Most Beautiful Criminal
- ઘણા લોકોને ક્રાઈમ સાથે જોડાયેલી કહાનીઓ ખુબ જ ગમે છે, પરંતુ ક્રાઈમ ત્યારે વધુ ખતરનાક થઈ જાય છે, જ્યારે તેની સાથે સુંદરતા જોડાય છે. અહીં દુનિયાના સૌથી સુંદર ગુનેગારની વાત કરવામાં આવી છે.
જેની સુંદરતા સામે એકથી વધુ ધુરંધરો પણ પોતાનું દિલ હારીને બેઠા હતા અને અહીંથી જ આ સુપર સેક્સી ક્રિમિનલનું (Super sexy criminal) કામ શરૂ થઈ જતું હતું.
એન્જી સાંક્લેમેટ વાલંસિયાને (Eng Sanclemet Valencia) ગુનાની દુનિયાની રાણી કહેવામાં આવે તો ખોટું નહીં હોય, કારણ કે એન્જીની સુંદરતા કોઈ રાણીથી ઓછી નહોતી. કોલંબિયાની (Colombia) આ બ્યુટી ક્વીન તેની શરૂઆતની કારકિર્દીમાં મોડલિંગનું કામ કરતી હતી. વર્ષ 2000માં એન્જીએ કોલંબિયા કોફી ક્વીન બ્યુટી કોન્ટેસ્ટ પણ જીતી હતી.
એન્જીની સુંદરતા જોઈને વ્યક્તિ તેના દિવાના થઈ જતા હતા. કોલંબિયાની આ બ્યુટી ક્વીન તેના સમય દરમિયાન ટોક ઓફ ધ ટાઉન હતી પરંતુ બાદમાં આ બિરુદ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું કારણ કે તેના માટે તેણે અપરિણીત હોવું જરૂરી હતું જ્યારે એન્જી તે સમયે પરિણીત હતી. એક સમય એવો હતો જ્યારે એન્જીએ પોતાને આ સમાચારોથી એક અંતર બનાવીને રાખ્યું હતું.
વર્ષ 2005 માં આ નામ ફરીથી હેડલાઇન્સ બનવા લાગ્યું. તે દરમિયાન પ્રકાશિત થયેલા સમાચારોથી જાણવા મળ્યું કે એન્જીએ મેક્સિકોમાં રહેવાનું શરૂ કર્યું હતું, જ્યાં તેણે એક ખતરનાક ડ્રગ ડીલર સાથે સંબંધ બાંધ્યો હતો. મેક્સિકોમાં આ ડ્રગ ડીલર ‘ધ મોન્સ્ટર‘ તરીકે ઓળખાતો હતો. આ બંનેની લવ સ્ટોરી લાંબા સમય સુધી ફેમસ રહી અને તેમના સંબંધો પણ લાંબા સમય સુધી ચાલ્યા.
એન્જીના મગજ અને સુંદરતાએ તેને અપરાધની દુનિયા વધારવામાં ઘણી મદદ કરી. પરંતુ વર્ષ 2009માં એન્જીના ખરાબ દિવસો શરૂ થયા. તેની ગેંગ કોલંબિયા, આર્જેન્ટિના અને યુરોપમાં ઝડપથી વધવા લાગી. વર્ષ 2009માં આ ગેંગની એક મોડલ 55 કિલો ડ્રગ્સ સાથે પકડાઈ હતી અને વર્ષ 2010માં આર્જેન્ટિનાની પોલીસે એન્જીની પણ ધરપકડ કરી હતી.
આ પણ વાંચો :-