જ્યાં વિદ્યાર્થીઓ ચુમ્મા-ચાટી કરતા જોવા મળ્યા હતા, રાજકોટની એ ફેમસ યુનિવર્સિટીમાં હવે મળ્યો ગાંજો

Share this story
Where students were
  • Cannabis Plant In University Rajkot : રાજકોટમાં ખાનગી યુનિવર્સિટીના બોય્ઝ હોસ્ટેસ પાસેથી ગાંજાના છોડ કબજે કરાયા. નાઈજીરીયન વિદ્યાર્થીઓેએ છોડ વાવ્યા હોય તેવી આશંકા. પોલીસે અલગ-અલગ દિશામાં શરૂ કરી તપાસ.

રાજકોટની પ્રતિષ્ઠિત ખાનગી કોલેજ (Private College) ગાંજાનું ઘર બની છે. ખાનગી યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે. રાજકોટની ખાનગી કોલેજ અવારનવાર વિવાદમાં આવે છે. ત્યારે બોયઝ હોસ્ટલમાંથી (Hostel) ગાંજાના છોડ મળી આવતા ચકચાર મચી ગઈ છે.

બોયઝ હોસ્ટલમાંથી સૂકો ગાંજો અને લીલો ગાંજો મળી આવ્યો છે. ત્યારે રાજકોટ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા અનેક સવાલો પેદા થયા છે. તો NDPS નો ગુનો નોંધતી SOG આ મુદ્દે ચૂપ હોવાથી વિવિધ વાતો વહેતી થઈ છે.

રાજકોટની ખાનગી યુનિવર્સિટીમાંથી ગાંજો મળવાના મામલે કુવાડવા પોલીસે બીજા દિવસે પણ તપાસ શરૂ કરી છે. પોલીસે 5 થી 7 છોડ કબજે કર્યા છે. આ મામલે યુનિવર્સિટીના એન્જી.વિભાગના ડીન આરબી જાડેજાએ જણાવ્યું કે, અણે પોલીસને તપાસમાં સહકાર આપીએ છીએ. યુનિવર્સિટી કેમ્પસમાંથી (University campus) પોલીસે 1 છોડ કબજે કર્યો છે.

યુનિવર્સિટીમાં 52 દેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે પોલીસ કાર્યવાહી સામે અનેક સવાલ ઉભા થયા છે. મીડિયાને યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ પર કેમ પ્રતિબંધ મૂકાયો? શું આ યુનિવર્સિટીમાં ચાલે છે ખુલ્લેઆમ નશાનો કાળો કારોબાર ? ગૃહમંત્રી અને મુખ્યમંત્રી ગુજરાતમાં નશા પ્રતિબંધની કડક અમલવારીની વાતો કરે છે. પરંતું યુનિવર્સિટીમાં આફ્રિકા અને નાઈઝીરિયા દેશના વિદ્યાર્થીઓ ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનો ઉપયોગ કરતા હોવાની ચર્ચા વહેતી થઈ છે.

આ યુનિવર્સિટીમાં ગાંજાના ખેતરો સળગાવી દેવામાં આવ્યા હોવાનું પણ કહેવાય છે. રાજકોટ પોલીસે કાર્યવાહી ન કરતાં અનેક સવાલો ઉઠ્યા છે. ગઈકાલે ખાનગી યુનિસર્વિટી બોયઝ હોસ્ટેલ પાસેથી ગાંજાના છોડ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા. બોયઝ હોસ્ટેલની પાછળ ગઈકાલે ગાંજાના છોડ ભાંગી નાખવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં જ્યાં વિદ્યાર્થીઓ રહે છે ત્યાં જ ગાંજાના છોડ મળી આવ્યા છે. નાઈજીરિયન વિદ્યાર્થીઓ દ્વારા છોડ વાવ્યા હોય અથવા તો બી ઉપરથી નાંખ્યા હોઈ અને ઉગ્યા હોય તેવું પણ બની શકે. પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-