વર્ષે 4 કરોડ લોકો કરે છે મહાકાલના દર્શન, કોરિડોર બન્યા પછી શ્રદ્ધાળુઓનો વધ્યો ઘસારો

Share this story

4 crore people visit Mahakal

  • Madhya Pradesh Tourism : મહાકાલ કોરિડોર બન્યા પછી દરરોજના 75 હજાર શ્રદ્ધાળુ વધુ દર્શને આવે છે. શ્રાવણ માસ અને વાર-તહેવાર પર અંદાજે 1.5 લાખ શ્રદ્ધાળુઓ ઉજ્જૈનમાં દર્શને આવે છે. આ વર્ષે ગતવર્ષની સરખામણીએ આ આંકડો વધવાની આશા છે.

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ (Mahakaleshwar Jyotirlinga) મધ્યપ્રદેશના (Madhya Pradesh) ઉજ્જૈનમાં સ્થિત 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. જે ભારતના નક્શામાં વચ્ચે મધ્યમાં આવેલ છે.આ મંદિર સિપ્રા નદીના કિનારે આવેલું છે. આ જ્યોતિર્લિંગની જળાધારી દક્ષિણ દિશામાં આવેલી છે જે અન્ય તમામ જ્યોતિર્લિંગથી વિપરીત છે.

અન્ય તમામ જ્યોતિલિંગની જળાધારી ઉત્તર દિશામાં હોય છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ એ ભગવાન શિવજીના બધા જ્યોતિર્લિંગમાં સૌથી અદભૂત સ્વરૂપ ગણાય છે. ત્યાં થતી ભસ્મ આરતીની મહિમા સૌથી વધારે છે. જે એક અદભૂત આકર્ષણ જગાવે છે. મંદિરમાં થતા ભગવાનનો શણગાર દર્શન પણ અતિ અદભૂત છે. જ્યાં લોકો સંપૂર્ણ શ્રદ્ધાથી દેશ-વિદેશથી આવે છે.

4 કરોડ લોકો કરે છે મહાકાલના દર્શન :

સમગ્ર વર્ષ દરમ્યાન 4 કરોડ લોકો ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરે છે. મહાકાલ કોરિડોર બન્યા પછી દરરોજના અંદાજે 90 હજાર લોકો ઉજ્જૈનની મુલાકાત લે છે. જેનો આંકડો અગાઉ 15 હજાર સુધીનો હતો. એટલે મહાકાલ કોરિડોર બન્યા પછી દરરોજના 75 હજાર શ્રદ્ધાળુ વધુ દર્શને આવે છે. શ્રાવણ માસ અને વાર-તહેવાર પર અંદાજે 1.5 લાખ શ્રદ્ધાળુઓ ઉજ્જૈનમાં દર્શને આવે છે. આ વર્ષે ગતવર્ષની સરખામણીએ આ આંકડો વધવાની આશા છે.

મહાકાલ કોરિડોર છે નવું આકર્ષણ :

ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર ખાતે મહાકાલ કોરિડોરનું ઉદ્ધાટન કર્યું હતું. આ કોરિડોરની કુલ લંબાઈ 900 મીટરથી વધુ છે અને તેમાં બે ભવ્ય પ્રવેશદ્વાર નંદી દ્વારા અને પિનાકી દ્વારા આવેલા છે. આ કોરિડોરમાં કુલ 108 થાંભલા છે. જેના પર ભગવાન શિવની વિવિધ મુદ્રાઓ બનાવવામાં આવી છે.

આ કોરિડોરને સુંદર લાઈટિંગ અને શિલ્પોથી શણગારવામાં આવ્યો છે. મહાકાલ કોરિડોરમાં દેશનો પહેલો નાઇટ ગાર્ડન પણ બનાવવામાં આવી રહ્યો છે. જ્યાં ભગવાન શિવ સાથે સંબંધિત 200 જેટલી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે.

આ પણ વાંચો :-