Gold Price : સોનાનો ભાવ મોંઘવારીને જોતા દિવાળી સુધી આટલે પહોંચશે ભાવ

Share this story

Gold Price

  • ગુરુવારે સોનાના વૈશ્વિક ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર વૈશ્વિક સોનાની કિંમત 0.91 ટકા અથવા $18.40ના વધારા સાથે $2043.30 પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.

સોના-ચાંદીના ભાવમાં (Gold and silver prices) વધારો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગુરુવારે પણ આ બે કીંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. સોનાના (Gold) વાયદાનો ભાવ 61 હજારની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે ચાંદી 76 હજારની ઉપર કારોબાર કરી રહી છે. અમેરિકામાં (America) અપેક્ષિત ફુગાવાના આંકડા વધુ ઉંચકાયા બાદ સોના અને ચાંદીના ભાવમાં આ વધારો જોવા મળ્યો હતો.

ગુરુવારે બપોરે, 5 જૂન, 2023ના રોજ ડિલિવરી માટેનું સોનું એમસીએક્સ એક્સચેન્જ પર 0.55 ટકા અથવા રૂ. 332ના વધારા સાથે રૂ. 60,960 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. વૈશ્વિક સ્તરે પણ સોનાના ભાવમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો.

ચાંદી 76,000ને પાર:

કેટલાક સમયથી ચાંદીના ભાવમાં (સિલ્વર પ્રાઇસ ટુડે) બમ્પર તેજી જોવા મળી રહી છે. ગુરુવારે બપોરે, 5 મે, 2023 ના રોજ ડિલિવરી માટેની ચાંદી, MCX પર 0.64 ટકા અથવા રૂ. 371ના વધારા સાથે રૂ. 76,335 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી. આ રીતે ચાંદી ધીમે ધીમે તેના સર્વકાલીન ઉચ્ચ સ્તર તરફ આગળ વધી રહી છે.

વૈશ્વિક સ્તરે સોનું :

ગુરુવારે સોનાના વૈશ્વિક ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર, વૈશ્વિક સોનાની કિંમત 0.91 ટકા અથવા $18.40ના વધારા સાથે $2043.30 પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. સોનાની વૈશ્વિક હાજર કિંમત 0.63 ટકા અથવા 12.63 ડોલરના વધારા સાથે 2027.56 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.