21 માર્ચે સુરતના આ વિસ્તારમાં થશે બ્લાસ્ટ, પાવર હાઉસના ટાવરને તોડી પડાશે

Share this story

Blast will happen in this area of Surat

  • ઉત્રાણ પાવર સ્ટેશનમાં કુલ 375 અને 135 મેગા વોટના બે પ્લાન્ટ ચાલી રહ્યાં છે. જેમા 135 મેગા વોટ પ્લાન્ટ જુનો છે. દરમિયાન કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ કામગીરી નિર્ધારીત વર્ષો પછી જુના પ્લાટનને તોડવો હોય છે.

સુરતમાં (Surat) ઉત્રાણ વિસ્તારનું ઓળખ ધરાવતું જાણીતું ઉત્રાણ પાવર હાઉસના (Landing power house) ટાવરને આગામી 21મીના રોજ ધરાશાહી કરવામાં આવનાર છે. પાવર હાઉસની (power house) ચીમનીને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી ધરાશાહી કરવામાં આવશે. માત્ર 7 સેકન્ડમાં આ કુલિંગ હાઉસ નેસ નાબૂદ થઈ જશે.

ઉત્રાણ પાવર સ્ટેશનમાં કુલ 375 અને 135 મેગા વોટના બે પ્લાન્ટ ચાલી રહ્યાં છે જેમા 135 મેગા વોટ પ્લાન્ટ જુનો છે દરમિયાન કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ કામગીરી નિર્ધારીત વર્ષો પછી જુના પ્લાટનને તોડવો હોય છે.21 માર્ચ ના રોજ કુલીંગ ટાવરને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પડાશે. કન્ટ્રોલ બ્લાસ્ટની કામગીરી પુર્ણ થતા આશરે 30 થી 40 મિનિટનો સમય લાગી શકે છે.

બ્લાસ્ટીંગ ટાઈમ માત્ર 7 થી 8 સેકન્ડનો રહેશે એટલે કે માત્ર 7 થી 8 સેકન્ડ માં જ આખો ટાવર કડડભુસ થઈ જશે. આજુબાજુના વિસ્તારમાં આવેલ સોસાયટીના લોકોને કુલીંગ ટાવર તોડવાની કામગીરીને લઈ નોટીસ આપી સલામતી રાખવા સૂચન આપી દેવામાં આવ્યું છે.

ઉત્રાણ સ્થિત આ ટાવર 85 મીટર ઊંચો છે. ટાવર RCC કુલિંગ ટાવરને પણ કન્ટ્રોલ બ્લાસ્ટ દ્વારા તોડી પડાશે. 50 મીટરના વિસ્તારમાં જ ધુળની ડમરી ઉડશે પાંચ-દશ મીનીટ માટે વંટોળીયા જેવુ હવાનું દબાણ સર્જાઈ શકે છે. ધુળની ડમરી ઉડવાની સંભાવના ઓના આજુબાજુમાં રહેતા લોકોએ ઘરના બારી દરવાજા બંધ રાખવા પડશે.

ઉત્રાણ પાવર સ્ટેશનમાં કુલ 375 અને 135 મેગા વોટના બે પ્લાન્ટ ચાલી રહ્યાં છે. જેમાં 135 મેગા વોટ પ્લાન્ટ જૂનો છે. કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન જૂના પ્લાન્ટને તોડવો પડે છે. આ પ્લાન્ટને તોડવાની કામગીરી બે વર્ષથી ચાલી રહી છે.

જેના ભાગરૂપે 21મીએ 85 મીટર ઉંચાઈના કુલીંગ ટાવરને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પડાશે. બ્લાસ્ટની કામગીરી પુર્ણ થતા 40 મિનિટ લાગી શકે છે. જો કે ટાવર તો માત્ર 7થી 8 સેકન્ડમાં જ કડડભૂસ કરી દેવાશે. 3 મહિના અગાઉ નોઇડામાં પણ આ જ રીતે ડિમોલિશન કરાયું હતું.

ટાવર 1993માં આરસીસીનો બનાવાયો હતો. જે 2017માં સ્ક્રેપ કરાયો હતો. જમીનના ભાગે 70 મીટર વ્યાસ છે. જેને તોડવા માટે 250 કિલોનો કોમર્શિયલ વિસ્ફોટક વપરાશે. ટાવર તૂટતાં 20થી 25 મિનિટ સુધી હવામાં ધૂળના ગોટા ઉડતા જોવા મળશે.

5-10 મિનિટ માટે વંટોળિયા જેવું વાતાવરણ સર્જાવાની શક્યતા હોવાતી આસપાસના ઘરોના બારી દરવાજા બંધ રાખવા પડશે. આ સિવાય કોઇ મોટી અસર જોવા મળશે નહીં. જેથી અફવા કે ડર ફે ન ફેલાવવા તંત્રએ અપીલ કરી છે.

આ પણ વાંચો :-