમે અચાનક એક ધાકડ ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ ખેલાડીને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

વિરાટ કોહલીની ટીમમાં મોટો ફેરફાર :

ક્રિકબઝના સમાચાર અનુસાર, ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલને (Michael Bracewell) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિલ જેક્સના (Will Jacks)સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ડિસેમ્બરની હરાજીમાં પણ વેચાયો ન હતો. બ્રેસવેલ (Michael Bracewell) જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે આવ્યો હતો અને તેણે વિસ્ફોટક સદી ફટકારી હતી. આ સાથે જ બ્રેસવેલ પણ બોલર તરીકે પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો હતો.

વિલ જેક્સ ઈજાગ્રસ્ત થતાં બહાર થયો :

ઈંગ્લેન્ડનો તોફાની બેટ્સમેન વિલ જેક્સ હાલમાં જ ઈજાગ્રસ્ત થયો હતો. આ ઈજાને કારણે તે આઈપીએલ 2023માં રમતો જોવા નહીં મળે. બાંગ્લાદેશના પ્રવાસ દરમિયાન જેકને ઈજા થતાં તેને દેશમાં પરત મોકલવામાં આવ્યો હતો. શ્રેણીની બીજી વનડેમાં ફિલ્ડિંગ દરમિયાન વિલ જેક્સને (Will Jacks) તેની ડાબી જાંઘમાં ઈજા થઈ હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં સ્કેન અને નિષ્ણાત સાથે પરામર્શ કર્યા પછી તેને IPLમાંથી ખસી જવાની ફરજ પડી હતી. વિલ જેક્સનો T20 ફોર્મેટમાં એક શાનદાર રેકોર્ડ છે. જેમાં તેણે 109 મેચ રમીને 29.80ની એવરેજથી 2802 રન બનાવ્યા છે.

આ પણ વાંચો :-