ગજબ… અહીં ગોરા બાળકનો જન્મ ગણાય છે પાપ, જન્મતાની સાથે જ કરી દેવાય છે હ*ત્યા

Share this story

Awesome. 

  • Weird Traditions And Rules : આમ તો દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક ગોરું અને સુંદર હોય. પરંતુ દેશમાં એક એવી જગ્યા છે જ્યાં ગોરું બાળક હોય તો તેને પાપ માનવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે આ જગ્યા ભારતમાં આવેલી છે.

દુનિયામાં ઘણા એવા દેશ છે જ્યાં લોકો અજબગજબ માન્યતાઓને માને છે. જેના વિશે જાણી સામાન્ય માણસ ચોંકી જાય તેવી ઘટનાઓ અહીં સામાન્ય હોય છે. આવી જ એક માન્યતા બાળકો સાથે જોડાયેલી છે. આમ તો દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક ગોરું (White) અને સુંદર હોય.

પરંતુ દેશમાં એક એવી જગ્યા છે જ્યાં ગોરું બાળક હોય તો તેને પાપ માનવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે આ જગ્યા ભારતમાં આવેલી છે. કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાનમાં (Andaman) ‘જારવા’ નામની જનજાતિ રહે છે.

આંદામાનમાં રહેતી આ જનજાતિ વિશ્વની સૌથી જૂની જનજાતિઓમાંથી એક છે. જારવા જાતિમાં એક ક્રૂર પ્રથાનું પાલન આવે છે. જે અત્યંત પ્રચલિત છે. મીડિયા અહેવાલ અનુસાર અહીંના કોઈ ઘરમાં ગોરા બાળકનો જન્મ થાય તો તેને મારી નાખવામાં આવે છે. અહીં ગોરા બાળકને અભિશાપ માનવામાં આવે છે. આ જનજાતિ મૂળ આફ્રિકાની હોવાનું માનવામાં આવે છે.

જારવા જાતિના મોટાભાગના લોકોનો રંગ કાળો હોય છે. તેવામાં જો આ જનજાતિની કોઈ મહિલાને ગોરું બાળક હોય તો લોકો માને છે કે બાળક કોઈ અન્ય જાતિનું છે. આ જનજાતિની એક અનોખી વાત એ છે કે જ્યારે અહીં બાળકનો જન્મ થાય છે ત્યારે તેને જાતિની બધી જ મહિલાઓનું દૂધ પીવડાવવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે તમામ મહિલાઓના સ્તનપાનથી સમુદાયની પવિત્રતા જળવાઈ રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ જનજાતિ 90ના દાયકામાં સામે આવી હતી. જો કે ભારત સરકારે તેમની તસવીરો લેવા કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા અંગે કડક કાયદો બનાવ્યો છે. જો કોઈ તેમની તસવીરો લઈને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે તો તેમને જેલ જવું પડી શકે છે. આ સાથે તેને દંડ પણ થઈ શકે છે.

જારવા જનજાતિના લોકો અંધશ્રદ્ધામાં ઘણો વિશ્વાસ રાખે છે. આ જનજાતિના લોકોનું માનવું છે કે જો કોઈ ગર્ભવતી સ્ત્રી કોઈ પ્રાણીનું લોહી પીવે તો તેનું બાળક કાળું થાય છે. અહીં સમાજમાં માત્ર કાળા રંગના બાળકોને જ માન્યતા મળી છે.

આ પણ વાંચો :-