Breaking News
- Ahmedabad To Bhavngar : જો જો ધ્યાન રાખો, 12 ડિસેમ્બર સુધી બંધ રહેશે અમદાવાદથી ભાવનગરનો સૌથી વધુ ધમધમતો રોડ. ટ્રાફિક વિભાગ દ્વારા અપાયું ડાયવર્ઝન.
અમદાવાદ (Ahmedabad) થી ભાવનગર (Bhavngar) ટ્રાફિકથી સૌથી વધુ ધમધમતો માર્ગ છે. ત્યારે આ હાઈવે આગામી 12 ડિસેમ્બર સુધી બંધ રહેવાનો છે. ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વેનું (Dholera Ahmedabad Expressway) કામ ચાલતું હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
ત્યારે હવે જો અમદાવાદથી ભાવનગર જવું હોય તો અન્ય માર્ગથી જવુ પડશે. અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે ADM દ્વારા અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે ટ્રાફિક વિભાગનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવેથી ભાવનગર જવા માટે વાયા ધંધુકા, વલ્લભીપુર થઈને જવાનું રહેશે.
અમદાવાદ– ભાવનગર મુસાફરી માટે ટ્રાફિક વિભાગ દ્વારા બહાર પાડેલી માહિતી અનુસાર હાલ ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વેનું કામકાજ ચાલી રહ્યું છે. જેને પગલે ભાવનગરથી અમદાવાદ જતા તમામ પ્રકારના વાહનોનો રુટ ડાયવર્ટ કરાયો છે. આ માટે જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે. જે મુજબ હવેથી ભાવનગરથી વાયા વલ્લભીપુર, બરવાળા, ધંધુકા અને બગોદરા થઈને જઈ શકાશે. આ હુકમ તા. 14 એપ્રિલ, 2023થી તા.12 ડિસેમ્બર, 2023 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામું આગામી 12 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. એટલે કે, 12 ડિસેમ્બર, 2023 સુધી લોકોએ ડાયવર્ઝનના રુટ મુજબ જવુ પડશે.
આ છે ડાયવર્ઝનનો રૂટ :
- ભાવનગરથી વડોદરા જવા માટે તમામ પ્રકારના વાહનો ભાવનગરથી વાયા વલ્લભીપુર, બરવાળા, ધંધુકા, ફેદરા, પીપળી તેમજ ધંધુકા, ધોલેરા, ભડીયાદ, પીપળી તેમજ ધંધુકા, ફેદરા, પીપળી, વટામણ થઈને વડોદરા જઈ શકાશે.
- ધોલેરાથી બાવળીયારી તરફના હાઈ-વે રોડ ઉપરના ગામડાઓના જે તે ગામડાઓના જ નાના વાહનોની અવરજવર માટે બાવળીયારી, હેબતપુર, સાંગાસર, ઓતારીયા, ગોરાસુ થઈને ભડિયાદ જઇ શકાશે.
- ભાવનગરથી વડોદરા જવા માટે પણ વાયા વલ્લભીપુર થઈને જવું પડશે.
આ પણ વાંચો :-