Sunday, Jul 20, 2025

આદિત્ય ઠાકરેનો દાવો- એકનાથ શિંદે ઘરે આવ્યા અને રડતાં રડતાં કહ્યું… ભાજપમાં……

3 Min Read

Aditya Thackeray

  • Aaditya Thackeray : ભાજપ પર પ્રહાર કરતાં આદિત્ય ઠાકરેએ કહ્યું કે તે એ જ પાર્ટી છે જેણે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સાથે ગઠબંધન કર્યું હતું. જેણે આતંકવાદીઓને ટેકો આપ્યો હતો. શિવસેના (UBT) જૂથના નેતા સંજય રાઉતે આદિત્ય ઠાકરેના દાવાઓને યોગ્ય ઠેરવ્યા અને કહ્યું કે એકનાથ શિંદે તેમના ઘરે પણ આવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ જેલમાં જવા માંગતા નથી.

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે, UBT) નેતા આદિત્ય ઠાકરેએ (Aditya Thackeray) મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) વિશે મોટો ખુલાસો કર્યો છે. તેમણે દાવો કર્યો કે પાર્ટીની વિરુદ્ધ જતાં પહેલા તે તેમના ઘરે આવ્યા હતા અને ખૂબ રડ્યા હતા.

તે દરમિયાન તેમણે કહ્યું હતું કે જો તે ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાય તો કેન્દ્ર સરકારની એજન્સી તેમને જેલમાં પૂરશે. આદિત્ય ઠાકરેના આ નિવેદન બાદ એકનાથ શિંદે જૂથમાં હોબાળો થયો હતો. મહારાષ્ટ્રમાં નવો રાજકીય ખળભળાટ શરૂ થયો છે. ઘણા નેતાઓએ એક પછી એક વળતો જવાબ આપ્યો.

એકનાથ શિંદે જૂથના ધારાસભ્ય સંતોષ બાંગરે આ દાવાને નકારી કાઢતા કહ્યું કે ભાજપ તરફથી કોઈ ખતરો નથી. ઠાકરે પરિવારની વિરૂદ્ધ જવાનું કારણ સમજાવતા તેમણે કહ્યું કે આનું કારણ શિવસેનાનું કોંગ્રેસ અને એનસીપી સાથે અગાઉનું જોડાણ હતું. તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે એકનાથ શિંદે ખૂબ જ મજબૂત નેતા છે. તેઓ રડનારાઓમાંના નથી. તેથી તેમના પર લાગેલા તમામ આરોપો ખોટા છે.

હકિકતમાં આદિત્ય ઠાકરે વિશાખાપટ્ટનમની એક યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે અમારા 40 ધારાસભ્યોએ પૈસા માટે પોતાની બેઠકો અને વિધાનસભા દાવ પર લગાવી દીધી હતી અને અમારી સામે બળવાનું બ્યુગલ વગાડ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું, ‘હાલના મુખ્યમંત્રી (એકનાથ શિંદે) અમારા ઘરે આવ્યા અને રડવા લાગ્યા કારણ કે એક કેન્દ્રીય એજન્સી તેમની ધરપકડ કરવાની હતી. તેણે કહ્યું કે, તેમણે ભાજપમાં જોડાવું પડશે નહીં તો મારી ધરપકડ કરી લેશે.

આદિત્ય ઠાકરેએ કોંગ્રેસ સાથે તેમના પક્ષના જોડાણનો બચાવ કર્યો અને બાળ ઠાકરેના સમયને યાદ કરતા કહ્યું કે, ‘મારા દાદાએ અગાઉ પણ કોંગ્રેસ સાથે જોડાણ કર્યું હતું. ગાંધી પરિવાર સાથે અગાઉ પણ તેમના સારા સંબંધો હતા. તેમણે પ્રણવ મુખર્જી અને પ્રતિભા પાટીલને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. જ્યારે ભાજપ રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન અન્ય ઉમેદવારને મેદાનમાં ઉતારી રહી હતી.

આ પણ વાંચો :-

Share This Article