Gujarat: Minister of State for Home Harsh Sanghvi
- ગુજરાત વિધાનસભા બજેટનો આજે અંતિમ દિવસ છે. રાજ્યની 17 જેલમાં પોલીસે કરેલી રેડનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો હતો.
ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) બજેટનો આજે અંતિમ દિવસ છે. રાજ્યની 17 જેલમાં પોલીસે કરેલી રેડનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો હતો. જાહેર તાકીદની અગત્યની બાબત અંગે ઉદય કાનગડે મુદ્દો ઉઠાવ્યો હતો. રેડ દરમિયાન કેટલી પ્રતિબંધિત વસ્તુઓ મળી. ગેરપ્રવૃતિઓમાં (Misconduct) સંડોવાયેલા લોકો સામે શું પગલાં લીધા તેવો સવાલ કરવામાં આવ્યો હતો.
રાજ્યની 17 જેલની અંદર થયેલી પોલીસ રેડ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સિસ્ટમમાં રહેલા લીકેજ દૂર કરવા જરૂરી છે. સિસ્ટમમાં રહેલા લીકેજ દૂર કરવા માટેનું આ ચેકિંગનું ઓપરેશન હતું. ગુજરાતની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરાયું હતું. કોઇને ખ્યાલ ન આવે તે રીતે દરોડા પાડવાનો મુખ્યમંત્રીનો (Chief Minister) આદેશ હતો.
હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) કહ્યું હતું કે રાજ્યની જેલમાં સતત ચેકિંગ ચાલુ રહેશે. એસપી અને રેન્જ આઇજી જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરાશે. જેલમાં ઝામર હોવા છતાં ફોન કાર્યરત રહે છે. જેલની આસપાસ રહેણાંક વિસ્તાર હોવાથી ફોન કનેક્ટ થાય છે. આગામી દિવસોમાં ટેકનોલોજીના વધુ ઉપયોગથી ખામી દૂર કરાશે.
નોંધનીય છે કે રાજ્યની ૧૭ જેલો પૈકી ૦૩ જેલોમાં મોબાઇલ ફોન સાથે અન્ય પ્રતિબંધિત વસ્તુઓ મળી આવેલ જેમાં જવાબદાર અધિકારી/કર્મચારીઓ સામે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવેલ છે. પ્રાથમિક તપાસના અંતે જવાબદાર અધિકારી કર્મચારી સામે ખાતાકિય તપાસ હાથ ધરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ૧૭ જેલો પૈકી ૦૫ જેલોમાં કોઈ પ્રતિબંધિત વસ્તુ મળેલ નથી.
આ પણ વાંચો :-