Home Blog Page 1084

રોહિત શર્માની નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનશે આ ખતરનાક ખેલાડી !

0

After the retirement

  • રોહિત શર્મા પાસે કેપ્ટન તરીકે પોતાને સાબિત કરવા માટે હવે બહુ ઓછો સમય બચ્યો છે. આ વર્ષે ભારતમાં રમાનારા 2023 વર્લ્ડ કપ બાદ કોઈને ખબર નથી કે રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહેશે કે નહીં.

રોહિત શર્મા (Rohit Sharma) પાસે કેપ્ટન તરીકે પોતાને સાબિત કરવા માટે હવે બહુ ઓછો સમય બચ્યો છે. આ વર્ષે ભારતમાં રમાનારા 2023 વર્લ્ડ કપ બાદ કોઈને ખબર નથી કે રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના (Team India) કેપ્ટન રહેશે કે નહીં. રોહિત શર્માની ઉંમર હવે 36 વર્ષ થઈ ગઈ છે. 36 વર્ષના રોહિત શર્મા માટે હવે લાંબા સમય સુધી ભારતની કેપ્ટનશીપ સંભાળવી શક્ય નહીં રહે.

2023 વનડે વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમને નવા કેપ્ટનની શોધ રહેશે. 36 વર્ષના રોહિત શર્મા હવે વધુ દિવસ માટે ભારતના કેપ્ટન રહી શકશે નહીં. અત્રે જણાવવાનું કે એક એવો ખેલાડી છે જે રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાનો કાયમી ટેસ્ટ વનડે અને ટી20 કેપ્ટન બની શકે છે. મેદાન પર આ ખેલાડીનો ખુબ જ આક્રમક અંદાજ છે.

કાયમી કેપ્ટન બની શકે છે આ ખેલાડી :

ઋષભ પંત ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન બની શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઋષભ પંતે ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ જ કારણ છે કે તેનું ત્રણેય ફોર્મેટમાં જગ્યા પાક્કી થયેલી છે. ઋષભ પંત પાસે એક સ્માર્ટ દિમાગ છે. પંતમાં કેપ્ટન બનવાના તમામ ગુણ પણ રહેલા છે.

આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરતા પંતે શાનદાર કામ કરેલું છે. ઋષભ પંત હાલ એક્સિડન્ટમાં ઘાયલ થવાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. પરંતુ તેઓ જલદી ટીમ ઈન્ડિયામાં પાછા ફરી શકે છે.

કેપ્ટનશીપમાં ખુબ ચતુર :

ઋષભ પંત આવનારા સમયમાં ભારતના ટોપ કેપ્ટનોમાંથી એક હોઈ શકે છે. ઋષભ પંત શીખવામાં ખુબ ચતુર છે. પંતમાં એ ચિંગારી જોવા મળે છે જે આગળ જઈને એક ધધગતી આગ બની શકે છે. પંતની કેપ્ટનશીપમાં દિલ્હી કેપિટલ્સે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરેલું છે. ઋષભ પંતમાં એક ચિંગારી છે જેને જો નેચરલ રીતે આગળ વધવા દેવાય તો તે એક આગ બની શકે છે.

પંતની એક પોતાની જ સ્ટાઈલ છે અને તેઓ યુનિક બ્રાન્ડની ક્રિકેટ રમે છે. ઋષભ પંતની બેટિંગથી ખુબ એન્ટરટેઈનમેન્ટ થાય છે. દરેક કંડિશનમાં આ યુવા બેટરનો જલવો જોવા મળતો હોય છે. વિકેટકિપિંગમાં પણ ઋષભ પંતનું પ્રદર્શન શાનદાર જોવા મળ્યું છે. પંતની બેટિંગની સ્ટાઈલ પણ ખુબ આક્રમક છે. પંતથી બેસ્ટ કઢાવવાનો એક જ રસ્તો છે કે તેમને એ કરવા દેવામાં આવે જે તેઓ કરવા માંગે છે.

આ પણ વાંચો :-

Royal Enfield ની સૌથી મોંઘી બાઈક થઈ વધુ મોંઘી, કિંમતમા આટલો થયો વધારો

Royal Enfield

  • Royal Enfield Super Meteor 650 : Royal Enfieldએ આ વર્ષે જાન્યુઆરીમાં તેની બહુપ્રતીક્ષિત સુપર મીટીયોર 650 લોન્ચ કરી. તે ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ કંપનીની સૌથી મોંઘી અને ફ્લેગશિપ મોટરસાઈકલ છે.

Royal Enfieldએ આ વર્ષે જાન્યુઆરીમાં તેની બહુપ્રતીક્ષિત સુપર Meteor 650 લોન્ચ કરી. તે ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ કંપનીની સૌથી મોંઘી અને ફ્લેગશિપ મોટરસાઈકલ છે. હવે, સત્તાવાર લોન્ચ થયાના પાંચ મહિનાની અંદર Super Meteor 650ની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. તેની કિંમતમાં આ પ્રથમ વધારો છે. વધારા પછી Royal Enfield Super Meteor 650 ની કિંમત હવે રૂ.3.54 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે જે અગાઉ રૂ.3.49 લાખ હતી. તેની કિંમતમાં 5,000 રૂપિયાનો વધારો થયો છે.

Royal Enfield Super Meteor 650 ત્રણ વેરિઅન્ટમાં વેચાઈ રહી છે – એસ્ટ્રલ, ઈન્ટરસ્ટેલર અને સેલેસ્ટિયલ. તેના એસ્ટ્રલ વેરિઅન્ટની કિંમત હવે રૂ. 3.54 લાખ (એક્સ-શોરૂમ), ઇન્ટરસ્ટેલર વેરિઅન્ટની કિંમત રૂ. 3.69 લાખ (એક્સ-શોરૂમ) અને સેલેસ્ટિયલ વેરિઅન્ટની કિંમત રૂ.3.84 લાખ (એક્સ-શોરૂમ) છે. ત્રણેય વેરિઅન્ટની કિંમતમાં 5,000 રૂપિયાની સમાન રકમનો વધારો કરવામાં આવ્યો છે.

Royal Enfield Super Meteor 650 એ 650cc પેરેલલ-ટ્વીન, એર- અને ઓઇલ-કૂલ્ડ ઇંધણ-ઇન્જેક્ટેડ એન્જિન દ્વારા સંચાલિત છે. જે 46.3bhp અને 52.3Nm આઉટપુટ આપે છે. તે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. ઈન્ટરસેપ્ટર 650 અને કોન્ટિનેંટલ જીટી 650માં પણ આ જ એન્જિન પહેલેથી જ ઓફર કરવામાં આવ્યું છે.

ફીચર્સ વિશે વાત કરીએ તો Royal Enfield Super Meteor 650માં નવી ટ્રિપર નેવિગેશન સિસ્ટમ અને ટ્વિન-પોડ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. તેમાં 43 mm USD ફ્રન્ટ ફોર્ક્સ અને પાછળના ભાગમાં ડ્યુઅલ સ્પ્રિંગ-લોડેડ શોક એબઝોર્બર છે. આગળ અને પાછળ ડિસ્ક બ્રેક્સ પણ છે આગળ અને પાછળના ભાગમાં LED લાઈટિંગ પણ છે.

આ પણ વાંચો :-

દુનિયાની સૌથી ખૂબસુરત પ્રધાનમંત્રીના થયા છૂટાછેડા, પ્રાઈવેટ વીડિયો થયો હતો લીક

The most beautiful Prime Minister

  • ફિનલેન્ડના પીએમ સના મારિન તેના પતિ સાથે છુટાછેડા થયા છે. બીજી તરફ ચૂંટણીમાં હાર બાદ સના સપ્ટેમ્બર મહિનામાં પીએમ પદ પણ છોડવાની છે.

ફિનલેન્ડની (Finland) સૌથી નાની ઉંમર એટલે કે માત્ર 34 વર્ષની ઉંમરમાં વડાપ્રધાન બનેલા સના મારિનનાં તેના પતિ સાથે છુટાછેડા થયા છે. બીજી તરફ ચૂંટણીમાં હાર બાદ સના સપ્ટેમ્બર મહિનામાં પીએમ પદ પણ છોડવાની છે.મહત્વનું છે કે સના તથા તેના પતિ માર્ક્સ રાયકોનેને (Marks Raiko) ઈન્સ્ટાગ્રામ દ્વારા આ મામલે જાહેરાત કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે 19 સાલ સાથે રહેવા બદલ આભારી છીએ. મહત્વનું છે કે બનેને એક દીકરી પણ છે.

મારિનનો જન્મ 16 નવેમ્બર,1985માં ફિનલેન્ડમાં થયો હતો :

માર્ક્સ રાયકો અને પીએમ સના 2020માં લગ્ન ગ્રંથિથી જોડાયાએ હતા. આ દરમિયાન તેઓએ ઇન્ટગ્રામ પર પોસ્ટ શેર કરી હતી. ફિનલેન્ડના રાજકીય ઈતિહાસમાં સના મારિનને સૌથી નાની ઉંમરે પીએમ બનવાનું સૌભાગ્ય સાંપડયું છે. જોકે ફિનલેન્ડની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીએ (Social Democratic Party) ગત મહિના ચૂંટણીમાં હારનો સામનો કરવાની નોબત આવી હતી.

એ પણ મહત્વનું છે કે સુસની ધમકી વચ્ચે પણ પીએમએ નાટોમા સહભાગી થવાનો નિણર્ય કર્યો હતો. સના મારીને પીએમ એન્ટી રિનેને વિશ્વાસમતમાં હરાવ્યા હતા. મારિનનો જન્મ 16 નવેમ્બર,1985માં ફિનલેન્ડમાં થયો હતો. વર્ષ-2015માં તેણી સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવી હતી.

અગાઉ થયો હતો વીડિયો વાયરલ :

ગત ઓગષ્ટ માસમાં ફિનલેન્ડના વડાપ્રધાન સના મારિનનો પાર્ટી કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે પોતાના મિત્રો સાથે ડાન્સ કરતી જોવા મળી રહી હતી. આ વીડિયો વાયરલ થયા બાદથી ફિનલેન્ડની વિપક્ષી પાર્ટીઓએ તેમના પર આક્ષેપો કરવાનું શરૂ કરી દીધું હતું.જેના કારણે બાદમાં વિવાદ સર્જાયા બાદ તે ખૂબ ચર્ચામાં આવ્યા હતા. વિપક્ષી નેતાઓએ માંગ કરી હતી કે પીએમ સના મારિને પોતાનો ડ્રગ ટેસ્ટ કરાવવો જોઈએ.

આ પણ વાંચો :-

BIG BREAKING : પાવાગઢમાં ફરી મોટી દુર્ઘટના ; વિશ્રામ કુટિર ઉતારતી વખતે ૦૩ લોકો દટાયા, ૦૨ ઈજાગ્રસ્ત

0

BIG BREAKING

  • પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચી ગયા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે એક અઠવાડિયા પહેલા જ આવા જ અકસ્માત થયો હતો. જેમાં એક મહિલાનું મોત અને ૦૯ યાત્રિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

યાત્રાધામ પાવાગઢમાં (Pilgrimage Pavagadh) ફરી એક વખત મોટો અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. વિશ્રામ કુટિર (Rest cottage) ઉતારવાની કામગીરી દરમ્યાન ફરી એક મોટો અકસ્માત થયો છે. ફરી એક વખત વિશ્રામકુટીરનો ઢાંચો તૂટતા શ્રમિકો દબાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ અકસ્માતમાં ૦૩ શ્રમિકો દબાયા હોવાના અહેવાલ છે. હાલ ત્રણેય શ્રમિકોને હાલોલ રેફરલ હોસ્પિટલમાં (Halol Referral Hospital) સારવાર માટે ખસેડાયા છે. જ્યારે અતિ ગંભીર ઇજાગ્રસ્ત ૦૨ શ્રમિકોને રીફર કરાયા છે.

પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચી ગયા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે એક અઠવાડિયા પહેલા જ આવા જ અકસ્માત થયો હતો. જેમાં એક મહિલાનું મોત અને ૦૯ યાત્રિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

અત્રે નોંધનીય છે કે એક અઠવાડિયા પહેલા જ પાવાગઢના માચી ખાતે દુર્ઘટના સર્જાઈ હતી. અહીં માઈ ભક્તો માટે બનાવવામાં આવેલ વિશ્રામ કુટિરનો ઘુમ્મટ તૂટ્યો હતો. જેમાં ૧૦થી વધુ લોકો દટાયા છે અને એક મહિલાનું મોત થયું હતું. પથ્થરથી બનાવેલો ઘુમ્મટ ધરાશાયી થતાં આ ગમખ્વાર દુર્ઘટના બની હતી. એટલું જ નહીં ૦૨ બાળકો અને ૦૩ મહિલાઓ સહિત ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

આ પણ વાંચો :-

IPL 2023 : યુવા બેટર યશસ્વી જાયસવાલનો ધમાકો, 13 બોલમાં અડધી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ

0

IPL 2023

  • KKR vs RR : રાજસ્થાન રોયલ્સના યુવા બેટર યશસ્વી જાયસવાલે આઈપીએલ ઈતિહાસની સૌથી ઝડપી અડધી સદી ફટકારી દીધી છે. જયસવાલે કોલકત્તાના ઈડન ગાર્ડનમાં આ રેકોર્ડ બનાવ્યો છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ-2023ની 56મી મેચમાં વધુ એક નવો રેકોર્ડ બની ગયો છે. રાજસ્થાન રોયલ્સના યુવા બેટર યશસ્વી જાયસવાલે (Yashaswi Jaiswale) આઈપીએલ ઈતિહાસની સૌથી ઝડપી અડધી સદી ફટકારી દીધી છે. યશસ્વીએ પ્રથમ ઓવરમાં જ 26 રન ફટકારી દીધા હતા. જયસવાલે પ્રથમ ત્રણ ઓવરમાં જ પોતાની અડધી સદી ફટકારી દીધી હતી. તેણે માત્ર 13 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. જાયસવાલે કેએલ રાહુલનો (KL Rahul) રેકોર્ડ તોડી દીધો છે.

આઈપીએલ ઈતિહાસની સૌથી ઝડપી અડધી સદી :

યશસ્વી જાયસવાલે પ્રથમ બોલથી જ આક્રમક શરૂઆત કરી હતી. તેણે નીતિશ રાણાની પ્રથમ ઓવરમાં બે સિક્સ અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે કોલકત્તાના દરેક બોલર પર આક્રમક પ્રહાર કર્યા હતા. ત્રીજી ઓવરના પાંચમાં બોલ પર યશસ્વીએ પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે આઈપીએલ ઈતિહાસની સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

આ પણ વાંચો :-

મ્યૂચુઅલ ફંડમાંથી કરોડપતિ બનવા માટે ઓછામાં ઓછું કેટલું રોકાણ જરૂરી છે ? 

0

What is the minimum investment

  • કરોડપતિ બનવાનું દરેકનું સપનું હોય છે. આ સપનાને પૂરુ કરવા માટે તમારે કોઈ વધુ રિટર્ન આપનારી મ્યૂચુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણ કરવું પડશે. અહીં અમે તમને આવી કેટલીક સ્કીમ્સ જણાવી રહ્યાં છીએ.

જો તમે મ્યૂચુઅલ ફંડ (Mutual fund) સ્કીમ્સમાં રોકાણ દ્વારા કરોડપતિ બનવાનું સપનું જોઈ રહ્યાં છો તો આજે તમને જણાવશું કે આ ખરેખર સંભવ છે. પરંતુ તેમાં થોડો સમય લાગી શકે છે. તમારે મ્યૂચુઅલ ફંડમાં પૈસા લગાવ્યા બાદ ધૈર્યની સાથે રાહ જોવી પડશે. હવે તમારા મનમાં સવાલ જરૂર ઉઠશે કે કરોડપતિ બનવા માટે તમારે મ્યૂચુઅલ ફંડમાં કેટલું રોકાણ કરવું પડશે? આ સવાલનો જવાબ તમને આપવા જઈ રહ્યાં છીએ.

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે કરોડો રૂપિયા હોય. પરંતુ મોટાભાગના લોકો એ નથી સમજતા કે કરોડપતિ બનવા માટે મ્યૂયુઅલ ફંડમાં કેટલા પૈસા અને કેટલા સમય માટે રોકાણ કરવું જોઈએ? જો તમને પણ આવી જ મૂંઝવણ હોય તો ચાલો સમજીએ.

એક સાથે લગાવવા પડશે પૈસા :

જો કોઈ 20 વર્ષની ઉંમરમાં એક લાખ રૂપિયાનું રોકાણ મ્યૂચુઅલ ફંડ સ્કીમમાં કરે છે તો તે તેને કરોડપતિ બનાવી શકે છે. જો 20 વર્ષની ઉમરમાં રોકાણ કરવામાં આવેલા 1 લાખ રૂપિયા પર 12 ટકા રિટર્ન મળે છે તો તે 60 વર્ષની ઉંમરમાં કરોડપતિ બની જશે. તમને જણાવી દઈએ કે મ્યૂચુઅલ ફંડ સ્કીમ 12 ટકાનું રિટર્ન આરામથી આપી શકે છે. માર્કેટમાં એવા ઘણી મ્યૂચુઅલ ફંડ સ્કીમ્સ ઉપલબ્ધ છે જે 12 ટકાથી વધુનું રિટર્ન આપે છે.

મંથલી કરવું પડશે રોકાણ :

જો તમે એક સાથે 1 લાખ રૂપિયાનું રોકાણ કરવાની જગ્યાએ દર મહિને રોકાણ કરવા ઈચ્છો છો તો તમે 60 વર્ષની ઉંમર સુધી સતત 750 રૂપિયાનું રોકાણ કરી કરોડપતિ બની શકો છો. જો મ્યૂચુઅલ ફંડ પર 10 ટકા રિટર્ન મળે તો 60 વર્ષની ઉંમરમાં આશરે 1 કરોડ રૂપિયાનું ફંડ તૈયાર થઈ જશે. જો 1 લાખ રૂપિયાના રોકાણ પર 8 ટકાનું રિટર્ન મળે તો તે 60 વર્ષની ઉમરમાં કરોડપતિ બનવા માટે તમારે દર મહિને 2200 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

સૌથી વધુ રિટર્ન આપનાર મ્યૂચુઅલ ફંડ સ્કીમ્સ :

દેશની ટોપ મ્યૂચુઅલ ફંડ સ્કીમ ક્વાંટ સ્મોલ કેપ મ્યૂચુઅલ ફંડ સ્કીમ છે. જે છેલ્લા પાંચ વર્ષથી સતત 24.08 ટકાનું રિટર્ન આપી રહી છે. આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ ટેક્નોલોજી મ્યૂચુઅલ ફંડ સ્કીમ છેલ્લા પાંચ વર્ષથી સતત 21.14 ટકાનું રિટર્ન આપી રહી છે.

આ રીતે એસબીઆઈ ટેક્નોલોજી ઓપર્ચ્યુનિટીઝ મ્યૂચુઅલ ફંડ છેલ્લા પાંચ વર્ષથી સતત 20.85 ટકાનું રિટર્ન આપી રહી છે. તો આદિત્ય બિરલા સન લાઈફ ડિજિટલ ઈન્ડિયા મ્યૂચુઅલ ફંડ સ્કીમ પણ પાંચ વર્ષથી સતત 20.67 ટકાનું રિટર્ન આપી રહી છે. આ રીતે કોઈ સ્કિમ તમે રોકાણ માટે પસંદ કરી શકો છો.

આ પણ વાંચો :-

 

પાન કાર્ડમાં નામ અને DOB ચેન્જ કરાવવાનું બન્યું સરળ, જાણો પ્રક્રિયા

0

Changing name and DOB

  • બેંકમાં ખાતું ખોલાવવું હોય કે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ (Income Tax Return) કરવું હોય તો દરેક જગ્યાએ પાન કાર્ડ (PAN Card) જરૂરી છે. જો તમે પાન કાર્ડ માટે અરજી કરવા માંગો છો. તો તમે તેને આવકવેરા વેબસાઇટ પરથી કરી શકો છો.

આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે PAN કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ (Online download) કરવું. આ સાથે અમે તમને જણાવીશું કે તમે PAN ની ભૂલને કેવી રીતે સુધારી શકો છો.

બેંકમાં ખાતું ખોલાવવું હોય કે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ (Income Tax Return)કરવું હોય તો દરેક જગ્યાએ પાન કાર્ડ (PAN Card) જરૂરી છે. જો તમે પાન કાર્ડ માટે અરજી કરવા માંગો છો, તો તમે તેને આવકવેરા વેબસાઇટ પરથી કરી શકો છો.

PAN કાર્ડ (PAN Card Name Update) એ 10 અંકનો યુનિક આલ્ફાન્યૂમેરિક નંબર છે અને તે ભારતીય કર વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. તેનો ઉપયોગ માત્ર ટેક્સ હેતુ માટે જ નહીં પરંતુ ઓળખ કાર્ડ તરીકે પણ થાય છે.

તે ભારતીય નાગરિકો માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનો એક છે. પરંતુ ઘણી વખત તેમાં કેટલીક ભૂલો હોય છે જેને સુધારવામાં ન આવે તો નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમે તમારા PAN કાર્ડમાં નામ અને જન્મ તારીખમાં ઓનલાઈન સુધારો કરી શકો છો. આ માટે તમારે કોઈ ઓફિસની મુલાકાત લેવાની જરૂર નથી. આજે અમે તમને કેટલાક સરળ સ્ટેપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના દ્વારા તમે PAN કાર્ડમાં નામ (PAN Card Name Update), જન્મ તારીખ (Date of Birth) વગેરે જેવી માહિતી અપડેટ કરી શકો છો :

અપડેટ કરવા માટે 96 રૂપિયા ચૂકવવા પડશે :

જો કે PAN કાર્ડ ધારકે યાદ રાખવું જોઈએ કે PAN કાર્ડમાં નામ, જન્મ તારીખમાં ફેરફાર મફતમાં કરવામાં આવતો નથી. આ માટે તમારે 96 રૂપિયા (રૂ. 85 એપ્લિકેશન ફી અને 12.36 ટકા સર્વિસ ટેક્સ) ચૂકવવા પડશે.

પાન કાર્ડમાં માહિતી આ રીતે અપડેટ કરો-

  • મોટાભાગના પાન કાર્ડમાં માહિતી અપડેટ કરવા માટે, આવકવેરા વિભાગની વેબસાઇટ https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html પર ક્લિક કરો.
  • અહીં તમે PAN કાર્ડમાં ફેરફાર અથવા Changes or Correction અથવા પાન કાર્ડની Reprint of PAN Card પર ક્લિક કરો.
  • આ પછી તમારી પાસેથી માંગેલા દસ્તાવેજોની નકલ અપલોડ કરો જેમ કે આધાર કાર્ડ, પાસપોર્ટ વગેરે.
    આગળ તમારે અપડેટ માટે ઓનલાઈન પેમેન્ટ કરવું પડશે.
  • તમારે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ વગેરે જેવી કોઈપણ પદ્ધતિ દ્વારા ઓનલાઈન પેમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
  • તમારે આ ટ્રાન્ઝેક્શનનો નંબર નોંધવો પડશે.
  • આ પછી તમને એક ફોર્મ મળશે જે તમારે ભરીને સબમિટ કરવાનું રહેશે.
  • આ પછી તમારી PAN માહિતી અપડેટ થઈ જશે.

આ પણ વાંચો :-

૧૨ મે ૨૦૨૩નું રાશિફળ : આ રાશિનાં જાતકોની બગડી શકે છે તબિયત, તો આ જાતકોને મળશે વ્યવસાયમાં ઉત્તમ તક, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Horoscope of 12 May 2023

મેષઃ
માનસિક શાંતિ જળવાય. આવકનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા, નવી નકોકરી અથવા બઢતી, બદલી શક્ય બને. નવા ધંધાની શરૂઆત કરી શકાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભફળ મળે. માતૃસુખ-પિતૃસુખ જળવાય. માન, સન્માન વધે.

વૃષભઃ
કોઈ મહત્ત્વપૂર્ણ સમાચાર મળવાની શક્યતા છે. ભાવનાત્મક રૂપથી આપ ખૂબ સશકત રહેશો. અટવાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય. પતિ-પત્નિ વચ્ચે પ્રેમ જળવાય. વ્યવસાયિક ગતિવિધિઓમાં પ્રગતિ થતી જણાય.

મિથુનઃ
આજે ખાસ આવક આવવાની સંભાવના જણાતી નથી. જીવનસાથી સાથે સારો સમય પસાર થાય. કોઈ કોઈ સમયે શરીરમાં થોડી નબળાઈનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેવા પામે.

કર્કઃ
દિવસભર વ્યસ્તતા બની રહેશે. ઉત્સાહના કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો સાથે રૂરવા જવાના યોગ બને. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થતી જણાય. આરોગ્ય જળવાય. મિત્રોની મુુલાકાત શક્ય બને.

સિંહઃ
માનસિક તણાવને કારણે આર્થિક ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં અસમર્થતા વર્તાય. સંતાન તરફતી સારા સમાચારા મળે. જીવનસાથી ને સમય અપી શકાશે નહીં. યશ પ્રતિષ્ઠા વધે. શરદી-ખાંસી કફનો ઉપદ્રવ રહે.

કન્યાઃ
જીવનસાથી સાથે તણાવભર્યું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યો વચ્ચે વાદવિવાદ ટાળવો. સંતાનની પ્રગતિથી આનંદ થાય. એમના પ્રશ્નો ઉકેલાતા જણાય. ગરમીને કારણે માથાનો દુઃખાવો સંભવે.

તુલાઃ
ભાવનાત્મક રૂપથી આપ ખૂબ જ લાગણીશીલ રહેશો. આપના કાર્યોને પૂરા કરવા માટે દીલથી મહેનત કરો. ઈશ્વર તમારે સાથ આપશે. આર્થિક ગતિવિધિઓ સામાન્ય રહેશે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય જળવાશે.

વૃષિકઃ
આજે‌ દિવસ દરમ્યાન ધન, રોકાણ તથા પરિવારના કાર્યોમાં સમય પસાર થાય વરસાગત સંપત્તિ સંબંધિત મામલા ઉકેલાઈ શકે છે. તમામ ક્ષેત્રે સફળતનો અનુભવ થાય. સ્વભાવમાં અકારણ ઉગ્રતા ટાળવી.

ધનઃ
માન-સન્માનમાં વૃદ્ધિ થતી જણાય. ધર્મ-કર્મ પ્રત્યે વિશેષ આસ્થા અને વિશ્વાસ જાગૃત થાય. આવકનું પ્રમાણ જળવાય. સંતાન સંબંધી સમસ્યાઓ ઉકેલાતી જણાય. જીવનસાથીનો સહયોગ તમને નિર્ણય લેવામાં મદદ કરશે.

મકરઃ
માનસિક સ્થિરતા રહે. દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. સિમેન્ટ, સેનેટરી, ચા, ખેતી તેમજ ‌ઈલેક્ટ્રોનિક્સના ધંધામાં વિશેષ લાભ. જીવનસાથી સાથે વિવાદ ટાળશો તો આનંદ. માનાના દુઃખાવાથી સમસ્યા રહે.

કુંભઃ
સંબંધમાં તણાઈને ખોટ નિર્ણય લેશો નહીં. ધંધાકીય ક્ષેત્રે જોખમ ટાળવું. અગત્યના આર્થિક ધંધાકીય કાર્યો મુલતી રાખવા. નાણાં ગુમાવવાના યોગ બને છે. સ્વાસ્થય બેદરકારી રાખવાથી સમસ્યા વધતી જણાય.

મીનઃ
પરિવારમાં કોઈ પણ મુદ્દાને લઈને તણાવ ટાળવો. સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. મિત્રોના સહકારને લઈને કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકથી લાભ મેળવી શકાય. ધંધામાં લાભ, યશ, પ્રતિષ્ઠા વધે.

આ પણ વાંચો :-

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વધુ એક એક્ટ્રેસે ખરીદ્યો ‘સપનાનો મહેલ’, કિંમત કરોડોમાં, સાંભળીને જ ચોંકી જશો

Another actress  

  • સમંથા રુથ પ્રભુ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. ક્યારેક તેના અંગત જીવનના કારણે તો ક્યારેક તેના બોલ્ડ લુકને લઈને આજે ફરી તે ચર્ચામાં આવી છે.

સુપરસ્ટાર એક્ટ્રેસ સમંથા રુથ પ્રભુ (Samantha Ruth Prabhu) પોતાના ફેન્સના દિલો પર રાજ કરે છે. તે સાઉથ સિનેમાની હાઈએસ્ટ પેડ એક્ટ્રેસ છે. સમંથા રુથ પ્રભુ લગ્ઝુરિયસ લાઈફ જીતી છે. તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈ હંમેશા ચર્ચામાં રહે છે.

એક અહેવાલ અનુસાર સમંથા હવે એક નવા આલિશાન ઘરની માલકિન બની ગઈ છે. એક્ટ્રસે પોતાની માટે કરોડોનું ઘર ખરીદી છે.

સમંથાના (Samantha) નવા ઘરની કિંમત લગભગ 7.8 કરોડ રુપિયા છે. આ એક 3 બીએચકે ફ્લેટ છે. રિયલ સ્ટેટ ડેટા એનાલિટિક્સ ફર્મ સીઆરઈ મેટ્રિક્સ અનુસાર આલિશાન ઘરમાં 13માં માળ પર 3,920 સ્કાયર ફુટ અને 14મા માળ પર 4,024 સ્કાયર ફુટનું બિલ્ડ અપ સ્પેસ છે.

સમંથાએ આ ઘર હૈદરાબાદમાં ખરીદ્યુ છે. ઘરની સાથે 6 પાર્કિંગ સ્લોટસ મળી છે. રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે, ઘરનું એન્ટીરિયર સમંથાની પસંદનું છે. એન્ટીરિયરમાં મોડર્નિટી અને એલિગેંસનું બ્લેંડ જોવા મળશે.

આ અગાઉ સમંથાએ મુંબઈમાં 15 કરોડનું એપાર્ટમેન્ટ ખરીદ્યુ છે. અહેવાલ અનુસાર એક્ટ્રેસની પાસે જુબલી હિલ્સમાં 100 કરોડનો એક આલિશાન ઘર પણ છે.

આલિશાન ઘરોની સાથે સમંથાની પાસે અનેક લગ્ઝુરિયસ ગાડીઓની માલિકીન છે. એક્ટ્રેસની પાસે રેંજ રોવર, BMW7 કાર પણ છે. સમંથા એક ફિલ્મ માટે 3થી 4 કરોડ રુપિયા ચાર્જ કરે છે. આ ઉપરાંત તે બ્રાંડ એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે.

આ પણ વાંચો :-

ગુજરાત અને મધ્યપ્રદેશની જીવાદોરી નર્મદાની પરિક્રમાને મળી શકે છે વર્લ્ડ હેરિટેઝનો દરજ્જો

0

Circumstances of Gujarat  

  • Tourism and Culture : અમરકંટક સમુદ્ર સપાટીથી 3600 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે અને અમરકંટકને નદીઓની માતા કહેવામાં આવે છે. અમરકંટકમાં આવેલ કોટીતીર્થ મા નર્મદાનું મૂળ સ્થાન છે. અહીં નર્મદા ઉદગમ કુંડ છે. જ્યાંથી નર્મદા નદી વહે છે.

દેશ અને રાજ્યના લાખો લોકોની આસ્થા સાથે જોડાયેલી નર્મદા પરિક્રમાને (Narmada Parikrama) યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવિષ્ટ થઈ શકે છે. મધ્યપ્રદેશના (Madhya Pradesh) પર્યટન અને સંસ્કૃતિ વિભાગે યુનેસ્કોની ઈન્ટેંજિબલ સૂચિ (UNESCO Intangible List) માટે તેનું નામ કેન્દ્ર સરકારને મોકલ્યું છે. જો ત્યાંથી પરવાનગી મળશે તો નર્મદા પરિક્રમા યુનેસ્કોની યાદીમાં સમાવિષ્ટ થઈ શકશે.

નર્મદા પરિક્રમાનું ધાર્મિક-આધ્યાત્મિક મહત્વ સમજાવવામાં આવ્યું છે. લગભગ ૨૬૦૦ કિમીની આખી યાત્રા નર્મદાના ઉદ્ધમ સ્થાન અમરકંટકથી શરૂ થાઈને ગુજરાતના ભરૂચ થઈને અમરકંટક પર જ સમાપ્ત થાય છે. ૩-૪ મહિનામાં ચાલતા પરિક્રમા પૂર્ણ કરી શકાય છે.

અમરકંટક સમુદ્ર સપાટીથી ૩૬૦૦ ફૂટની ઉંચાઈ પર સ્થિત છે અને અમરકંટકને નદીઓની માતા કહેવામાં આવે છે. અમરકંટકમાં આવેલ કોટીતીર્થ મા નર્મદાનું મૂળ સ્થાન છે. અહીં નર્મદા ઉદગમ કુંડ છે. જ્યાંથી નર્મદા નદી વહે છે. અહીંથી લગભગ પાંચ નદીઓ નીકળે છે. જેમાં નર્મદા નદી, સોન નદી અને જોહિલા નદી મુખ્ય છે. અહીં સફેદ રંગના લગભગ ૩૪ મંદિરો છે.

નર્મદા નદીનું ધાર્મિક મહત્વ : 

રામાયણ, મહાભારત તેમજ પૌરાણિક ગ્રંથોમાં નર્મદા નદીનું વર્ણન કરવામાં આવ્યું છે. હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે આ નદીના કિનારે સ્થિત તીર્થસ્થાનોની મુલાકાત લેવાથી વ્યક્તિને પુણ્ય મળે છે. એવું માનવામાં આવે છે કે આ નદી કુંવારી સ્વરૂપમાં છે.

નર્મદા પરિક્રમા :

નર્મદા પરિક્રમા મધ્યપ્રદેશના અમરકંટક શરૂ થઈ ગુજરાતના ભરૂચ થઈને ફરી અમરકંટકએ આવી પૂર્ણ થાય છે. આખી યાત્રા લગભગ ૨૬૦૦ કિમીની છે. ચાલતા પરિક્રમા ૩-૪ મહિનામાં પૂર્ણ થાય છે. કેટલાક લોકો કહે છે કે જો નર્મદાજીની પરિક્રમા યોગ્ય રીતે કરવામાં આવે તો નર્મદાજીની પરિક્રમા ૩ વર્ષ, ૩ મહિના અને ૧૩ દિવસમાં પૂર્ણ થાય છે. પરંતુ કેટલાક લોકો ૧૦૮ દિવસમાં પણ પૂર્ણ કરે છે.

આ પણ વાંચો :-