Rahul Gandhi Notice Bungalow : રાહુલ ગાંધીને સરકારી બંગલો કરવો પડશે ખાલી,હાઉસિંગ કમિટીએ ફટકારી નોટિસ

Share this story

Rahul Gandhi

  • લોકસભામાંથી સદસ્યતા રદ થયા બાદ હવે લોકસભા હાઉસિંગ કમિટીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સરકાર દ્વારા ફાળવવામાં આવેલા સરકારી બંગલાને ખાલી કરવા માટે નોટિસ મોકલી છે.

જણાવી દઈએ કે સુરત કોર્ટે રાહુલ ગાંધીની (Rahul Gandhi) બે વર્ષની સંસદની સદસ્યતા રદ કરવાનો નિર્ણય લીધો છે. હાલ રાહુલ ગાંધી 12 તુગલક લેનમાં સરકારી બંગલામાં (Government Bungalow) રહે છે. તેઓએ 30 દિવસમાં એટલે કે 22 એપ્રિલ સુધીમાં તેમનો સરકારી બંગલો ખાલી કરવો પડશે.

તમને જણાવી દઈએ કે સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધીએ શનિવારે કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મોદી અને અદાણી વચ્ચેના સંબંધો પર પ્રશ્નો પૂછ્યા. તેમણે કહ્યું કે દેશમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી અટક કેસમાં બે વર્ષની સજા સંભળાવ્યા બાદ સ્પીકર ઓમ બિરલાએ શુક્રવારે સંસદમાંથી ગેરલાયક ઠેરવ્યા હતા. તેમને સુરત સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા છે.

સાવરકર પર રાહુલ ગાંધીએ આપેલા નિવેદન આપ્યું હતું :

સાવરકર પર રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ તથા જૂથના નેતા સંજય રાઉતે (Sanjay Raut) કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે વીર સાવરકર આપણા અને દેશ માટે આદરનો વિષય છે. આંદામાનમાં 14 વર્ષ સુધી કાળા પાણીની સજા આસાન નથી. આવી ટિપ્પણીનો મહારાષ્ટ્રના લોકો જડબેસલાક જવાબ આપી શકે છે. અમે તમારી સાથે છીએ પણ વીર સાવરકર અમારી પ્રેરણા છે.

સંસદ સદસ્યતા જતા રાહુલ ગાંધીએ ટ્વિટર પ્રોફાઈલમાં કર્યો બદલાવ :

રાહુલ ગાંધીને સુરતની અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા છે અને બે વર્ષની સજા સંભળાવ્યા બાદ તેમનું લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી આને લોકશાહીની હત્યા ગણાવી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ સાંસદે ટ્વિટર પર પોતાનો બાયો બદલ્યો છે અને પોતાને કોંગ્રેસ પાર્ટીના સભ્ય ગણાવતા, તેમણે પોતાને ડિસ ક્વોલિફાઈડ સાંસદ જાહેર કરી દીધા છે.

આ પણ વાંચો :-