બ્રેકિંગ : સરકારી પૈસે લીલા લહેર કરનાર ગુજરાતના મહાઠગ કિરણ પટેલની પત્નીની કરાઈ ધરપકડ

Share this story

Breaking 

  • Kiran Patel Wife Arrested : ઠગબાજ કિરણ પટેલના પત્નીની ધરપકડ થઈ. કિરણ પટેલના પત્ની માલિનીની ધરપકડ થઈ. ક્રાઈમબ્રાંચે માલિનીની ધરપકડ કરી.

ગુજરાત સરકારને (Gujarat Govt) ઉઠા ભણાવનાર અને સરકારી પૈસે તાગડધિન્ના કરનાર મહાઠગ કિરણ પટેલ  (Mahathug Kiran Patel) મામલે મોટા અપડેટ સામે આવ્યા છે. કિરણ પટેલ (Kiran Patel) હાલ કાશ્મીરની જેલમાં બંધ છે. પરંતું અમદાવાદમાં (Ahmedabad) તેની કિરણ પટેલની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. કિરણ પટેલની પત્ની માલિની પટેલની (Malini Patel) ધરપકડ કરાઈ છે. માલિની પટેલે આગોતરા જામીન માટે અરજી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચમાં પટેલ દંપતી સામે મકાન પચાવી પાડી છેતરપીંડી કરવાની ફરિયાદ દાખલ થઈ છે.

PMOમાં એડિશનલ ડાયરેક્ટર હોવાનું કહીને જમ્મુ કાશ્મીરમાં સિક્યુરિટી મેળવનાર કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં કિરણ પટેલ મામલે મોટા ખુલાસા થયા છે. નકલી અધિકારી કિરણ પટેલ ઘોડાસર વિસ્તારની પ્રેસ્ટિજ સોસાયટીમાં રહે છે.

એક વર્ષ પહેલા જ તેણે અમદાવાદના સિંધુભવન રોડ પર એક બંગલામાં રહે છે. જ્યાં તે હવે પરિવાર સાથે રહે છે. તે રાજકીય લોકો સાથેના ફોટાઓ બતાવી રૌફ જમાવતો હોવાનું પણ ખૂલ્યું છે. એટલુ જ નહિ,તેની સામે અનેક ગુનાઓ પણ નોઁધાયા છે. તેની સામે વડોદરામાં પણ ગુનો નોંધાયો છે.

પતિ પત્નીએ મળીને બંગલો પચાવ્યો હતો :

જમીન લે વેચનો વ્યવસાય કરતા જગદીશ ચાવડાને મહાઠગ કિરણ પટેલએ PMOના ક્લાસ વન ઓફિસરની ઓળખ આપીને પોતે ટી પોસ્ટ કંપનીમાં ભાગીદાર હોવાનું અને પ્રોપટી લે વેચ કામ કરતો હોવાનો વિશ્વાસ કેળવ્યો હતો. જે બાદ જગદીશ પટેલ એ ઠગ કિરણ પટેલને પોતાનો બંગલો રીનોવેશન નો કોન્ટ્રાકટ આપ્યો હતો.

કિરણ પટેલ અને તેની પત્ની માલિની સાથે મળીને સિંધુભવન પાસે આવેલ નિલકમલ ગ્રીન બંગલાના રીનોવેશન ના 35 લાખ રૂપિયા મેળવી કામ પૂર્ણ કર્યા બાદ બંગલાના માલિક જગદીશ ભાઈ બહારગામ જતા જ ઠગ દંપતીએ બંગલામાં હવન અને વાસ્તુ પૂજન કરાવ્યું હતું.

જેમાં બિઝનેસમેન અને પોલિટિકલ વ્યક્તિને મહેમાન તરીકે બોલાવી આ બંગલો કિરણ ખરીદ્યો હોવાનો દાવો કર્યો હતો. ત્યારે બંગલાની બહાર કિરણ પટેલ એ પોતાના નેમ પ્લેટ વાળું બોર્ડ લગાવ્યું હતું. જે બાદ પૂજા કરતા ફોટો અને બંગલાના ફોટો સાથે સિવિલ કોર્ટમાં ખોટો દાવો કર્યો હતો..જેને લઈ જગદીશ ચાવડાએ ક્રાઈમ બ્રાંચ ફરિયાદ દાખલ કરી હતી.

આ પણ વાંચો :-