The most beautiful Prime Minister
- ફિનલેન્ડના પીએમ સના મારિન તેના પતિ સાથે છુટાછેડા થયા છે. બીજી તરફ ચૂંટણીમાં હાર બાદ સના સપ્ટેમ્બર મહિનામાં પીએમ પદ પણ છોડવાની છે.
ફિનલેન્ડની (Finland) સૌથી નાની ઉંમર એટલે કે માત્ર 34 વર્ષની ઉંમરમાં વડાપ્રધાન બનેલા સના મારિનનાં તેના પતિ સાથે છુટાછેડા થયા છે. બીજી તરફ ચૂંટણીમાં હાર બાદ સના સપ્ટેમ્બર મહિનામાં પીએમ પદ પણ છોડવાની છે.મહત્વનું છે કે સના તથા તેના પતિ માર્ક્સ રાયકોનેને (Marks Raiko) ઈન્સ્ટાગ્રામ દ્વારા આ મામલે જાહેરાત કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે 19 સાલ સાથે રહેવા બદલ આભારી છીએ. મહત્વનું છે કે બનેને એક દીકરી પણ છે.
મારિનનો જન્મ 16 નવેમ્બર,1985માં ફિનલેન્ડમાં થયો હતો :
માર્ક્સ રાયકો અને પીએમ સના 2020માં લગ્ન ગ્રંથિથી જોડાયાએ હતા. આ દરમિયાન તેઓએ ઇન્ટગ્રામ પર પોસ્ટ શેર કરી હતી. ફિનલેન્ડના રાજકીય ઈતિહાસમાં સના મારિનને સૌથી નાની ઉંમરે પીએમ બનવાનું સૌભાગ્ય સાંપડયું છે. જોકે ફિનલેન્ડની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીએ (Social Democratic Party) ગત મહિના ચૂંટણીમાં હારનો સામનો કરવાની નોબત આવી હતી.
એ પણ મહત્વનું છે કે સુસની ધમકી વચ્ચે પણ પીએમએ નાટોમા સહભાગી થવાનો નિણર્ય કર્યો હતો. સના મારીને પીએમ એન્ટી રિનેને વિશ્વાસમતમાં હરાવ્યા હતા. મારિનનો જન્મ 16 નવેમ્બર,1985માં ફિનલેન્ડમાં થયો હતો. વર્ષ-2015માં તેણી સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવી હતી.
અગાઉ થયો હતો વીડિયો વાયરલ :
ગત ઓગષ્ટ માસમાં ફિનલેન્ડના વડાપ્રધાન સના મારિનનો પાર્ટી કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે પોતાના મિત્રો સાથે ડાન્સ કરતી જોવા મળી રહી હતી. આ વીડિયો વાયરલ થયા બાદથી ફિનલેન્ડની વિપક્ષી પાર્ટીઓએ તેમના પર આક્ષેપો કરવાનું શરૂ કરી દીધું હતું.જેના કારણે બાદમાં વિવાદ સર્જાયા બાદ તે ખૂબ ચર્ચામાં આવ્યા હતા. વિપક્ષી નેતાઓએ માંગ કરી હતી કે પીએમ સના મારિને પોતાનો ડ્રગ ટેસ્ટ કરાવવો જોઈએ.
આ પણ વાંચો :-