IPL 2023ની મેચ જોવા માટે 1 રૂપિયાનો નહીં કરવો પડે ખર્ચ, બસ કરી લો આ નાનકડું કામ

Share this story

You don’t have to spend 1 rupee

  • Indian Premier League : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 31 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ક્રિકેટ ચાહકો પણ આ વખતે IPL (IPL 2023)ની મેચો ઘરે બેઠા મફતમાં જોઈ શકશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ વખતે દેશભરના 12 સ્ટેડિયમમાં કુલ 74 મેચો રમાશે. આ સિઝન ઘણી ખાસ રહેવાની છે. વર્ષ 2019 પછી આ પહેલી સીઝન હશે જ્યારે તમામ ટીમો પોતપોતાના ઘરના મેદાન પર મેચ રમશે. આ સિઝનની શરૂઆત પહેલાં ક્રિકેટ ફેન્સ માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટ ચાહકો પણ આ વખતે IPL (IPL 2023)ની મેચો ઘરે બેઠા મફતમાં જોઈ શકશે.

મેચ જોવા માટે 1 રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે નહીં :

સિઝનની પ્રથમ મેચ 31 માર્ચે રમાશે. જે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ વખતે IPL 2023ની તમામ લાઈવ મેચો Jio Cinema પર ફ્રીમાં બતાવવામાં આવશે. આ કિસ્સામાં તમારે ફક્ત Jio Cinema એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. તમને જણાવી દઈએ કે IPL 2023નું લાઈવ ટેલિકાસ્ટ Jio Cinema પર કુલ 14 ભાષાઓમાં થશે.

ફાઈનલ મેચ 28 મેના રોજ રમાશે :

આ લીગ 2019 પછી પ્રથમ વખત ભારતમાં હોમ-એન્ડ-અવે ફોર્મેટમાં પરત ફરશે. ત્રણ વર્ષ પછી એવું થશે કે ચાહકો તેમની મનપસંદ ટીમને હોમ ગ્રાઉન્ડ પર રમતા જોશે. લીગ તબક્કાની છેલ્લી મેચ 21 મેના રોજ રમાશે જ્યારે ફાઈનલ મેચ 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. IPLની પ્રથમ ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ પાસે આ વખતે બે હોમ ગ્રાઉન્ડ હશે. ગુવાહાટી એપ્રિલ 2023માં પ્રથમ વખત ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023) મેચોની યજમાની કરશે. રાજસ્થાન રોયલ્સનું આ બીજું હોમ ગ્રાઉન્ડ હશે.

આ પણ વાંચો :-