શા માટે જમ્મુ કાશ્મીર પોલીસે કિરણ વિરૂદ્વ જાસુસીની આશંકા કે રાષ્ટ્રદ્રોહની કલમ દાખલ ન કરી ?

Share this story

Jammu and Kashmir Police did not file 

  • કિરણ પટેલ જમ્મુ કાશ્મીરમાં સંવેદનશીલ વિસ્તારમાં ગયો હોવા છંતાય પોલીસે બેદરકારી દાખવી. બનાવટી દસ્તાવેજો તૈયાર કરાયાની આઇપીસી વિવિઘ કલમો આધારિત ફરિયાદ જ નોંધાઈ : કાશ્મીરના અનેક લોકોને મળ્યો છતાંય સંભવિત કાવતરાની કલમ પણ દાખલ ન થઈ.

જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) શ્રીનગરની ધ ગ્રાન્ડ લલિત ફાઈવ સ્ટાર હોટલમાંથી ગુજરાતના (Gujarat) કિરણ પટેલ (Kiran patel) વિરૂદ્વ ગુનો નોંધાયા બાદ તેના ૧૪ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા હાલ તે જ્યુડીશીયલ કસ્ટડીમાં છે. જ્યાં ગુજરાત એટીએસ સહિત અનેક સુરક્ષા એજન્સીઓ (Security Agency) દ્વારા તેની પુછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ તેના ચોક્કસ ઈરાદો જાણી શકાયા નથી. બીજી તરફ તેના વિરૂદ્વ દાખલ થયેલી ફરિયાદની આઈપીસીની કલમોને લઈને શ્રીનગર પોલીસ પણ ચર્ચામાં છે.

પ્રઘાનમંત્રી કાર્યાલય એડીશનલ ડાયરેક્ટરના હોદા પર હોવાનું જુઠ્ઠાણુ ચલાવીને જમ્મુ-કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારોમાં તે ફરતો હોવા છંતાય તેના વિરૂદ્વ જાસુસી કે કોઈ કાવતરૂ રચવાની કલમો દાખલ કરવામાં આવી નથી. કાયદા નિષ્ણાંતો અને નિવૃત પોલીસ અધિકારીઓએ શ્રીનગર પોલીસ પર અનેક સવાલ પણ ઉભા કર્યા છે. ગુજરાતના મહાઠગ કિરણ પટેલ પ્રધાનમંત્રી કાર્યાલયમાં સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઈનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટરના હોદા પર હોવાનું કહી જમ્મુ-કાશ્મીરમાં સત્તાવાર પ્રવાસે હોવાનું કહીને એક વાર નહી પણ સતત ચાર વાર જમ્મુ કાશ્મીરમાં બુલેટ પ્રુફ ગાડીઓમાં ઝેડ પ્લસ સિક્યોરીટી રાખીને સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી.  જો કે તેની અટકાયત બાદ બીજી માર્ચના રોજ નિશાત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તેની ૧૪ દિવસની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં પોલીસ કોઇ ચોક્કસ વિગતો મેળવી શકી નથી.

તો જમ્મુ કાશ્મીર પોલીસ તેના વિરૂદ્વ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં દાખલ કરેલી વિવિધ ગુનાની કલમોને લઇને ચર્ચામાં છે.  કારણ કે કિરણ પટેલ વિરૂદ્વ સંભવિત જાસુસી કરવાની, દેશની સુરક્ષા જોખમાઇ તેવા સંભવિત કાવતરા ઘડવાની કલમ અને રાષ્ટ્રદ્રોહની કલમ પણ દાખલ કરવામાં આવી નથી. કિરણ પટેલ વિરૂદ્વ આઈપીસીની ૪૧૯  અને ૪૨૦ છેતરપિડી, આઈપીસીની કલમ ૪૬૭, ૪૬૮ બનાવટી દસ્તાવેજો બનાવવા, તેમજ આઈપીસીની કલમ ૪૭૧ એટલે બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરવો બાબતે ગુનો નોંધાયો છે. જેમાં વધુમાં વધુ ૧૦ વર્ષ સુધી સજાની જોગવાઇ છે. ત્યારે કાયદા નિષ્ણાંતો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ કિરણ વિરૂદ્વ લગાવેલી કલમોને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે.

એક નિવૃત આઈપીએસ અધિકારીએ કહ્યું કે પ્રધાનમંત્રી કાર્યાલયના નામે ખોટી ઓળખ આપીને ઝેડ પ્લસ સિક્યોરીટી લેવી તે રાષ્ટ્રદ્રોહનો ગુનો છે. જ્યારે જમ્મુૃ-કાશ્મીરમાં આવેલા સંવેદનશીલ વિસ્તારમાં ફરવા જવુ તે બાબત સંભવિત જાસુસીની શક્યતા દર્શાવે છે. જે બાબતનો ઉલ્લેખ ફરિયાદમાં નથી કરાયો.

આ પણ વાંચો :