ગુજરાત સરકારના IAS ના પુત્ર આર્યન નેહરાની એશિયન ગેમ્સમાં પસંદગી, કરશે ભારતનું પ્રતિનિધિત્વ

Share this story

Aryan Nehra 

  • આર્યન નેહરાએ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના સુપુત્ર છે અને દેશ વિદેશમાં યોજાતી અનેક સ્વિમિંગ કોમ્પિટિનશન ઉચ્ચ ક્રમાંક હાંસલ કરી ચુક્યા છે.

અમદાવાદમાં (Ahmedabad) મ્યૂનિસિપલ કમિશ્નર તરીકે રહી ચૂકેલાં આઈએએસ અધિકારી વિજય નેહરાનું (Vijay Nehra) નામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. જો કે આ વખતે તેમના પુત્રએ હાંસલ કરેલી સિદ્ધિુને કારણે લોકો તેના પિતાને પણ યાદ કરી રહ્યાં છે. જી હાં વિજય નેહરાના પુત્ર આર્યન નેહરાની (Aryan Nehra) એશિયન ગેમ્સમાં પસંદગી થઈ છે. રાજકોટ મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં (Swimming pool) તાલિમ મેળવનાર આર્યન હવે સપ્ટેમ્બરમાં ચાઈનામાં યોજાનાર એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ઉલ્લેખનીય છે કે ચીનમાં આગામી સપ્ટેમ્બર માસથી એશિયન ગેમ્સનો (Asian Games) પ્રારંભ થશે. જેમાં એશિયાના વિવિધ દેશોના રમતવીરો ભાગ લેશે. આ કોમ્પિટિશનમાં અલગ અલગ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશનું પ્રતિનિધિત્વ કરી રહેલાં ખેલાડીઓને મોકો આપવામાં આવશે. જેમાં ગુજરાતના આઈએએસ અધિકારી વિજય નેહરાના (Aryan Nehra) પુત્ર આર્યને પણ સ્થાન હાંસિલ કર્યું છે. આર્યન હવે તમને ચાઈના એશિયન ગેમ્સમાં ગુજરાત સહિત દેશનું પ્રતિનિધિત્વ કરતો જોવા મળશે.

હવે આર્યન સપ્ટેમ્બર-૨૦૨૩માં ચાઈનાના હેંગઝોઉં શહેરમાં યોજાનાર એશિયન ગેમ્સની સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તદ્દઉપરાંત જુલાઇ-૨૦૨૩માં જાપાન ખાતે યોજાનારી આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં પણ આર્યન નેહરા સાથે જોડાશે.

યુએસએના શિકાગો (Chicago) ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત સ્વિમ સિરીઝમાં ૮૦૦ ફ્રી સ્ટાઈલને ૮ મિનિટ ૦૩.૧૫ સેકન્ડમાં પૂર્ણ કર્યું હતું અને આ સાથે તેણે પોતાનો જ શ્રેષ્ઠ રેકોર્ડ તોડીને છ સેકન્ડથી વધુ સમયના તફાવત સાથે નવો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આર્યન નેહરાએ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના સુપુત્ર છે અને દેશ વિદેશમાં યોજાતી અનેક સ્વિમિંગ કોમ્પિટિનશન ઉચ્ચ ક્રમાંક હાંસલ કરી ચુક્યા છે. રાજકોટ સહિત રાજ્યમાં જુદી જુદી જગ્યાએ યાદગાર ફરજ બજાવનાર વિજય નેહરાના સુપુત્ર આર્યન નેહરા અગાઉ રાજકોટ મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં (Swimming pool) પણ તાલિમ લઈ ચુક્યા છે.

રાજકોટ ખાતે યોજાયેલી અનેક રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પોતાનું હિર ઝળકાવી ચુક્યા છે. અલબત્ત હવે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે (Internationally) કૌશલ્ય બતાવી ભારતનું નામ રોશન કરી રહ્યા છે. આર્યનની એશિયન ગેમ્સમાં પસંદગી થતા ગુજરાતભરમાં પણ ખુશીની લહેર પ્રસરી ગઈ છે.

આ પણ વાંચો :-