The super rich villages of Gujarat
- Gujarat Villages : આ એવા મોડલ ગામડા છે જેને પ્રગતિ જોઈને મેટ્રો સીટી જેવા શહેરો પણ ઈર્ષામાં બળી મરે! ગજબ પ્રગતિ કરી છે ગુજરાતના આ ગામડાઓએ. એક ગામ તો એવું છે જે કહી શકાય કે જાણે રાખમાંથી ઊભું થયું છે. ખાસ જાણો આ ગામડાંઓ વિશે..
સાંભળવામાં ભલે તમને અજીબ લાગે પરંતુ ગુજરાતના (Gujarat) કેટલાક ગામડા એવા છે જે સુવિધાઓ અને પોતાના અનોખાપણાના કારણે શહેરોને પણ પાછળ મૂકી રહ્યા છે. આ ગામડાઓ વિશે જાણીને શહેરમાં રહેતા લોકોને પણ ઈર્ષા ઉપજે તેવું છે. તેઓ પણ પોતાના ભાગ્ય પર ઈર્ષા કરશે. આવો જાણીએ આવા જ કેટલાક ગુજરાતના ગામડાઓ વિશે..
ધર્મજ :
આણંદ જિલ્લાના પેટલાદ (Petlad) તહસીલ હેઠળ આવતા આ ગામે એક નવી જ ઓળખ ઊભી કરી છે. NRI વિલેજ તરીકે ઓળખાય છે. કારણ કે ગામમાંથી અનેક દાયકાઓ પહેલા ઘણા લોકો વિદેશ જતા રહ્યા અને ગામનું નામ જ પછી તો એનઆરઆઈ વિલેજ પડી ગયું. આ ગામમાં 18થી વધુ બેંક છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર એકદમ અદભૂત છે.
હવે આ ગામ પોતાની 1971માં એક ચરાગાહ-સુધાર પરિયોજના લાગૂ કરવા બદલ ચર્ચામાં છે. આ યોજના હેઠળ રાહત દરે ઉજ્જડ જમીન પર ચારો ઉગાડવાની જોગવાઈ હતી. ધર્મજના ગોચર સુધાર મોડલથી પ્રભાવિત થઈને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પહેલા કાર્યકાળમાં અન્ય ગામડાઓને પણ તેનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
પુંસારી :
અમદાવાદથી 100 કિલોમીટર દૂર સાબરકાંઠા જિલ્લામાં સ્થિત આ ગામે ગુજરાતનો પહેલો આદર્શ ગ્રામ પુરસ્કાર જીત્યો હતો. ગામે આ માટે ઘણું કર્યું છે. ગામનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર શહેરો જેવું છે. એરકંડિશન શાળાથી લઈને ગામમાં બાયોમેટ્રિક હાજરી લાગે છે. એટલું જ નહીં ગામમાં બાયોગેસ પ્લાન્ટ ઉપરાંત સીસીટીવીની સુરક્ષા છે અને હાઈટેક આંગનવાડી કેન્દ્ર છે. ગામમાં ટીડીએસની માત્રા વધુ હતી.
આથી ગામમાં રિવર્સ ઓસ્મોસિસ (આરઓ) પ્લાન્ટ છે. જેનાથી રહીશોને 20 લીટર પાણી 4 રૂપિયામાં મળે છે. બીજા ગામડાઓને આ પાણી 20 રૂપિયામાં વેચવામાં આવે છે. આ પ્લાન્ટથી વાર્ષિક 1.5 લાખ રૂપિયાની કમાણી થાય છે. આરઓના બેકાર પાણીને ભેગુ કરીને તેને વાહનોને ધોવામાં ઉપયોગમાં લેવાય છે. આ ગામની કુલ વસ્તી 5000 છે.
ગામના નાળા અને રસ્તાઓની સફાઈ માટે વિશેષ મશીનો છે. ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈનો જીપીએસથી મેપ્ડ છે. એનબીટીના અહેવાલ મુજબ ગામના વિકાસનો શ્રેય હિમાંશુ પટેલને જાય છે. તેઓ કહે છે કે ગામનો વિકાસ પીપલ પંચાયત પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ પર આધારિત છે.
ભીમાસર :
કચ્છ જિલ્લાનું ભીમાસર ગામ 2001ના વિનાશકારી ભૂકંપમાં કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. બે દાયકા બાદ આ ગામ આત્મનિર્ભરતાનું અનોખુ ઉદાહરણ બનીને સામે આવ્યું છે. અંજાર કસ્બાથી 18 કિમી દૂર આવેલા આ ગામમાં શહેર જેવી અનેક સુવિધાઓ છે. ગામનો દરેક રસ્તો હરિયાળીથી ભરેલો છે. આ ગામમાં પ્રવેશ કરવાથી તમને જરાય એવું નહીં લાગે આ કોઈ ગામ છે.
આઠ હજારની વસ્તીવાળું આ ગામ ભરાવદાર વૃક્ષોથી છવાયેલું છે. ગામમાં છ જેટલા સામુદાયિક કેન્દ્રો છે અને આખા ગામની સુરક્ષા માટે 60 સીસીટવી કેમેરાનું નેટવર્ક છે. જેનો કંટ્રોલ સેન્ટર ગામની પંચાયત ઓફિસમાં છે. જે નિગરાણી કેન્દ્ર તરીકે કામ કરે છે. ગામમાં સીવેજ લાઈન બિછાવવામાં આવી છે જે સીવેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટથી કનેક્ટેડ છે. આ ગામની મોટી સિદ્ધિ એ છે કે ગામ પાણીને ટ્રિટમેન્ટ કરીને વેચે છે. દર વર્ષે દોઢ લાખ જેટલી કમાણી પણ કરે છે.
આ પણ વાંચો :-