Home Blog Page 1137

Gujarat : વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું- રાજ્યની જેલમાં સતત..

0

Gujarat: Minister of State for Home Harsh Sanghvi 

  • ગુજરાત વિધાનસભા બજેટનો આજે અંતિમ દિવસ છે. રાજ્યની 17 જેલમાં પોલીસે કરેલી રેડનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો હતો.

ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) બજેટનો આજે અંતિમ દિવસ છે. રાજ્યની 17 જેલમાં પોલીસે કરેલી રેડનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો હતો. જાહેર તાકીદની અગત્યની બાબત અંગે ઉદય કાનગડે મુદ્દો ઉઠાવ્યો હતો. રેડ દરમિયાન કેટલી પ્રતિબંધિત વસ્તુઓ મળી. ગેરપ્રવૃતિઓમાં (Misconduct) સંડોવાયેલા લોકો સામે શું પગલાં લીધા તેવો સવાલ કરવામાં આવ્યો હતો.

રાજ્યની 17 જેલની અંદર થયેલી પોલીસ રેડ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સિસ્ટમમાં રહેલા લીકેજ દૂર કરવા જરૂરી છે. સિસ્ટમમાં રહેલા લીકેજ દૂર કરવા માટેનું આ ચેકિંગનું ઓપરેશન હતું. ગુજરાતની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરાયું હતું. કોઇને ખ્યાલ ન આવે તે રીતે દરોડા પાડવાનો મુખ્યમંત્રીનો (Chief Minister) આદેશ હતો.

હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) કહ્યું હતું કે રાજ્યની જેલમાં સતત ચેકિંગ ચાલુ રહેશે. એસપી અને રેન્જ આઇજી જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરાશે. જેલમાં ઝામર હોવા છતાં ફોન કાર્યરત રહે છે. જેલની આસપાસ રહેણાંક વિસ્તાર હોવાથી ફોન કનેક્ટ થાય છે. આગામી દિવસોમાં ટેકનોલોજીના વધુ ઉપયોગથી ખામી દૂર કરાશે.

નોંધનીય છે કે રાજ્યની ૧૭ જેલો પૈકી ૦૩ જેલોમાં મોબાઇલ ફોન સાથે અન્ય પ્રતિબંધિત વસ્તુઓ મળી આવેલ જેમાં જવાબદાર અધિકારી/કર્મચારીઓ સામે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવેલ છે. પ્રાથમિક તપાસના અંતે જવાબદાર અધિકારી કર્મચારી સામે ખાતાકિય તપાસ હાથ ધરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ૧૭ જેલો પૈકી ૦૫ જેલોમાં કોઈ પ્રતિબંધિત વસ્તુ મળેલ નથી.

આ પણ વાંચો :-

સોનામાં રોકાણ કરતા હોય તો સાવધાન, વધુ રિટર્નની લાલચમાં તમારી સાથે આવું ન થાય તે જોજો

Be careful if investing in gold

  • Gold Trading Fraud : ભરુચ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા એવા આરોપીઓને પકડવામા આવ્યા છે. જેઓ ભારતના 15 રાજ્યોમાં ગોલ્ડ ટ્રેડિંગ કરાવવાના બહાને લોકોને છેતરતા હતા.

દેશના કુલ 15 રાજ્યમાં ગોલ્ડમાં ટ્રેડિંગ (Trading in Gold) કરાવવાના બહાને છેતરપિંડી (Fraud) કરતી ગેંગ ઝડપાઈ. ગોલ્ડ ટ્રેડિંગમાં વધુ રીટર્ન મેળવવાની લોભામણી લાલચ આપી ડમી વેબસાઈટ, ડમી સીમકાર્ડ તેમજ ડમી બેંક એકાઉન્ટ મેળવી લોકો સાથે કરોડોની છેતરપીંડી કરતા ઈન્ટરનેશનલ દુબઈ કનેક્શન (International Dubai Connection) રેકેટનો પર્દાફાશ ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે કર્યો છે. પોલીસે બેંકના ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર સહિત ગેંગના ૬ આરોપીઓની ધરપકડ કરી છે.

ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે ભારત દેશના કુલ ૧૫ રાજ્યમાં ગોલ્ડ ટ્રેડિંગ માં વધુ રીટર્ન મેળવવાની લોભામણી લાલચ આપી ડમી વેબસાઈટ, ડમી સીમકાર્ડ તેમજ ડમી બેંક એકાઉન્ટ મેળવી લોકો સાથે કરોડોની છેતરપીંડી કરતા ઈન્ટરનેશનલ દુબઈ કનેક્શન રેકેટનો પર્દાફાશ કરી બેંકના ડેપ્યુટી બ્રાંચ મેનેજર સહિત ગેંગના ૬ આરોપીઓની ધરપકડ કરી છે.

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ભરૂચમાં ફેબ્રુઆરી મહિનામાં નોંધાયેલ સોનાના ટ્રેડિંગમાં વધુ રિટર્ન મેળવવાની લાલચ આપી રૂ.૩૭ લાખની ફ્રોડના ગુનાની તપાસ કરવામાં આવી હતી. સાયબર ક્રાઈમ દ્વારા ટેકનિકલ એનાલિસીસ તેમજ હ્યુમન રીસોર્સ તથા બેંક એકાઉન્ટોની માહિતી મેળવાઈ હતી. જેનું એનાલીસીસ કરી ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલ બેંક એકાઉન્ટ ઓપન કરનાર તેમજ ગુનામાં ઉપયોગમાં લેવામાં આવતા સિમકાર્ડ એકટીવ કરતા ઈસમોને સુરત ખાતેથી ધરપકડ કરી છે.

આ આરોપીઓ દ્વારા મજૂરોને લોન અપાવવાની લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ મેળવી લેવાતા હતા. તેનાથી લોન ઈચ્છુક વ્યક્તિઓના બેંક એકાઉન્ટ ખુલ્યા બાદ તેઓ પાસેથી બેંકની કીટ જેમાં એ.ટી.એમ.કાર્ડ, ચેક બુક, પાસબુક વિગેરે મેળવી લઇ બેંક એકાઉન્ટની માહીતીની PDF ફાઇલ બનાવી દુબઈ ખાતે મોકલી આપતા હતા.

આરોપીઓ પોલીસ પકડથી દુર રહેવા માટે ડમી સીમકાર્ડ પ્રી-એક્ટીવ નો જથ્થો મેળવી અમુક નંબરો પોતે રાખી વારંવાર બદલતા રહેતા હતા. તેમજ કેટલાક નંબરોનો જથ્થો દુબઈ ખાતે મોકલી આપતા. ભારતના 15 રાજ્યોમાં છેતરપીંડી કરેલ હોવાનું જેમાં સાયબર ક્રાઈમની ફરીયાદ માટે કાર્યરત કરવામાં આવેલ ભારત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ NCRP (૧૯૩૦) પોર્ટલ ઉપર સર્ચ કરતા કુલ -૮૬ તેમજ અન્ય ૧૦ મળી કુલ – ૯૬ ફરીયાદ હોવાનું બહાર આવવા સાથે જુદા જુદા બેંક એકાઉન્ટમાંથી રૂ.32 કરોડના વ્યવહાર પણ બહાર આવ્યા છે.

આ પણ વાંચો :-

અમદાવાદીઓ તમારી સોસાયટીની બહાર કચરો હશે તો ચેતી જજો… 

0

Ahmedabadites

  • Ahmedabad AMC News : સ્વચ્છતા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લાલ આંખ. સોસાયટીની બહાર કચરો હશે તો આજથી 10,000 રૂપિયાનો દંડ થશે. ઝૂંબેશના ભાગરૂપે 30-30 સભ્યોની 100 ટીમ બનાવાઈ.

હવેથી અમદાવાદમાં (Ahmedabad) જાહેરમાં ગંદકી ફેલાવનારની ખેર નહીં. કારણ કે હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનાર દુકાનદારો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. અમદાવાદના (Ahmedabad) રસ્તાઓ પર સફાઈ માટે અધિકારીઓને સૂચના પણ આપી છે.

ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (Solid Waste Management) વિભાગે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. અમદાવાદની સોસાયટીની બહાર કચરો હશે તો આજથી 10 હજાર રૂપિયાનો દંડ થશે. આ માટે એક ઝુંબેશ ચલાવાશે. જેના માટે 30-30 સભ્યોની 100 ટીમ બનાવાઈ છે.

અમદાવાદ જાહેરમાં કચરો ફેંકતા શહેરીજનો ચેતી જજો. કેમ કે, ગંદકી ફેલવાતી સોસાયટીઓ પર AMCની નજર છે. ગંદકી કરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજથી મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ કાર્યવાહી શરૂ કરી દીધી છે. જે મુજબ આજથી કચરો કરનારા પાસેથી દંડ વસૂલવામાં આવશે.

સ્વચ્છતા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે. જો આજથી અમદાવાદની કોઈ પણ સોસાયટીની બહાર કચરો હશે તો આજથી 10,000 રૂપિયાનો દંડ થશે. ઝુંબેશના ભાગરૂપે 30-30 સભ્યોની 100 ટીમ બનાવાઈ છે. તેમજ ખાદ્ય પદાર્થોના પ્લાસ્ટિક પેકેટ જે-તે ઉદ્યોગે પાછા લેવા પડશે.

શહેરમાં રોજના 20 લાખ ચાના કપ કચરામાં ઠલવાય છે. તેથી પ્લાસ્ટિકના આ કપ સામે મોટી ઝુંબેશ હાથ ધરાશે. સાથે જ પ્લાસ્ટિકની થેલી સામે પણ પગલા લેવાશે. જો અમદાવાદીઓ આ મામલે ગંભીર નહિ બને તો તેમનું આવી બનશે. એએમસી દ્વારા દંડાત્મક પગલા લેવામાં આવનાર છે.

આ પણ વાંચો :-

આ કોઈ સ્કૂલ નથી પણ IAS-IPSની છે ખાણ, CBIના ડાયરેક્ટર પણ અહીં રહી ચૂક્યા છે વિદ્યાર્થી

0

This is not a school but mine of IAS-IPS

  • Netarhat Residential School, Jharkhand : નેતરહાટ રેસિડેન્શિયલ સ્કૂલ, ઝારખંડમાંથી ભણેલા 3000 થી વધુ વિદ્યાર્થીઓ IAS-IPS અને સિવિલ સર્વન્ટ્સ તરીકે દેશની સેવા કરી રહ્યા છે.

ઘણીવાર એવી ચર્ચા થાય છે કે ખાનગી શાળાઓ સારી છે કે સરકારી શાળાઓ. જો કે જ્યારે પણ નામાંકિત શાળાઓની વાત આવે છે. ત્યારે ફક્ત ખાનગી શાળાઓ જ લોકોના મગજમાં આવે છે. પરંતુ જાણી લો કે આપણા દેશમાં ઘણી એવી સરકારી શાળાઓ છે.

જેનો રેકોર્ડ ઘણી મોટી ખાનગી શાળાઓ કરતા ઘણો સારો છે. તેથી જ આજે અમે તમને એક એવી સરકારી શાળા વિશે જણાવીશું જેને IAS-IPSની ફેક્ટરી કહેવામાં આવે છે. કારણ કે દેશની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ અહીંથી અભ્યાસ કરીને મોટા અધિકારીઓના હોદ્દા હાંસલ કર્યા છે.

દરેક વિદ્યાર્થી લેવા માગે છે અહીં એડમિશન :

વાસ્તવમાં અમે ઝારખંડની નેતરહાટ રેસિડેન્શિયલ સ્કૂલ (Netarhat Residential School, Jharkhand) વિશે વાત કરી રહ્યા છીએ. તે દેશની જાણીતી અને ખૂબ જ પ્રતિષ્ઠિત શાળા છે. ઝારખંડ અને તેની આસપાસના રાજ્યોના માતાપિતાનું સપનું છે કે તેમના બાળકોને કોઈપણ રીતે આ શાળામાં પ્રવેશ મળે. કારણ કે આ શાળામાંથી ઘણા IAS, IPS, વહીવટી અધિકારીઓ સહિત ઘણા ડોકટરો અને એન્જિનિયરો બહાર આવ્યા છે.

વિદ્યાર્થીઓએ વિદેશોમાં પણ નામના મેળવી  :

આ શાળા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખાય છે. આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આજે દેશમાં અનેક મહત્વના પદો પર સેવા આપી રહ્યા છે. ઝારખંડ રાજ્યમાં કામ કરતા ઘણા IAS અને IPS અધિકારીઓ પોતે આ શાળાના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. વિશ્વના ઘણા દેશોમાં પણ અહીંના વિદ્યાર્થીઓએ પોતાનો ધ્વજ ફરકાવ્યો છે.

સીબીઆઈ ડાયરેક્ટર પણ અહીં ભણ્યા છે :

તમને જણાવી દઈએ કે આ સ્કૂલની શરૂઆતથી જ નેતરહાટ સ્કૂલના વિદ્યાર્થીઓએ જ એકીકૃત બિહાર અને બાદમાં ઝારખંડમાં યોજાનારી બોર્ડની પરીક્ષામાં પ્રથમ દસ સ્થાન મેળવ્યા છે. અત્યાર સુધીમાં અહીંથી ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ IASIPS અને અન્ય સિવિલ સર્વિસ સર્વિસ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ સિવાય મહાન ગણિતશાસ્ત્રી વશિષ્ઠ નારાયણ અને પૂર્વ સીબીઆઈ ડાયરેક્ટર ડો.ત્રિનાથ મિશ્રા અને ડો.રાકેશ અસ્થાના પણ આ શાળાના વિદ્યાર્થી રહી ચૂક્યા છે.

આ પણ વાંચો :-

Credit Card Bill : સમયસર ક્રેડિટ કાર્ડનું બિલ ન ભરો તો થઈ જશો કંગાળ ! કંપની કરી શકે છે કાયદાકીય કાર્યવાહી 

Credit Card Bill

  • Credit Card : ક્રેડિટ કાર્ડ બિલની સમયસર ચુકવણી ન કરવાથી ભારે દંડ લાગી શકે છે. જો તમે સમયસર ચુકવણી કરો છો તો તમારી ક્રેડિટ કાર્ડ લિમિટ પણ વધે છે અને ક્રેડિટ સ્કોર પણ સારો રહે છે.

અહીં કેટલાક એવા કારણો છે. જેના હેઠળ તમારે લેટ પેમેન્ટની અવગણના કરવી જોઈએ. પહેલું કારણ એ છે કે જો તમે લેટ પેમેન્ટ કરશો તો તમારે લેટ ફી ચૂકવવી પડશે. લેટ બિલ પેમેન્ટ (Late Bill Payment) તમારા ક્રેડિટ સ્કોર પર પણ અસર કરશે અને તમારે વધુ વ્યાજ ચૂકવવું પડશે.

દર વખતે જો તમે મોડી ચુકવણી કરો છો. તો ક્રેડિટ કાર્ડ (Credit card) જારી કરનાર કંપની તમને પૈસા ચૂકવવા માટે દબાણ કરવા માટે ફોન કરે છે. તે જ સમયે તમારી ક્રેડિટ હિસ્ટ્રી પણ બગડશે જેના કારણે કોઈપણ બેંક લોન આપવાની અવગણના કરશે.

જો તમે ક્રેડિટ કાર્ડને સતત મોડા ચૂકવતા રહો છો. તો ક્રેડિટ કંપની તમારા પૈસા વસૂલવા માટે કાનૂની કાર્યવાહી કરી શકે છે. જો તમે સમયસર ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી નહીં કરો તો તમારી નાણાકીય સ્થિતિ પણ બગડશે અને તમારી રોકાણ યોજનાને પણ અસર થઈ શકે છે.

આ પણ વાંચો :-

દરિયાઈ પટ્ટી પર કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં : મુખ્યમંત્રી

0

No illegal activities will be carried

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી બેટ દ્વારકાની મુલાકાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ અહીં દરિયાઈ સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ સાથે તેમણે ગેરકાયદેસર દૂર કરાયેલા દબાણ સ્થળોની મુલાકાત પણ લીધી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના એવાં બેટ દ્વારકાની રૂબરૂ મુલાકાત લઇ તંત્ર દ્વારા થયેલી ગેરકાયદે દબાણ દૂર કરવા અંગેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરના દરિયા કાંઠા (Sea Shore) પર સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના આ પોઈન્ટ અને તે વિસ્તારોમાં પોલીસ-રેવન્યુ ખાતાની કાર્યવાહીની સમીક્ષા પણ કરી હતી.

ઓખાથી બેટ દ્વારકા સુધીની દરિયાઈ સફર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રિમ પ્રોજેકટ સમા નિર્માણાધીન સિગ્નેચર બ્રિજના કામનું પણ નિરીક્ષણ તેમણે કર્યું હતું. સિગ્નેચર બ્રિજની કામગીરી સત્વરે પૂર્ણ કરાશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સ્થાપેલા સુરક્ષા, શાંતિ, સલામતીના મજબૂત પાયાને વધુ સુદ્રઢ રાખવા રાજ્ય સરકાર મક્કમ છે. વિકાસ કામોને આડે આવતી ગેરકાયદે દબાણ સહિતની ગેરકાયદે પ્રવૃતિઓ આગળ વધતી અટકાવાશે અને કાયદાકીય રીતે સખ્તાઈથી દૂર કરવામાં આવશે. લોકોની સલામતી અને સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ છે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા ઝુંબેશ ચાલુ જ રહેશે તેમ જણાવ્યું હતું.

આ મુલાકાત વેળાએ ગૃહરાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમુદ્ર તટીય વિસ્તારોની આંતરિક અને બાહ્ય સલામતી અને સુરક્ષા માટે આ કડક પગલાં લેવાઈ રહ્યા છે. ગેરકાયદેસર દબાણો પર લોકહિતમાં કાર્યવાહી કરવામાં આવી છે અને કડક પગલાં લેવામાં આવ્યા છે. દરિયાઈ પટ્ટી પર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં.

આ પણ વાંચો :-

IPL 2023ની મેચ જોવા માટે 1 રૂપિયાનો નહીં કરવો પડે ખર્ચ, બસ કરી લો આ નાનકડું કામ

0

You don’t have to spend 1 rupee

  • Indian Premier League : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 31 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ક્રિકેટ ચાહકો પણ આ વખતે IPL (IPL 2023)ની મેચો ઘરે બેઠા મફતમાં જોઈ શકશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ વખતે દેશભરના 12 સ્ટેડિયમમાં કુલ 74 મેચો રમાશે. આ સિઝન ઘણી ખાસ રહેવાની છે. વર્ષ 2019 પછી આ પહેલી સીઝન હશે જ્યારે તમામ ટીમો પોતપોતાના ઘરના મેદાન પર મેચ રમશે. આ સિઝનની શરૂઆત પહેલાં ક્રિકેટ ફેન્સ માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટ ચાહકો પણ આ વખતે IPL (IPL 2023)ની મેચો ઘરે બેઠા મફતમાં જોઈ શકશે.

મેચ જોવા માટે 1 રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે નહીં :

સિઝનની પ્રથમ મેચ 31 માર્ચે રમાશે. જે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ વખતે IPL 2023ની તમામ લાઈવ મેચો Jio Cinema પર ફ્રીમાં બતાવવામાં આવશે. આ કિસ્સામાં તમારે ફક્ત Jio Cinema એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. તમને જણાવી દઈએ કે IPL 2023નું લાઈવ ટેલિકાસ્ટ Jio Cinema પર કુલ 14 ભાષાઓમાં થશે.

ફાઈનલ મેચ 28 મેના રોજ રમાશે :

આ લીગ 2019 પછી પ્રથમ વખત ભારતમાં હોમ-એન્ડ-અવે ફોર્મેટમાં પરત ફરશે. ત્રણ વર્ષ પછી એવું થશે કે ચાહકો તેમની મનપસંદ ટીમને હોમ ગ્રાઉન્ડ પર રમતા જોશે. લીગ તબક્કાની છેલ્લી મેચ 21 મેના રોજ રમાશે જ્યારે ફાઈનલ મેચ 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. IPLની પ્રથમ ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ પાસે આ વખતે બે હોમ ગ્રાઉન્ડ હશે. ગુવાહાટી એપ્રિલ 2023માં પ્રથમ વખત ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023) મેચોની યજમાની કરશે. રાજસ્થાન રોયલ્સનું આ બીજું હોમ ગ્રાઉન્ડ હશે.

આ પણ વાંચો :-

વર્ષે 4 કરોડ લોકો કરે છે મહાકાલના દર્શન, કોરિડોર બન્યા પછી શ્રદ્ધાળુઓનો વધ્યો ઘસારો

0

4 crore people visit Mahakal

  • Madhya Pradesh Tourism : મહાકાલ કોરિડોર બન્યા પછી દરરોજના 75 હજાર શ્રદ્ધાળુ વધુ દર્શને આવે છે. શ્રાવણ માસ અને વાર-તહેવાર પર અંદાજે 1.5 લાખ શ્રદ્ધાળુઓ ઉજ્જૈનમાં દર્શને આવે છે. આ વર્ષે ગતવર્ષની સરખામણીએ આ આંકડો વધવાની આશા છે.

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ (Mahakaleshwar Jyotirlinga) મધ્યપ્રદેશના (Madhya Pradesh) ઉજ્જૈનમાં સ્થિત 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. જે ભારતના નક્શામાં વચ્ચે મધ્યમાં આવેલ છે.આ મંદિર સિપ્રા નદીના કિનારે આવેલું છે. આ જ્યોતિર્લિંગની જળાધારી દક્ષિણ દિશામાં આવેલી છે જે અન્ય તમામ જ્યોતિર્લિંગથી વિપરીત છે.

અન્ય તમામ જ્યોતિલિંગની જળાધારી ઉત્તર દિશામાં હોય છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ એ ભગવાન શિવજીના બધા જ્યોતિર્લિંગમાં સૌથી અદભૂત સ્વરૂપ ગણાય છે. ત્યાં થતી ભસ્મ આરતીની મહિમા સૌથી વધારે છે. જે એક અદભૂત આકર્ષણ જગાવે છે. મંદિરમાં થતા ભગવાનનો શણગાર દર્શન પણ અતિ અદભૂત છે. જ્યાં લોકો સંપૂર્ણ શ્રદ્ધાથી દેશ-વિદેશથી આવે છે.

4 કરોડ લોકો કરે છે મહાકાલના દર્શન :

સમગ્ર વર્ષ દરમ્યાન 4 કરોડ લોકો ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરે છે. મહાકાલ કોરિડોર બન્યા પછી દરરોજના અંદાજે 90 હજાર લોકો ઉજ્જૈનની મુલાકાત લે છે. જેનો આંકડો અગાઉ 15 હજાર સુધીનો હતો. એટલે મહાકાલ કોરિડોર બન્યા પછી દરરોજના 75 હજાર શ્રદ્ધાળુ વધુ દર્શને આવે છે. શ્રાવણ માસ અને વાર-તહેવાર પર અંદાજે 1.5 લાખ શ્રદ્ધાળુઓ ઉજ્જૈનમાં દર્શને આવે છે. આ વર્ષે ગતવર્ષની સરખામણીએ આ આંકડો વધવાની આશા છે.

મહાકાલ કોરિડોર છે નવું આકર્ષણ :

ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર ખાતે મહાકાલ કોરિડોરનું ઉદ્ધાટન કર્યું હતું. આ કોરિડોરની કુલ લંબાઈ 900 મીટરથી વધુ છે અને તેમાં બે ભવ્ય પ્રવેશદ્વાર નંદી દ્વારા અને પિનાકી દ્વારા આવેલા છે. આ કોરિડોરમાં કુલ 108 થાંભલા છે. જેના પર ભગવાન શિવની વિવિધ મુદ્રાઓ બનાવવામાં આવી છે.

આ કોરિડોરને સુંદર લાઈટિંગ અને શિલ્પોથી શણગારવામાં આવ્યો છે. મહાકાલ કોરિડોરમાં દેશનો પહેલો નાઇટ ગાર્ડન પણ બનાવવામાં આવી રહ્યો છે. જ્યાં ભગવાન શિવ સાથે સંબંધિત 200 જેટલી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે.

આ પણ વાંચો :-

 

NEXON-BREZZA નું માર્કેટ પતાવી દેશે આ સસ્તી સ્ટાઈલીશ કાર ! બધા કહે છે ગાડી તો…

This cheap stylish car will settle

  • SUVમાં 7- ઈંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે, સેમી-ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ પેનલ, ઓટો એર કન્ડીશનીંગ, ઓટોમેટિક હેડલાઈટ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી અને ક્રુઝ કંટ્રોલ છે. સુરક્ષા માટે, તે ડયુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS, રીઅર ડિફોગર, રીઅર પાર્કિંગ સેન્સર્સ, રીઅર-વ્યુ કેમેરા અને ISOFIX એન્કર મેળવે છે.

ટાટા નેક્સોન (Tata Nexon) અને મારુતિ બ્રેઝા (Maruti Brezza) દર મહિને સૌથી વધુ વેચાતી SUVની યાદીમાં છે. જો કે રૂપિયા 6 લાખની કિંમતની સસ્તું SUV બ્રેઝા અને નેક્સોન માટે ખતરો બની રહી હોય તેવું લાગે છે. થોડા દ દિવસોમાં આ કારે વેચાણના મોટા રેકોર્ડ બનાવ્યો છે. જે ઝડપે ભારચમાં SUV કારની માગ વધી રહી છે. ટાટા નેક્સન (Tata Nexon) અને મારુતિ બ્રેઝાનું વેચાણ પણ તે દરે વધી રહ્યું છે. દર મહિને આમાંથી માત્ર એક કાર સૌથી વધુ વેચાતી SUVની યાદીમાં પ્રથમ સ્થાન મેળવે છે.

જો કે, રૂ. 6 લાખની પરવડે તેવી એસયુવી બ્રેઝા અને નેક્સોન માટે ખતરો ઉભી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. અમે જે SUV વિશે વાત કરી રહ્યાં છીએ તે ટાટા પન્ચ છે. તેણે તાજેતરમાં 1.75 લાખ યુનિટના વેચાણનો આંકડો પાર કર્યો ચે. ખાસ વાત એ છે કે તે લાંબા સમયથી ટાટા મોર્ટસની બીજી સૌથી વધુ વેચાતી SUV રહી છે, કે દર મહિને ટોપ 10 કારની યાદીમાં આવે છે. ફેબ્રુઆરી મહિનામાં તેણે  11,169 યુનિટ વેચ્યા છે. ચાલો જાણીએ આ કારમાં શું ખાસ છે.

કિંમત અને વેરિયન્ટ :

ટાટા પંચ માઈક્રો એસયુવીની કિંમત રૂ. 6 લાખથી રૂ. 9.47 લાખ વચ્ચે છે. તે ચાર ટ્રીમ્સમાં વેચાય છે. શુદ્ધ, સાહસિક, પરિપૂર્ણ અને સર્જનાત્મક. તેમાં વધુમાં વધુ 5 લોકો બેસી શકશે. આ માઈક્રો એસયુવીમાં 366 લિટરની બૂટ સ્પેસ ઉપલબ્ધ છે. આ માઇક્રો એસયુવીનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 187mm છે.

એન્જિન અને ટ્રાંસમિશન :

ટાટા પંચને 1.2-લિટર પેટ્રોલ એન્જિન (86PS/113Nm મળે છે. જે 5-સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ AMT સાથે જોડાયેલું છે. ટૂંક સમયમાં તે CNG વેરિયન્ટમાં આવશે. CNG વેરિઅન્ટ 77PS અને 97Nm જનરેટ કરશે.

આ પણ વાંચો :-

29 માર્ચ 2023, આજનું રાશિફળ : ગણપતિ બાપાની કૃપાથી આ રાશિના જાતકોનો બુધવાર રહેશે અતિ મંગળમય

29 March 2023, Today’s Horoscope: With the grace of Lord Ganapati, this zodiac sign

મેષઃ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં પ્રેમ વધે. જૂના રોકાણોથી લાભ. તથા નવા રોકાણો યોગ્ય રીતે થાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

વૃષભઃ
મોજશોખ વધતાં ખર્ચનું પ્રમાણ પણ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં આનંદ. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્ય સાચવવું. લીવરની સમસ્યાથી સાચવવું.

મિથુનઃ
સ્વભાવમાં વિનોદીવૃત્તિ રહે. આવકનો સ્ત્રોત વધતો જણાય છે. પરિવારના સભ્યો સાથે વાદવિવાદ ટાળવા. નવા નાણાકીય રોકાણો સારી રીતે કરી શકાય. ધંધાકીય રીતે પ્રગતિ જળવયા. જીવનસાથી સાથે મતભેદ ટાળવા.

કર્કઃ
માનસિક શાંતિ જળવાય. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં આનંદ, ઉત્સાહ, પ્રેમ જળવાય. માતાપિતાનો સાથ સહકાર મળતો જણાય. એમની ચિંતા ઓછી થાય. દામ્પત્ય જીવનમાં આનંદ.

સિંહઃ
તમામ ક્ષેત્રે આનંદ, ઉત્સાહનો અનુભવ થાય. આવક વધે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

કન્યાઃ
મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શકય બને. પરિવારમાં ઉગ્રતા ટાળવી. નવા રોકાણો કરતી વખતે સાવચેતી જરૂરી. ઠંડાપીણા, મિનરલ વોટર, ટ્રાવેલિંગના ધંધામાં લાભ.

તુલાઃ
શરીરમાં આળસ વધે. પરિવારમાં લાગણીશીલતાનું પ્રમાણ વધશે. નાણાકીય રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. આરોગ્ય જળવાશે. ભાગ્યનો સાથ મળતો જણાય. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે.

વૃશ્ચિકઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ ઘટે. નાના ભાઈ બહેનોની તબિયત સાચવવી. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. દામ્પત્યજીવનમાં મધુરતા જળવાય. આરોગ્યની કાળજી જરૂરી.

ધનઃ
માનસિક આનંદ વર્તાય. જીવનની સમસ્યાઓ વ્યવહારિક રીતે હલ કરી શકશો. કોમ્પ્યૂટર, પેકેજિંગ, કોમ્યુનિકેશનના ધંધામાં લાભ મળશે. સ્થાવર-જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. ખોટી સોબતથી સાચવવું.

મકરઃ
આધ્યાત્મિકતા વધે. સામાજિક કાર્યોમાં રૂચિ વધે. માન-સન્માન વધતા જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. નાણાકીય રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. આરોગ્ય સાચવવું.

કુંભઃ
મનોબળ વધે. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારમાં વાદ-વિવાદ ટાળવો. શેરબજારમાં લાભ. સ્ત્રીવર્ગ તરફથી ફાયદો. સંતાનની ‌િંચતા ઓછી થાય. નવું જાણવા-શીખવાનો યોગ બને છે. ધંધામાં સફળતા મળતી જણાય

મીનઃ
ગુસ્સામાં વધારો થતો જણાય. આવક વધે. પરિવારમાં શાંતિ જળવાય. જૂના રોકાણોથી લાભ. નવા રોકાણો ફાયદાકારક પૂરવાર થાય. માતૃસુખ વધે. ટ્રાવેલિંગ તથા પાણીને લગતા ધંધામાં લાભ.

આ પણ વાંચો :-