WhatsAppના આ 3 દમદાર ફિચર્સ ગુપ્ત રીતે તમારી પ્રાઈવસીનું ધ્યાન રાખશે, Metaએ જાહેર કર્યું લિસ્ટ

Share this story

WhatsApp

  • WhatsApp 22.24 81 : એડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન 2FA અને ગ્રુપ પ્રાઈવસી કંટ્રોલ. એક વખત ફરીથી મેટાએ પોતાના મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ માટે કેટલીક નવી સિક્યોરિટીની જાહેરાત કરી છે.

ઈંસ્ટેંટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ (Instant messaging platform WhatsApp) પોતાના યૂઝર્સની પ્રાઈવસી અને સિક્યોરીટી (Security) અંગે હંમેશા કામ કરતું રહે છે. એપ હંમેશા યૂઝર્સને ભરોસો અપાવે છે કે, તે પોતાના આ પ્લેટફોર્મ પર સુરક્ષિત છે. પોતાના યૂઝર્સ માટે એપ ઘણા ફિચર્સ લઈને આવે છે. જેવા કે એડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન 2FA અને ગ્રુપ પ્રાઈવસી કંટ્રોલ (Privacy Controls). એક વખત ફરીથી મેટાએ પોતાના મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ માટે કેટલીક નવી સિક્યોરિટીની જાહેરાત કરી છે.

કંપનીએ 3 નવા સુરક્ષા ફીચર્સનું લિસ્ટ જાહેર કર્યું :

જ્યાં સુધી ફીચર્સના રોલઆઉટ થવાનો સવાલ છે તેના પર વોટ્સએપનું કહેવું છે કે આગામી મહિનાઓમાં આ ફિચર્સ દરેક યૂઝર્સમાં રોલઆઉટ થશે. આવો આ દરેક ફીચર્સની ડિટેલ્સ જાણીએ.

એકાઉન્ટ પ્રોડક્ટ :

જો કોઈ યૂઝર્સ એક ડિલાઈઝથી બીજા ડિવાઈઝમાં જાય છે તો કોઈ તપાસ થતી નથી. તપાસ ના થવાના કારણે આ લૂપને હેકર્સ હેકિંગ માટે યૂઝ કરી શકે છે. આજ કારણથી હવે વોટ્સઅપ યૂઝર્સ માટે પોતાના એકાઉન્ટને નવા ડિવાઈસમાં સ્વીચ કરવા માટે સુરક્ષીત છે. કંપનીનું કહેવું છે કે હવેથી કંપની એડિશનલ સુરક્ષાની તપાસના લેવલ પર યૂઝર્સ પાસ તેના જૂના ડિવાઝ પર તેની ઓળખાણ આપવાનું ઓપશન્સ આપે છે. આ અંગે ઝણાવતા કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે નવું એકાઉન્ટ પ્રોડેક્ટ ફીચર તમારા એકાઉન્ટને કોઈ અને ડિવાઈઝ પર તમારા એકાઉન્ટને કોઈ એન્ય ડિવાઈઝ પર લઈ જવાના અનઅધિકૃત પ્રયત્નો માટે તમને સચેત કરશે.

ડિવાઈઝ નોટિફિકેશન :

મોબાઈલ ડિવાઝ મૈલવેયર આજે લોકોની પ્રાવસી અને સિક્યોરિટી માટે સૌથી મોટો ખતરો છે. કેમ કે તે યૂઝર્સની પરવાનગી વગર તેના ફોનને એક્સેસ કરી લે છે. મેલવેયરના માધ્યમથી હેકર્સ ના જોઈતા મેસેજ મોકલવા માટે યૂઝર્સના વોટ્સએપનો ઉપયોગ કરી શકે છે.

ઓટોમેટિક સિક્યોરિટી કોડ :

વોટ્સએપ સુરક્ષા કોડ વેરિફેકિશન ફીચર એ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે તમે સિક્યોર ચેટ કરી રહ્યા છે. તમે કોન્ટેક્ટ ઈન્ફો અંતર્ગત એન્ક્પિશન ટેબ પર જઈને મેવ્યુઅલ રૂપથી તેની તપાસ કરી શકો છો. આ પ્રોસેસને દરેક માટે આસાન બનાવવા માટે WhatsAppની ટ્રાન્સ્પરન્સિનામનું એક સિક્યોરિટી ફીચર લાવવામાં આવ્યું છે. જે ઓટોમેટિક રીતે વોરિફિકેશન કરીને પરમીશન આપે છે કે, તમારી પાસે એક સુરક્ષિત કનેક્શન છે. કંપનીએ લખ્યું, ” તેનો મતલબ એ છે કે જ્યારે તમે એન્ક્રિપ્શન ટેબ પર ક્લિક કરો છો તો તમે તરત જ વેરિફાય કરી શકશો કે તમારી ગુપ્ત વાતો સુરક્ષિત છે”.

આ પણ વાંચો :-