ટોપ હિલ સ્ટેશનો : સ્વિટઝરલેન્ડથી લઈને પેરિસને પણ રાખે છે પાછળ, એકવાર જઈ આવજો

Share this story

Top Hill Stations

  • હાલમાં શહેરોમાં આકરી ગરમી પડી રહી છે જેના કારણે પ્રવાસીઓ હિલ સ્ટેશનો તરફ વળ્યા છે. વિવિધ રાજ્યો અને શહેરોના પ્રવાસીઓ તેમની આસપાસના હિલ સ્ટેશનો પર જતા હોય છે જેથી તેઓ તેમની રજાઓ ગાળી શકે અને થોડો સમય શાંતિથી જીવી શકે.

ભારત ભૌગોલિક વિવિધતા ધરાવતો દેશ છે. એક તરફ ઉત્તર ભારતમાં હિમાલયની ફેલાયેલી પર્વતમાળાઓ તો દક્ષિણ ભારતમાં (South India) આંખોને ઠંડક આપતું કુદરતી સૌંદર્ય. પૂર્વ ભારતની અવિસ્મરણીય સંસ્કૃતિ તો પશ્ચિમમાં કલા અને સ્વાદનો સંગમ.. ભારત એકમાત્ર દેશ છે છે જ્યાં દરેક રાજ્ય અને પ્રાંતમાં વિવિધતા જોવા મળે છે. ભારતીયો તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ હરવા ફરવાના શોખીન હોય છે.

તમે તમારા મિત્રો સાથે ફેમિલી કે કપલ ટુર કરવા માંગો છો તો આ આર્ટિકલ તમારા માટે છે. ભારતના અહીં કેટલાક એવા સ્થળોની માહિતી તમને મળશે જે તમારા પ્રવાસના અનુભવને કાયમ માટે યાદગાર રાખશે અને તમને વારંવાર આ ફરવાની જગ્યાઓએ મુલાકાત લેવાનું મન થશે..

જ્યારે વાત ફરવાની આવે ત્યારે હિલ સ્ટેશન (Hill station) લોકોના મનમાં પહેલા આવતા હોય છે. ભારતમાં હિલ સ્ટેશન પર પ્રવાસીઓનો ધસારો તો વધ્યો છે એને આ બધા સ્થળોએ ટુરિઝમ ડેવલોપમેન્ટ (Tourism Development) પણ ઘણું થયું છે. એક એવો વર્ગ હતો જે ફરવા માટે દેશની બહાર જવાનું વધારે પસંદ કરતો હતો તે લોકો પણ હવે ભારત દેશમાં જ આવેલા હિલ સ્ટેશનો પ્રત્યે આકર્ષાયા છે. તમે ઓછા બજેટમાં ભારતના આ હિલ સ્ટેશનોમાં ફરવાની મજા લઇ શકો છો..

1. લેહ (લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ)

લેહ ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં આવેલું છે. લદાખના એક વિસ્તારને લેહ કહેવામાં આવે છે. પ્રકૃતિપ્રેમી અને પર્વતીય વિસ્તારોમાં એડવેન્ચર કરવાનો શોખ રાખતા લોકોની પહેલી પસંદગી લેહ હોય છે.મોટાભાગના પ્રવાસીઓ શ્રીનગર, ચંદીગઢ કે દિલ્લોથી હવાઈ માર્ગે જવાના બદલે લેહ જવા રોડ ટ્રીપની પસંદગી કરતા હોય છે. લેહ જવા માટે બે રસ્તા છે એક મનાલી અને બીજો શ્રીનગરથી રસ્તો જાય છે. મનાલીથી લેહ જવાનો રસ્તો તમારી જર્નીને વધુ રોમાંચિત બનાવે છે. લેહમાં અતિ રમણીય પહાડો, સુંદર નદીઓ અને ઝરણાઓ છે. લેહની આસપાસ જુદા જુદા મઠ જોવા મળે છે.

 2. નૈનીતાલ (ઉત્તરાખંડ)

નૈનીતાલ ઉત્તરાખંડનું ફેમસ ટુરિસ્ટ પ્લેસ છે.નૈના શબ્દનો અર્થ આંખો અને તાલનો અર્થ ઝીલ થાય છે. નૈનીતાલમાં પ્રસિદ્ધ નૈના દેવીનું મંદિર છે. નૈનીતાલ ન્યુ મેરીડ કપલ્સ માટે પણ પસંદગીની જગ્યા રહી છે. નૈનીતાલ તળાવ, નૈના ચોટી, ગવર્નર હાઉસ, ટિફિન ટોપ અને પંડિત જીબી પંત પ્રાણીસંગ્રહાલય નૈનીતાલના પ્રસિદ્ધ ફરવા લાયક સ્થળો છે.

શોપિંગ કરવા માટે તમે માર્કેટ મોલ રોડ પણ જઈ શકો છો. નેશનલ હાઈવે 87 પરથી નૈનીતાલ પહોંચી શકાય છે. નૈનીતાલથી 34 કિલોમીટર દૂર કાઠગોદામમાં રેલવે સ્ટેશન આવેલું છે. નૈનીતાલ જવા અહીંથી તમને ટેક્સી મળી રહે છે. આ સ્થળ દિલ્લીથી 320 કિલોમીટરના અંતરે છે.

 3.શિમલા – મનાલી (હિમાચલ પ્રદેશ)

હિમાચલ પ્રદેશમાં આવેલુ શિમલા મનાલી ભારતનું સૌથી પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. આ બંને હિલ સ્ટેશન અલગ અલગ ઊંચાઈએ છે પણ લોકો પહેલેથી બંનેના નામ સાથે લે છે.

શિમલા : કુદરતના ખોળામાં વસેલા શિમલા શહેરને સાત પહાડીઓનું શહેર પણ કહેવામાં આવે છે. જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીમાં તમને અહીંયા બરફ જોવા મળે છે. સીમલા કિન્નોર વિસ્તારમાં તમે ટ્રેકિંગની મજા માણી શકો છો. શિમલામાં તમે ધ મોલ, તારા દેવી મંદિર, સમરહિલ અને સ્ટેટ મ્યુઝીયમ જોવા જઈ શકો છો. ધ મોલ શિમલાની શોપિંગ ગલી છે. દિલ્લી થી શિમલા 345 કિલોમીટર દૂર છે. કારથી તમે સરળતાથી પહોંચી શકો છો. દિલ્હીથી શિમલા તમે હવાઈ માર્ગે પણ જઈ શકો છો. જો તમે રેલમાર્ગે જોવા માંગો છો તો કાલકાથી ટોય ટ્રેનમાં બેસીને સુંદર મજાનો અનુભવ મેળવી શકો છો.

મનાલી : મનાલી શિમલાથી અંદાજે 275 કિલોમીટર દુર છે. સુંદર પહાડીઓ વચ્ચે ઘેરાયેલું મનાલી તમને રોમાંચિત કરી દેશે. એડવેન્ચરનો તમને શોખ છે તો મનાલી તમારા માટે બેસ્ટ વિકલ્પ છે.અહીં તમે ટ્રેકિંગ અને રિવર રાફટિંગની મજા માણી શકશો. મનાલીમાં વ્યાસ નદી, જોગીની ઝરણું, સોલાંગ ઘાટી, વ્યાસ કુંડ, રોહતાંગ પાસ અને હિમ વેલી ફરવા લાયક સ્થળો છે.

આ પણ વાંચો :-