રેકોર્ડ હાઈ પર પહોંચ્યું સોનું, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો ભાવ

Share this story

Gold has reached a record high

  • Gold Price Today :

દુનિયાભરમાં બેંકિંગ સિસ્ટમની (Banking System) તંગ હાલતથી બુલિયન બજારમાં (Bullion Market) જોરદાર એક્શન જોવા મળી રહી છે. MCX પર સોનાના (Gold) ભાવ નવા રેકોર્ડ હાઈ પર પહોંચી ગયા છે. MCX પર સોનું પહેલીવાર 59470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. ચાંદીમાં (Silver) પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.

શરાફા બજારમાં ભાવ :

ગ્લોબલ કોમોડિટી માર્કેટમાં હલચલના પગલે સોનાની કિંમતોમાં જબરદસ્ત એક્શન જોવા મળી રહી છે.  સોનાના અલગ અલગ કેરેટમાં IBJA (India Bullion And Jewellers Associaton Ltd.) પર જે ભાવ ચાલી રહ્યા છે તે નીચે મુજબ છે.

Gold Jewellery Retail Selling Rate :

ફાઈન ગોલ્ડ (999)  – 5822 રૂપિયા
22 કેરેટ               – 5682 રૂપિયા
20 કેરેટ               – 5181 રૂપિયા
18 કેરેટ               – 4716 રૂપિયા
14 કેરેટ               – 3755 રૂપિયા

(ગોલ્ડના આ ભાવ પ્રતિ 10 ગ્રામ છે અને તેમાં જીએસટી અને મેકિંગ ચાર્જ સામેલ નથી. )

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ :

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર સોનું 1878 ડોલર પ્રતિ ઓંસ અને ચાંદી 22.46 ડોલર પ્રતિ ઓંસ પર ટ્રેડ થઈ રહ્યું છે.

આ પણ વાંચો :-