HomeGujaratશું તમે મિનરલ વોટર પી રહ્યા છો તે ખરેખર શું મિનરલ જ...

શું તમે મિનરલ વોટર પી રહ્યા છો તે ખરેખર શું મિનરલ જ છે ? રિપોર્ટમાં થયો…

Date:

Related stories

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં...

આ સૂર્ય આકાશમાં નથી… ગુજરાતની લેબમાં છે! ભારતે શરૂ કર્યો મોટો પ્રયોગ

ચાંદ-તારા તોડવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ...

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો...
spot_img

Is the mineral water  

  • Unhealthy Mineral Water : તમે જે મિનરલ પાણી પી રહ્યા છો તે ખરેખર શું મિનરલ જ છે?

તમે જે મિનરલ પાણી (Mineral water) પી રહ્યા છો તે ખરેખર શું મિનરલ જ છે? આ સવાલ એટલા માટે પૂછવો પડ્યો છે. કારણ કે ફક્ત 20-25 રૂપિયામાં 20 લીટર મિનરલ વોટરની જે બોટલ તમારા ઘર સુધી પહોંચે છે તે બોટલ મિનરલ વોટર માટેની જે ગુણવત્તા નક્કી કરાઈ છે તેના ધજાગરા ઉડાડી રહી છે.

બોટલ પર ડીલરનું નામ, બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ ડેટ, ઉપયોગની અંતિમ તારીખ સહિતની કેટલીક માહિતી લખવી ફરજિયાત છે. પરંતુ આવા કોઈપણ નિયમનું પાલન નથી થતું.

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડસ મુજબ પેકેજ વોટર એટલે એવું પાણી જે કોઈપણ પ્રોસેસમાંથી પસાર થયેલું હોય. પેકેજ વોટરના ઉત્પાદકોએ BIS પાસેથી લાયસન્સ મેળવી ફરજિયાતપણે તેના નિયમોનું પાલન કરવાનું હોય છે.

BISના લાયસન્સ બાદ ફૂડ વિભાગમાંથી FSSAI પાસેથી લાયસન્સ મેળવવાનું હોય છે. ફૂ઼ડ વિભાગે પણ આવા યુનિટનું નિયમિત ચેકિંગ કરવું પડે છે. પરંતુ હકીકત એ છે કે ન તો વેપારીઓ આવા લાયસન્સ મેળવી નિયમોનું પાલન કરી રહ્યા છે ન તો ફૂડ ઈન્સ્પેક્ટર્સ વિઝીટ લઈ રહ્યા છે.

હવે એક નજર એના પર પણ કરી લઈએ કે મિનરલ વોટરના ઉત્પાદક એકમો માટે કયા કયા નિયમો હોય છે. આવા એકમોએ તો IS10500 મુજબ ફરજિયાત લાયસન્સ લઈ તેના પાણીનું વેચાણ કરવાનું હોય છે. પરંતુ તે નિયમનું પાલન થતું નથી. અને એટલે જ આવું પાણી પીવાથી આંતરડાને નુકસાન પહોંચે છે. આ પાણી પીનારાઓને પથરીની પણ સમસ્યા થઈ શકે છે.

એક RTIમાં થયેલા ખુલાસા પ્રમાણે અમદાવાદમાં માત્ર 14 એકમો પાસે FSSAIનું લાયસન્સ છે. જેમાંથી 10 એકમો પેકેજિંગ મિનરલ વોટર અને 4 એકમો નેચરલ વોટરનું ઉત્પાદન કરે છે. તો અહીં સવાલ એ થાય કે શું આખા અમદાવાદમાં ફક્ત 14 જ મિનરલ વોટર ડિસ્ટ્રીબ્યુટર્સ છે?

શહેરમાં અનેક સ્થળોએ જે એકમો આવેલા છે તેમની પાસે લાયસન્સ છે કે નહી? જો લાયસન્સ નથી તો તેમના વિરૂદ્ધ કેમ કાર્યવાહી થતી નથી? આવા એકમોને કોના છુપા આશીર્વાદ છે?

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img