થાઈલેન્ડ જઈને ગુજરાતીઓ સૌથી પહેલા કરે છે આ કામ….

Share this story

Gujaratis are the first

  • gujarati in thailand : તમને એમ લાગતું હશે કે ગુજરાતીઓ થાઈલેન્ડના સુંદર બીચ જોવા માટે થાઈલેન્ડ જતા હશે પણ તમે ખોટા છો. ગુજરાતીઓ ફરવાનું છોડીને સૌથી પહેલા સ્પામાં જાય છે.

ગુજરાતીઓ વેકેશન પડે એટલે થાઈલેન્ડ (Thailand) ઉપડી જાય. એવુ કહેવાય છે કે પ્રમાણમાં સસ્તી ટુર હોય છે એટલે ગુજરાતીઓ સૌથી વધુ થાઈલેન્ડ ફરવા જાય છે. અત્યંત સુંદર બીચ અને પ્રાકૃતિક સુંદરતાથી (Natural beauty) ભરપૂર થાઈલેન્ડ બધાને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેના બીચ એવા છે કે મન ભરાતુ નથી. તેમાં પણ થાઈલેન્ડની નાઈટલાઈફ (Nigh) વાત જ કંઈક અલગ છે.

પરંતું તમને એમ લાગતું હશે કે ગુજરાતીઓ થાઈલેન્ડના સુંદર બીચ જોવા માટે થાઈલેન્ડ જતા હશે, પણ તમે ખોટા છો. ગુજરાતીઓ ફરવાનું છોડીને સૌથી પહેલા સ્પામાં જાય છે. સ્પામાં જઈને તેઓ સૌથી પહેલા મસાજ કરાવીને હળવા થવાનું પસંદ કરે છે. ગુજરાતીઓમાં થાઈ સ્પાનો ક્રેઝ વધારે છે. ત્યારે આ થાઈ સ્પા શું છે તે જોઈએ.

થાઈ મસાજની ખાસિયત :

થાઈ મસાજ વર્લ્ડ ફેમસ છે. તેથી અહી આવનારા પ્રવાસીઓ સૌથી પહેલા થાઈ મસાજ કરાવે છે. થાઈ મસાજમાં સૌથી પહેલા સ્નાયુ અને હાડકાને આરામ આપવાનો પ્રયાસ થાય છે. એક્યુપ્રેશર પોઈન્ટ્સની મદદથી શરીરના પ્રેશર પોઈન્ટ્સ દબાવવામાં આવે છે. આ મસાજથી માંસપેશી મજબૂત થાય છે. શરીરમાંથી દુખાવો દૂર થાય છે. તેથી જ તો ગુજરાતીઓ સૌથી પહેલા સ્પામાં તૂટી પડે છે.

થાઈ મસાજના ફાયદા :

થાક અને સ્ટ્રેસ દૂર કરવા માટે થાઈ મસાજ જાદુ જેવો છે. થાઈ મસાજ એ મસાજનું પરંપરાગત રીત છે. જેમાં જમીન પર સૂવડાવીને મસાજ કરવામા આવે છે. સ્નાયુઓને ખેંચવામાં આવે છે.

થાઈલેન્ડનું નામ પડે એટલે ગુજરાતીઓ હાવરા બાવરા થઈ જાય છે. દરેક ગુજરાતીમાં થાઈલેન્ડ જવાનો થનગનાટ હોય છે. કેટલાક તો એવા છે જે દર વેકેશનમાં થાઈલેન્ડ ઉપડી પડે છે. પરંતુ શું તમે ક્યારેય જાણ્યું છે કે ગુજરાતીઓમાં થાઈલેન્ડ જવાનો આટલો ક્રેઝ કેમ છે. એક આંકડા પર નજર કરશો તો ગુજરાતીઓ સૌથી વધુ વિદેશમાં થાઈલેન્ડ જવાનું વધુ પસંદ કરે છે.

પરંતુ પરણેલા ભારતીયો પુરુષોમાં થાઈલેન્ડ જવાના ક્રેઝ પાછળ ચોક્કસ કારણો છે. એવું એટલા માટે કારણ કે અહીંયા એકલા ગયા બાદ તેમને ઘણું બધુ અલગ રીતે જીવવા માટે મળે છે. સાથે જ થાઈલેન્ડ ટ્રિપનો ખર્ચો પણ ઓછો આવે છે.

રેડ લાઈટ એરિયાનો ક્રેઝ :

ભારતીય પુરુષોનું થાઈલેન્ડ જવાનું એક સૌથી મોટું કારણ એ છે કે અહીંયા પર સસ્તું સેક્સ પણ ઉપલબ્ધ છે. એટલા માટે પરણિત અને અપરણિત પુરુષોને ફરવા માટેનું હોટ પ્લેસ બનેલું છે. ખાસ કરીને થાઈલેન્ડની નાઈટ લાઈફ પુરુષોને આકર્ષે છે.

જેમાં થાઈલેન્ડનું નાના પ્લેસ હોટ ફેવરિટ છે. આ એક એવી જગ્યા છે જ્યાં તમને લાઈટવાળી ચમકતી બાલકનીમાંથી જોતી સુંદર મહિલાઓ દેખાઈ જશે. જે તમને દરેક પ્રકારની સેક્સ્યુઅલ ડિઝાયર પૂરી પાડે છે. આ એક રેડ લાઈટ એરિયા છે.

થાઈલેન્ડના પર્યટનમાં તેજી લાવવામાં ભારતીયોનો ફાળો સૌથી વધુ છે. ભારતીયોને થાઈલેન્ડ પહોંચવુ પણ સરળ છે. ઓછા સમયમાં થાઈલેન્ડમા પહોંચી શકાય છે. થાઈલેન્ડના સુંદર બીચ ભારતીયોને પોતાની તરફ આકર્ષે છે. નવી દિલ્હીથી થાઈલેન્ડની રાજધાની બેંગકોક માટે સરળતાથી ફ્લાઈટ મળી રહે છે. જેના માટે માત્ર 4 થી 5 કલાકનો સમય લાગે છે.

આ પણ વાંચો :-