New Tax Regime : નવા ટેક્સ સ્લેબ મુજબ આટલી આવકવાળાને ટેક્સમાંથી મળશે રાહત !

Share this story

New Tax Regime

  • New Tax Regime : નવી સિસ્ટમમાં 7 લાખ રૂપિયાની કરમુક્ત આવક કરતાં થોડી વધુ આવક મેળવનાર વ્યક્તિઓએ વધારાની આવક પર જ ટેક્સ ચૂકવવો પડશે.

સરકારે નવી કર વ્યવસ્થાનો (Tax Regime) વિકલ્પ પસંદ કરનારા કરદાતાઓને મોટી રાહત આપી છે. આ માટે ફાયનાન્સ બિલમાં સુધારા કરવામાં આવ્યા છે. સુધારામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે 7 લાખ રૂપિયાની કરમુક્ત આવક કરતાં થોડી વધુ આવક મેળવનાર વ્યક્તિઓએ વધારાની આવક (Income) પર જ ટેક્સ ચૂકવવો પડશે.

લોકસભાએ ફાઈનાન્સ બિલ 2023ને મંજૂરી આપી દીધી છે. આમાં સુધારા દ્વારા નવી કર વ્યવસ્થા હેઠળ કરદાતાઓને થોડી રાહત આપવામાં આવી છે. નવી ટેક્સ વ્યવસ્થા 1 એપ્રિલથી અમલમાં આવશે.

7 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત :

નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે નવી કર વ્યવસ્થા અપનાવનારા કરદાતાઓ, જેમની વાર્ષિક આવક 7 લાખ રૂપિયા સુધી છે, તેઓએ કર ચૂકવવો પડશે નહીં. નિષ્ણાતો માને છે કે પગારદાર વર્ગના કરદાતાઓને નવી કર વ્યવસ્થા અપનાવવા માટે પ્રેરિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

કેવો છે નવો ટેક્સ સ્લેબ :

જો 7 લાખથી વધારે આવક હોય તો…

આવક               ટેક્સ
1.
3-6 લાખ          5 ટકા
2. 6-9 લાખ          10 ટકા
3. 9-12 લાખ        15 ટકા
4. 12-15 લાખ      20 ટકા
5. 15 લાખથી ઉપર  30 ટકા

આ પહેલાં 2020માં એક નવો સ્લેબ રજૂ કરવામાં આવ્યો હતો. જેન ખાસ કોઈ રિસ્પોન્સ મળ્યો ન હતો. તે સિવાય હંમેશાથી એક ટેક્સ ઉપલબ્ધ છે. જેને અત્યાર સુધી અનેક લોકોએ સબસ્ક્રાઈબ કર્યો છે. જેને ઓલ્ડ ટેક્સ સ્લેબના નામથી ઓળખવામાં આવે છે. તેમાં અઢી લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ આપવો પડતો નથી. 2.5 લાખથી વધારેની આવક પર 5 ટકા ટેક્સ આપવાની જોગવાઈ છે.

આ પણ વાંચો :-