Royal Enfield ની સૌથી મોંઘી બાઈક થઈ વધુ મોંઘી, કિંમતમા આટલો થયો વધારો

Share this story

Royal Enfield

  • Royal Enfield Super Meteor 650 : Royal Enfieldએ આ વર્ષે જાન્યુઆરીમાં તેની બહુપ્રતીક્ષિત સુપર મીટીયોર 650 લોન્ચ કરી. તે ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ કંપનીની સૌથી મોંઘી અને ફ્લેગશિપ મોટરસાઈકલ છે.

Royal Enfieldએ આ વર્ષે જાન્યુઆરીમાં તેની બહુપ્રતીક્ષિત સુપર Meteor 650 લોન્ચ કરી. તે ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ કંપનીની સૌથી મોંઘી અને ફ્લેગશિપ મોટરસાઈકલ છે. હવે, સત્તાવાર લોન્ચ થયાના પાંચ મહિનાની અંદર Super Meteor 650ની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. તેની કિંમતમાં આ પ્રથમ વધારો છે. વધારા પછી Royal Enfield Super Meteor 650 ની કિંમત હવે રૂ.3.54 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે જે અગાઉ રૂ.3.49 લાખ હતી. તેની કિંમતમાં 5,000 રૂપિયાનો વધારો થયો છે.

Royal Enfield Super Meteor 650 ત્રણ વેરિઅન્ટમાં વેચાઈ રહી છે – એસ્ટ્રલ, ઈન્ટરસ્ટેલર અને સેલેસ્ટિયલ. તેના એસ્ટ્રલ વેરિઅન્ટની કિંમત હવે રૂ. 3.54 લાખ (એક્સ-શોરૂમ), ઇન્ટરસ્ટેલર વેરિઅન્ટની કિંમત રૂ. 3.69 લાખ (એક્સ-શોરૂમ) અને સેલેસ્ટિયલ વેરિઅન્ટની કિંમત રૂ.3.84 લાખ (એક્સ-શોરૂમ) છે. ત્રણેય વેરિઅન્ટની કિંમતમાં 5,000 રૂપિયાની સમાન રકમનો વધારો કરવામાં આવ્યો છે.

Royal Enfield Super Meteor 650 એ 650cc પેરેલલ-ટ્વીન, એર- અને ઓઇલ-કૂલ્ડ ઇંધણ-ઇન્જેક્ટેડ એન્જિન દ્વારા સંચાલિત છે. જે 46.3bhp અને 52.3Nm આઉટપુટ આપે છે. તે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. ઈન્ટરસેપ્ટર 650 અને કોન્ટિનેંટલ જીટી 650માં પણ આ જ એન્જિન પહેલેથી જ ઓફર કરવામાં આવ્યું છે.

ફીચર્સ વિશે વાત કરીએ તો Royal Enfield Super Meteor 650માં નવી ટ્રિપર નેવિગેશન સિસ્ટમ અને ટ્વિન-પોડ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. તેમાં 43 mm USD ફ્રન્ટ ફોર્ક્સ અને પાછળના ભાગમાં ડ્યુઅલ સ્પ્રિંગ-લોડેડ શોક એબઝોર્બર છે. આગળ અને પાછળ ડિસ્ક બ્રેક્સ પણ છે આગળ અને પાછળના ભાગમાં LED લાઈટિંગ પણ છે.

આ પણ વાંચો :-