Home Blog Page 1116

WhatsAppના આ 3 દમદાર ફિચર્સ ગુપ્ત રીતે તમારી પ્રાઈવસીનું ધ્યાન રાખશે, Metaએ જાહેર કર્યું લિસ્ટ

WhatsApp

  • WhatsApp 22.24 81 : એડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન 2FA અને ગ્રુપ પ્રાઈવસી કંટ્રોલ. એક વખત ફરીથી મેટાએ પોતાના મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ માટે કેટલીક નવી સિક્યોરિટીની જાહેરાત કરી છે.

ઈંસ્ટેંટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ (Instant messaging platform WhatsApp) પોતાના યૂઝર્સની પ્રાઈવસી અને સિક્યોરીટી (Security) અંગે હંમેશા કામ કરતું રહે છે. એપ હંમેશા યૂઝર્સને ભરોસો અપાવે છે કે, તે પોતાના આ પ્લેટફોર્મ પર સુરક્ષિત છે. પોતાના યૂઝર્સ માટે એપ ઘણા ફિચર્સ લઈને આવે છે. જેવા કે એડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન 2FA અને ગ્રુપ પ્રાઈવસી કંટ્રોલ (Privacy Controls). એક વખત ફરીથી મેટાએ પોતાના મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ માટે કેટલીક નવી સિક્યોરિટીની જાહેરાત કરી છે.

કંપનીએ 3 નવા સુરક્ષા ફીચર્સનું લિસ્ટ જાહેર કર્યું :

જ્યાં સુધી ફીચર્સના રોલઆઉટ થવાનો સવાલ છે તેના પર વોટ્સએપનું કહેવું છે કે આગામી મહિનાઓમાં આ ફિચર્સ દરેક યૂઝર્સમાં રોલઆઉટ થશે. આવો આ દરેક ફીચર્સની ડિટેલ્સ જાણીએ.

એકાઉન્ટ પ્રોડક્ટ :

જો કોઈ યૂઝર્સ એક ડિલાઈઝથી બીજા ડિવાઈઝમાં જાય છે તો કોઈ તપાસ થતી નથી. તપાસ ના થવાના કારણે આ લૂપને હેકર્સ હેકિંગ માટે યૂઝ કરી શકે છે. આજ કારણથી હવે વોટ્સઅપ યૂઝર્સ માટે પોતાના એકાઉન્ટને નવા ડિવાઈસમાં સ્વીચ કરવા માટે સુરક્ષીત છે. કંપનીનું કહેવું છે કે હવેથી કંપની એડિશનલ સુરક્ષાની તપાસના લેવલ પર યૂઝર્સ પાસ તેના જૂના ડિવાઝ પર તેની ઓળખાણ આપવાનું ઓપશન્સ આપે છે. આ અંગે ઝણાવતા કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે નવું એકાઉન્ટ પ્રોડેક્ટ ફીચર તમારા એકાઉન્ટને કોઈ અને ડિવાઈઝ પર તમારા એકાઉન્ટને કોઈ એન્ય ડિવાઈઝ પર લઈ જવાના અનઅધિકૃત પ્રયત્નો માટે તમને સચેત કરશે.

ડિવાઈઝ નોટિફિકેશન :

મોબાઈલ ડિવાઝ મૈલવેયર આજે લોકોની પ્રાવસી અને સિક્યોરિટી માટે સૌથી મોટો ખતરો છે. કેમ કે તે યૂઝર્સની પરવાનગી વગર તેના ફોનને એક્સેસ કરી લે છે. મેલવેયરના માધ્યમથી હેકર્સ ના જોઈતા મેસેજ મોકલવા માટે યૂઝર્સના વોટ્સએપનો ઉપયોગ કરી શકે છે.

ઓટોમેટિક સિક્યોરિટી કોડ :

વોટ્સએપ સુરક્ષા કોડ વેરિફેકિશન ફીચર એ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે તમે સિક્યોર ચેટ કરી રહ્યા છે. તમે કોન્ટેક્ટ ઈન્ફો અંતર્ગત એન્ક્પિશન ટેબ પર જઈને મેવ્યુઅલ રૂપથી તેની તપાસ કરી શકો છો. આ પ્રોસેસને દરેક માટે આસાન બનાવવા માટે WhatsAppની ટ્રાન્સ્પરન્સિનામનું એક સિક્યોરિટી ફીચર લાવવામાં આવ્યું છે. જે ઓટોમેટિક રીતે વોરિફિકેશન કરીને પરમીશન આપે છે કે, તમારી પાસે એક સુરક્ષિત કનેક્શન છે. કંપનીએ લખ્યું, ” તેનો મતલબ એ છે કે જ્યારે તમે એન્ક્રિપ્શન ટેબ પર ક્લિક કરો છો તો તમે તરત જ વેરિફાય કરી શકશો કે તમારી ગુપ્ત વાતો સુરક્ષિત છે”.

આ પણ વાંચો :-

15 એપ્રિલ 2023 આજનું રાશિફળ : નોકરીમાં પ્રમોશનના યોગ, શેર-સટ્ટામાં નુકસાન, આ રાશિના જાતકો શુક્રવાર સાચવી લે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

15 April 2023 Today’s Horoscope

મેષ
શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ થાય. બપોર પછી થોડો થાક વર્તાય. આવકમાં વધારો થાય. પરિવારમાં શાંતિ. સંતાન તરફથી આનંદ. આરોગ્ય સારું રહે. જીવનસાથી સાથે મતભેદની સંભાવના રહે.

વૃષભ
દિવસની શરૂઆત આનંદથી થાય. નાણાંનું પ્રમાણ વધતું જણાય. પરંતુ નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી. પરિવારમાં મનમેળ રહે. સભ્યોની પ્રગતિથી આનંદ રહે. ગેસ ટ્રબલ, પેટની તકલીફો રહે.

મિથુન
સ્વભાવ ઉગ્ર રહે. આવક માટે સામાન્ય દિવસ. કુટુંબમાં આનંદ, સ્થાવર-જંગમ મિલકત માટે સામાન્ય દિવસ. સંતાન સુખ સારું. થાક લાગે. ભાગ્ય સારું. નોકરી-ધંધામાં પ્રગતિ અનુભવાય.

કર્ક
બપોર પછી ઉદાસીનતાનો અનુભવ થાય. ભાઈ-બહેનો સાથે મતભેદ થાય. કરેલા કાર્ય સફળ થતા જણાય. માતાની તબિયત નરમ-ગરમ રહે. અગત્યના નિર્ણયો ટાળવા. જીવનસાથી સાથે આનંદ. ભાગ્ય સારું રહે.

સિંહ
આક્રમક સ્વભાવ રહે. આવકમાં વધારો જણાય. કુટુંબમાં સુખ શાંતિ. કરેલા રોકાણોથી લાભ મળે. સંતાનો તરફથી ચિંતા. શરીરમાં ગરમી, એસીડીટીનો અનુભવ થાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય.

કન્યા
સરળ સ્વભાવ રહે. પૈૈસાનું આયોજન યોગ્ય રીતે કરવું શક્ય બને. કરેલા રોકાણોથી ધારેલું ફળ ન મળે. હૃદયમાં અસંતોષ રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય સારું રહે.

તુલા
આરામ કરવાની ઈચ્છા થાય. નાણાંકીય ફાયદો મળે. કરેલા કાર્યની સફળતા અંગે અસંતોષ જણાય. માતા-પિતાનું આરોગ્ય સારું રહે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. સ્વાસ્થ્ય સારું રહે.

વૃશ્ચિક
આનંદ-ઉત્સાહમાં વધારો થાય. આવક અંગે અસંતોષ રહે. છતાં બપોર પછી આવક વધતી જણાય. પરિવારમાં મનમેળ રહેશે. આરોગ્ય સારું રહેશે. દામ્પત્ય સુખ સારું મળશે.

ધન
દિવસ દરમિયાન જુસ્સો અનુભવી શકાય. નાણાંની પ્રાપ્તિ સહજ બને. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સારું રહેશે. નોકરી-ધંધામાં પ્રગતિ. ખર્ચનું પ્રમાણ ઓછું રહેશે.

મકર
ખેડૂતોને લાભ, ખોળ-કપાસિયાથી ફાયદો, બાગ-બગીચાની શોભા વધે. ધન પ્રાપ્તિ થાય. સત્તા, માન-સન્માનમાં વધારો થાય. સંતાન તરફથી આનંદ. હાડકામાં દુઃખાવો રહે. એકંદરે આરોગ્ય જળવાય.

કુંભ
આનંદ-ઉત્સાહથી દિવસની શરૂઆત થાય. પરિવારમાં ગુસ્સાવાળુ વાતાવરણ રહે. જમીન-મિલકત, રોકાણથી લાભ. નોકરી-ધંધામાં સારા સમાચાર મળે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે.

મીન
ધાર્મિક ભાવના તથા બીજાને મદદ કરવાની ઈચ્છા પ્રબળ થાય. ભાઈ-બહેનો સાથે ઉગ્રતા વર્તાય. પરિવારમાં આનંદ. નોકરી-ધંધામાં પ્રગતિ. સંતાનો તરફથી લાભ. આરોગ્ય સારું રહેશે.

આ પણ વાંચો :-

Gold Price : સોનાનો ભાવ મોંઘવારીને જોતા દિવાળી સુધી આટલે પહોંચશે ભાવ

0

Gold Price

  • ગુરુવારે સોનાના વૈશ્વિક ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર વૈશ્વિક સોનાની કિંમત 0.91 ટકા અથવા $18.40ના વધારા સાથે $2043.30 પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.

સોના-ચાંદીના ભાવમાં (Gold and silver prices) વધારો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગુરુવારે પણ આ બે કીંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. સોનાના (Gold) વાયદાનો ભાવ 61 હજારની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે ચાંદી 76 હજારની ઉપર કારોબાર કરી રહી છે. અમેરિકામાં (America) અપેક્ષિત ફુગાવાના આંકડા વધુ ઉંચકાયા બાદ સોના અને ચાંદીના ભાવમાં આ વધારો જોવા મળ્યો હતો.

ગુરુવારે બપોરે, 5 જૂન, 2023ના રોજ ડિલિવરી માટેનું સોનું એમસીએક્સ એક્સચેન્જ પર 0.55 ટકા અથવા રૂ. 332ના વધારા સાથે રૂ. 60,960 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. વૈશ્વિક સ્તરે પણ સોનાના ભાવમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો.

ચાંદી 76,000ને પાર:

કેટલાક સમયથી ચાંદીના ભાવમાં (સિલ્વર પ્રાઇસ ટુડે) બમ્પર તેજી જોવા મળી રહી છે. ગુરુવારે બપોરે, 5 મે, 2023 ના રોજ ડિલિવરી માટેની ચાંદી, MCX પર 0.64 ટકા અથવા રૂ. 371ના વધારા સાથે રૂ. 76,335 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી. આ રીતે ચાંદી ધીમે ધીમે તેના સર્વકાલીન ઉચ્ચ સ્તર તરફ આગળ વધી રહી છે.

વૈશ્વિક સ્તરે સોનું :

ગુરુવારે સોનાના વૈશ્વિક ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર, વૈશ્વિક સોનાની કિંમત 0.91 ટકા અથવા $18.40ના વધારા સાથે $2043.30 પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. સોનાની વૈશ્વિક હાજર કિંમત 0.63 ટકા અથવા 12.63 ડોલરના વધારા સાથે 2027.56 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.

દિશા પટણી અને મૌની રોયે બ્લેક ડ્રેસમાં લગાવી આગ, હાથોમાં હાથ નાંખી જોવા મળી બેસ્ટ ફ્રેન્ડ

Disha Patani and Mouni Roy  

  • Mouni Roy Disha Patani BFF :  મૌની રોય અને દિશા પટણીનો લેટેસ્ટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ખરેખર લોકો આ બંનેને બોલિવૂડના નવા BFFના નામથી ઓળખે છે. આ બંને અપ્સરાઓ ઘણીવાર સાથે જોવા મળે છે. જુઓ વિડીયો….

મૌની રોય (Mouni Roy) અને દિશા પટણીના (Disha Patani) નામ હવે બોલીવુડના નવા BFF તરીકે એકસાથે લેવામાં છે. તમે આ બંને સુંદરીઓને ઘણી વાર એકસાથે સ્પોટ થતી જોઈ હશે. તાજેતરમાં જ ફરી એકવાર દિશા અને મૌની એક ઈવેન્ટમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પોતાના લુક્સથી શોને ચોંકાવ્યા હતા.

દિશા પટની અને મૌની રોયનો લેટેસ્ટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જિયો સ્ટુડિયો દ્વારા આયોજિત સ્પેશિયલ ઈવેન્ટમાં બંનેએ હાજરી આપી હતી. જે બાદ બંનેના લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ દરમિયાન બંનેએ બ્લેક આઉટફિટ પહેર્યા હતા. આ સાથે તેઓ એકબીજાના હાથમાં હાથ નાંખેલા જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે જિયો સ્ટુડિયોની આ ખાસ ઈવેન્ટ મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાઈ હતી. આ દરમિયાન ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સે આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં રિતિક રોશન, અભિષેક બચ્ચન, શાહિદ કપૂર, વરુણ ધવન, આમિર ખાન, કૃતિ સેનન, ટાઈગર શ્રોફ, અનિલ કપૂર, શ્રદ્ધા કપૂર જેવા સ્ટાર્સ પહોંચ્યા હતા. પરંતુ, આ ઈવેન્ટમાં દિશા પટની અને મૌની રોયની બોન્ડિંગે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

બંને અપ્સરાઓના બોન્ડિંગથી લઈને લુક્સની સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ પહેલીવાર નથી કે દિશા અને મૌની એકસાથે જોવા મળ્યા હોય. આ પહેલા પણ બંને અભિનેત્રીઓ સફેદ શોર્ટ ડ્રેસમાં વાયરલ થઈ હતી. મૌનીએ તાજેતરમાં આ ઈવેન્ટના તેના ફોટોશૂટના ફોટા શેર કર્યા છે. જેના પર દિશાએ પણ પ્રતિક્રિયા આપી હતી.

આ પણ વાંચો :-

જ્યાં વિદ્યાર્થીઓ ચુમ્મા-ચાટી કરતા જોવા મળ્યા હતા, રાજકોટની એ ફેમસ યુનિવર્સિટીમાં હવે મળ્યો ગાંજો

0
Where students were
  • Cannabis Plant In University Rajkot : રાજકોટમાં ખાનગી યુનિવર્સિટીના બોય્ઝ હોસ્ટેસ પાસેથી ગાંજાના છોડ કબજે કરાયા. નાઈજીરીયન વિદ્યાર્થીઓેએ છોડ વાવ્યા હોય તેવી આશંકા. પોલીસે અલગ-અલગ દિશામાં શરૂ કરી તપાસ.

રાજકોટની પ્રતિષ્ઠિત ખાનગી કોલેજ (Private College) ગાંજાનું ઘર બની છે. ખાનગી યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે. રાજકોટની ખાનગી કોલેજ અવારનવાર વિવાદમાં આવે છે. ત્યારે બોયઝ હોસ્ટલમાંથી (Hostel) ગાંજાના છોડ મળી આવતા ચકચાર મચી ગઈ છે.

બોયઝ હોસ્ટલમાંથી સૂકો ગાંજો અને લીલો ગાંજો મળી આવ્યો છે. ત્યારે રાજકોટ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા અનેક સવાલો પેદા થયા છે. તો NDPS નો ગુનો નોંધતી SOG આ મુદ્દે ચૂપ હોવાથી વિવિધ વાતો વહેતી થઈ છે.

રાજકોટની ખાનગી યુનિવર્સિટીમાંથી ગાંજો મળવાના મામલે કુવાડવા પોલીસે બીજા દિવસે પણ તપાસ શરૂ કરી છે. પોલીસે 5 થી 7 છોડ કબજે કર્યા છે. આ મામલે યુનિવર્સિટીના એન્જી.વિભાગના ડીન આરબી જાડેજાએ જણાવ્યું કે, અણે પોલીસને તપાસમાં સહકાર આપીએ છીએ. યુનિવર્સિટી કેમ્પસમાંથી (University campus) પોલીસે 1 છોડ કબજે કર્યો છે.

યુનિવર્સિટીમાં 52 દેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે પોલીસ કાર્યવાહી સામે અનેક સવાલ ઉભા થયા છે. મીડિયાને યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ પર કેમ પ્રતિબંધ મૂકાયો? શું આ યુનિવર્સિટીમાં ચાલે છે ખુલ્લેઆમ નશાનો કાળો કારોબાર ? ગૃહમંત્રી અને મુખ્યમંત્રી ગુજરાતમાં નશા પ્રતિબંધની કડક અમલવારીની વાતો કરે છે. પરંતું યુનિવર્સિટીમાં આફ્રિકા અને નાઈઝીરિયા દેશના વિદ્યાર્થીઓ ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનો ઉપયોગ કરતા હોવાની ચર્ચા વહેતી થઈ છે.

આ યુનિવર્સિટીમાં ગાંજાના ખેતરો સળગાવી દેવામાં આવ્યા હોવાનું પણ કહેવાય છે. રાજકોટ પોલીસે કાર્યવાહી ન કરતાં અનેક સવાલો ઉઠ્યા છે. ગઈકાલે ખાનગી યુનિસર્વિટી બોયઝ હોસ્ટેલ પાસેથી ગાંજાના છોડ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા. બોયઝ હોસ્ટેલની પાછળ ગઈકાલે ગાંજાના છોડ ભાંગી નાખવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં જ્યાં વિદ્યાર્થીઓ રહે છે ત્યાં જ ગાંજાના છોડ મળી આવ્યા છે. નાઈજીરિયન વિદ્યાર્થીઓ દ્વારા છોડ વાવ્યા હોય અથવા તો બી ઉપરથી નાંખ્યા હોઈ અને ઉગ્યા હોય તેવું પણ બની શકે. પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

ગજબ… અહીં ગોરા બાળકનો જન્મ ગણાય છે પાપ, જન્મતાની સાથે જ કરી દેવાય છે હ*ત્યા

Awesome. 

  • Weird Traditions And Rules : આમ તો દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક ગોરું અને સુંદર હોય. પરંતુ દેશમાં એક એવી જગ્યા છે જ્યાં ગોરું બાળક હોય તો તેને પાપ માનવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે આ જગ્યા ભારતમાં આવેલી છે.

દુનિયામાં ઘણા એવા દેશ છે જ્યાં લોકો અજબગજબ માન્યતાઓને માને છે. જેના વિશે જાણી સામાન્ય માણસ ચોંકી જાય તેવી ઘટનાઓ અહીં સામાન્ય હોય છે. આવી જ એક માન્યતા બાળકો સાથે જોડાયેલી છે. આમ તો દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક ગોરું (White) અને સુંદર હોય.

પરંતુ દેશમાં એક એવી જગ્યા છે જ્યાં ગોરું બાળક હોય તો તેને પાપ માનવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે આ જગ્યા ભારતમાં આવેલી છે. કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાનમાં (Andaman) ‘જારવા’ નામની જનજાતિ રહે છે.

આંદામાનમાં રહેતી આ જનજાતિ વિશ્વની સૌથી જૂની જનજાતિઓમાંથી એક છે. જારવા જાતિમાં એક ક્રૂર પ્રથાનું પાલન આવે છે. જે અત્યંત પ્રચલિત છે. મીડિયા અહેવાલ અનુસાર અહીંના કોઈ ઘરમાં ગોરા બાળકનો જન્મ થાય તો તેને મારી નાખવામાં આવે છે. અહીં ગોરા બાળકને અભિશાપ માનવામાં આવે છે. આ જનજાતિ મૂળ આફ્રિકાની હોવાનું માનવામાં આવે છે.

જારવા જાતિના મોટાભાગના લોકોનો રંગ કાળો હોય છે. તેવામાં જો આ જનજાતિની કોઈ મહિલાને ગોરું બાળક હોય તો લોકો માને છે કે બાળક કોઈ અન્ય જાતિનું છે. આ જનજાતિની એક અનોખી વાત એ છે કે જ્યારે અહીં બાળકનો જન્મ થાય છે ત્યારે તેને જાતિની બધી જ મહિલાઓનું દૂધ પીવડાવવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે તમામ મહિલાઓના સ્તનપાનથી સમુદાયની પવિત્રતા જળવાઈ રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ જનજાતિ 90ના દાયકામાં સામે આવી હતી. જો કે ભારત સરકારે તેમની તસવીરો લેવા કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા અંગે કડક કાયદો બનાવ્યો છે. જો કોઈ તેમની તસવીરો લઈને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે તો તેમને જેલ જવું પડી શકે છે. આ સાથે તેને દંડ પણ થઈ શકે છે.

જારવા જનજાતિના લોકો અંધશ્રદ્ધામાં ઘણો વિશ્વાસ રાખે છે. આ જનજાતિના લોકોનું માનવું છે કે જો કોઈ ગર્ભવતી સ્ત્રી કોઈ પ્રાણીનું લોહી પીવે તો તેનું બાળક કાળું થાય છે. અહીં સમાજમાં માત્ર કાળા રંગના બાળકોને જ માન્યતા મળી છે.

આ પણ વાંચો :-

ગુજરાત સરકારના IAS ના પુત્ર આર્યન નેહરાની એશિયન ગેમ્સમાં પસંદગી, કરશે ભારતનું પ્રતિનિધિત્વ

0

Aryan Nehra 

  • આર્યન નેહરાએ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના સુપુત્ર છે અને દેશ વિદેશમાં યોજાતી અનેક સ્વિમિંગ કોમ્પિટિનશન ઉચ્ચ ક્રમાંક હાંસલ કરી ચુક્યા છે.

અમદાવાદમાં (Ahmedabad) મ્યૂનિસિપલ કમિશ્નર તરીકે રહી ચૂકેલાં આઈએએસ અધિકારી વિજય નેહરાનું (Vijay Nehra) નામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. જો કે આ વખતે તેમના પુત્રએ હાંસલ કરેલી સિદ્ધિુને કારણે લોકો તેના પિતાને પણ યાદ કરી રહ્યાં છે. જી હાં વિજય નેહરાના પુત્ર આર્યન નેહરાની (Aryan Nehra) એશિયન ગેમ્સમાં પસંદગી થઈ છે. રાજકોટ મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં (Swimming pool) તાલિમ મેળવનાર આર્યન હવે સપ્ટેમ્બરમાં ચાઈનામાં યોજાનાર એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ઉલ્લેખનીય છે કે ચીનમાં આગામી સપ્ટેમ્બર માસથી એશિયન ગેમ્સનો (Asian Games) પ્રારંભ થશે. જેમાં એશિયાના વિવિધ દેશોના રમતવીરો ભાગ લેશે. આ કોમ્પિટિશનમાં અલગ અલગ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશનું પ્રતિનિધિત્વ કરી રહેલાં ખેલાડીઓને મોકો આપવામાં આવશે. જેમાં ગુજરાતના આઈએએસ અધિકારી વિજય નેહરાના (Aryan Nehra) પુત્ર આર્યને પણ સ્થાન હાંસિલ કર્યું છે. આર્યન હવે તમને ચાઈના એશિયન ગેમ્સમાં ગુજરાત સહિત દેશનું પ્રતિનિધિત્વ કરતો જોવા મળશે.

હવે આર્યન સપ્ટેમ્બર-૨૦૨૩માં ચાઈનાના હેંગઝોઉં શહેરમાં યોજાનાર એશિયન ગેમ્સની સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તદ્દઉપરાંત જુલાઇ-૨૦૨૩માં જાપાન ખાતે યોજાનારી આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં પણ આર્યન નેહરા સાથે જોડાશે.

યુએસએના શિકાગો (Chicago) ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત સ્વિમ સિરીઝમાં ૮૦૦ ફ્રી સ્ટાઈલને ૮ મિનિટ ૦૩.૧૫ સેકન્ડમાં પૂર્ણ કર્યું હતું અને આ સાથે તેણે પોતાનો જ શ્રેષ્ઠ રેકોર્ડ તોડીને છ સેકન્ડથી વધુ સમયના તફાવત સાથે નવો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આર્યન નેહરાએ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના સુપુત્ર છે અને દેશ વિદેશમાં યોજાતી અનેક સ્વિમિંગ કોમ્પિટિનશન ઉચ્ચ ક્રમાંક હાંસલ કરી ચુક્યા છે. રાજકોટ સહિત રાજ્યમાં જુદી જુદી જગ્યાએ યાદગાર ફરજ બજાવનાર વિજય નેહરાના સુપુત્ર આર્યન નેહરા અગાઉ રાજકોટ મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં (Swimming pool) પણ તાલિમ લઈ ચુક્યા છે.

રાજકોટ ખાતે યોજાયેલી અનેક રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પોતાનું હિર ઝળકાવી ચુક્યા છે. અલબત્ત હવે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે (Internationally) કૌશલ્ય બતાવી ભારતનું નામ રોશન કરી રહ્યા છે. આર્યનની એશિયન ગેમ્સમાં પસંદગી થતા ગુજરાતભરમાં પણ ખુશીની લહેર પ્રસરી ગઈ છે.

આ પણ વાંચો :-

શું તમે મિનરલ વોટર પી રહ્યા છો તે ખરેખર શું મિનરલ જ છે ? રિપોર્ટમાં થયો…

0

Is the mineral water  

  • Unhealthy Mineral Water : તમે જે મિનરલ પાણી પી રહ્યા છો તે ખરેખર શું મિનરલ જ છે?

તમે જે મિનરલ પાણી (Mineral water) પી રહ્યા છો તે ખરેખર શું મિનરલ જ છે? આ સવાલ એટલા માટે પૂછવો પડ્યો છે. કારણ કે ફક્ત 20-25 રૂપિયામાં 20 લીટર મિનરલ વોટરની જે બોટલ તમારા ઘર સુધી પહોંચે છે તે બોટલ મિનરલ વોટર માટેની જે ગુણવત્તા નક્કી કરાઈ છે તેના ધજાગરા ઉડાડી રહી છે.

બોટલ પર ડીલરનું નામ, બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ ડેટ, ઉપયોગની અંતિમ તારીખ સહિતની કેટલીક માહિતી લખવી ફરજિયાત છે. પરંતુ આવા કોઈપણ નિયમનું પાલન નથી થતું.

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડસ મુજબ પેકેજ વોટર એટલે એવું પાણી જે કોઈપણ પ્રોસેસમાંથી પસાર થયેલું હોય. પેકેજ વોટરના ઉત્પાદકોએ BIS પાસેથી લાયસન્સ મેળવી ફરજિયાતપણે તેના નિયમોનું પાલન કરવાનું હોય છે.

BISના લાયસન્સ બાદ ફૂડ વિભાગમાંથી FSSAI પાસેથી લાયસન્સ મેળવવાનું હોય છે. ફૂ઼ડ વિભાગે પણ આવા યુનિટનું નિયમિત ચેકિંગ કરવું પડે છે. પરંતુ હકીકત એ છે કે ન તો વેપારીઓ આવા લાયસન્સ મેળવી નિયમોનું પાલન કરી રહ્યા છે ન તો ફૂડ ઈન્સ્પેક્ટર્સ વિઝીટ લઈ રહ્યા છે.

હવે એક નજર એના પર પણ કરી લઈએ કે મિનરલ વોટરના ઉત્પાદક એકમો માટે કયા કયા નિયમો હોય છે. આવા એકમોએ તો IS10500 મુજબ ફરજિયાત લાયસન્સ લઈ તેના પાણીનું વેચાણ કરવાનું હોય છે. પરંતુ તે નિયમનું પાલન થતું નથી. અને એટલે જ આવું પાણી પીવાથી આંતરડાને નુકસાન પહોંચે છે. આ પાણી પીનારાઓને પથરીની પણ સમસ્યા થઈ શકે છે.

એક RTIમાં થયેલા ખુલાસા પ્રમાણે અમદાવાદમાં માત્ર 14 એકમો પાસે FSSAIનું લાયસન્સ છે. જેમાંથી 10 એકમો પેકેજિંગ મિનરલ વોટર અને 4 એકમો નેચરલ વોટરનું ઉત્પાદન કરે છે. તો અહીં સવાલ એ થાય કે શું આખા અમદાવાદમાં ફક્ત 14 જ મિનરલ વોટર ડિસ્ટ્રીબ્યુટર્સ છે?

શહેરમાં અનેક સ્થળોએ જે એકમો આવેલા છે તેમની પાસે લાયસન્સ છે કે નહી? જો લાયસન્સ નથી તો તેમના વિરૂદ્ધ કેમ કાર્યવાહી થતી નથી? આવા એકમોને કોના છુપા આશીર્વાદ છે?

આ પણ વાંચો :-

VIDEO : LIVE મેચમાં પંડ્યાની આ હરકત પર મચ્યો હોબાળો, Video Viral થતાં ખળભળાટ

0

VIDEO 

  • IPL 2023, GT vs PBKS : ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગુરુવારે પંજાબ કિંગ્સ સામે રમાયેલી IPL મેચ દરમિયાન ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા પોતાની જ ટીમના ખેલાડી પર રેગિંગ કરતો જોવા મળ્યો હતો.

ગુજરાત ટાઈટન્સના (Gujarat Titans) કેપ્ટન હાર્દિક પંડ્યાનો (Captain Hardik Pandya) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગુરુવારે પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે રમાયેલી IPL મેચ દરમિયાન ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા પોતાની જ ટીમના ખેલાડી પર રેગિંગ કરતો જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યાના અચાનક તેની જ ટીમના ખેલાડી સાથેના વર્તને સોશિયલ મીડિયા (Social media) પર સનસની મચાવી દીધી હતી. ચાહકો ટવિટર પર સવાલ ઉઠાવી રહ્યા છે કે હાર્દિક પંડ્યાનું તેના જ ખેલાડી સાથે આ કેવું વર્તન છે.

લાઈવ મેચમાં હાર્દિક પંડ્યા પોતાના જ ખેલાડી પર ભડક્યા હાર્દિક પંડ્યા :

જોકે મોહાલીમાં ગુરુવારે રમાયેલી IPL મેચમાં પંજાબ કિંગ્સની બેટિંગ દરમિયાન કેપ્ટન હાર્દિક પંડ્યાએ ઈનિંગની 20મી ઓવરમાં ફાસ્ટ બોલર જોશુઆ લિટલને બોલ સોંપ્યો હતો. આ ઓવરની શરૂઆત પહેલા ગુજરાત ટાઈટન્સની ટીમ તેના નિર્ધારિત સમયે ઓવર પૂરી કરી શકી ન હતી. આ દરમિયાન છેલ્લી ઓવરનો બીજો બોલ ફેંકતા પહેલા ડીપ કવરમાં ફિલ્ડિંગ કરી રહેલો મોહિત શર્મા પોતાની સ્થિતિથી થોડો દૂર ઊભો હતો.

વીડિયો વાયરલ થતાં જ મચી ગયો હતો ખળભળાટ :

ડીપ કવરમાં ફીલ્ડિંગ કરી રહેલા મોહિત શર્માને પોતાની પોજીશનથી થોડા અલગ ઉભેલા જોઈ 29 વર્ષના હાર્દિક પંડ્યા તેમના પર ગુસ્સે થયા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યા આક્રમક ટોનમાં 34 વર્ષીય ખેલાડી મોહિત શર્માને ઇશારા કરતાં કંઇક કહેતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :-

Breaking News : અમદાવાદથી ભાવનગર જનાર લોકો માટે સૌરાષ્ટ્રનો આ મુખ્ય રોડ 12 ડિસેમ્બર સુધી બંધ રહેશે

0

Breaking News 

  • Ahmedabad To Bhavngar : જો જો ધ્યાન રાખો, 12 ડિસેમ્બર સુધી બંધ રહેશે અમદાવાદથી ભાવનગરનો સૌથી વધુ ધમધમતો રોડ. ટ્રાફિક વિભાગ દ્વારા અપાયું ડાયવર્ઝન.

અમદાવાદ (Ahmedabad) થી ભાવનગર (Bhavngar) ટ્રાફિકથી સૌથી વધુ ધમધમતો માર્ગ છે. ત્યારે આ હાઈવે આગામી 12 ડિસેમ્બર સુધી બંધ રહેવાનો છે. ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વેનું (Dholera Ahmedabad Expressway) કામ ચાલતું હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

ત્યારે હવે જો અમદાવાદથી ભાવનગર જવું હોય તો અન્ય માર્ગથી જવુ પડશે. અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે ADM  દ્વારા અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે ટ્રાફિક વિભાગનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવેથી ભાવનગર જવા માટે વાયા ધંધુકા, વલ્લભીપુર થઈને જવાનું રહેશે.

અમદાવાદ– ભાવનગર મુસાફરી માટે ટ્રાફિક વિભાગ દ્વારા બહાર પાડેલી માહિતી અનુસાર હાલ ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વેનું કામકાજ ચાલી રહ્યું છે. જેને પગલે ભાવનગરથી અમદાવાદ જતા તમામ પ્રકારના વાહનોનો રુટ ડાયવર્ટ કરાયો છે. આ માટે જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે. જે મુજબ હવેથી ભાવનગરથી વાયા વલ્લભીપુર, બરવાળા, ધંધુકા અને બગોદરા થઈને જઈ શકાશે. આ હુકમ તા. 14 એપ્રિલ, 2023થી તા.12 ડિસેમ્બર, 2023 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામું આગામી 12 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. એટલે કે, 12 ડિસેમ્બર, 2023 સુધી લોકોએ ડાયવર્ઝનના રુટ મુજબ જવુ પડશે.

આ છે ડાયવર્ઝનનો રૂટ :

  • ભાવનગરથી વડોદરા જવા માટે તમામ પ્રકારના વાહનો ભાવનગરથી વાયા વલ્લભીપુર, બરવાળા, ધંધુકા, ફેદરા, પીપળી તેમજ ધંધુકા, ધોલેરા, ભડીયાદ, પીપળી તેમજ ધંધુકા, ફેદરા, પીપળી, વટામણ થઈને વડોદરા જઈ શકાશે.
  • ધોલેરાથી બાવળીયારી તરફના હાઈ-વે રોડ ઉપરના ગામડાઓના જે તે ગામડાઓના જ નાના વાહનોની અવરજવર માટે બાવળીયારી, હેબતપુર, સાંગાસર, ઓતારીયા, ગોરાસુ થઈને ભડિયાદ જઇ શકાશે.
  • ભાવનગરથી વડોદરા જવા માટે પણ વાયા વલ્લભીપુર થઈને જવું પડશે.

આ પણ વાંચો :-