પાન કાર્ડમાં નામ અને DOB ચેન્જ કરાવવાનું બન્યું સરળ, જાણો પ્રક્રિયા

Share this story

Changing name and DOB

  • બેંકમાં ખાતું ખોલાવવું હોય કે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ (Income Tax Return) કરવું હોય તો દરેક જગ્યાએ પાન કાર્ડ (PAN Card) જરૂરી છે. જો તમે પાન કાર્ડ માટે અરજી કરવા માંગો છો. તો તમે તેને આવકવેરા વેબસાઇટ પરથી કરી શકો છો.

આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે PAN કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ (Online download) કરવું. આ સાથે અમે તમને જણાવીશું કે તમે PAN ની ભૂલને કેવી રીતે સુધારી શકો છો.

બેંકમાં ખાતું ખોલાવવું હોય કે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ (Income Tax Return)કરવું હોય તો દરેક જગ્યાએ પાન કાર્ડ (PAN Card) જરૂરી છે. જો તમે પાન કાર્ડ માટે અરજી કરવા માંગો છો, તો તમે તેને આવકવેરા વેબસાઇટ પરથી કરી શકો છો.

PAN કાર્ડ (PAN Card Name Update) એ 10 અંકનો યુનિક આલ્ફાન્યૂમેરિક નંબર છે અને તે ભારતીય કર વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. તેનો ઉપયોગ માત્ર ટેક્સ હેતુ માટે જ નહીં પરંતુ ઓળખ કાર્ડ તરીકે પણ થાય છે.

તે ભારતીય નાગરિકો માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનો એક છે. પરંતુ ઘણી વખત તેમાં કેટલીક ભૂલો હોય છે જેને સુધારવામાં ન આવે તો નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમે તમારા PAN કાર્ડમાં નામ અને જન્મ તારીખમાં ઓનલાઈન સુધારો કરી શકો છો. આ માટે તમારે કોઈ ઓફિસની મુલાકાત લેવાની જરૂર નથી. આજે અમે તમને કેટલાક સરળ સ્ટેપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના દ્વારા તમે PAN કાર્ડમાં નામ (PAN Card Name Update), જન્મ તારીખ (Date of Birth) વગેરે જેવી માહિતી અપડેટ કરી શકો છો :

અપડેટ કરવા માટે 96 રૂપિયા ચૂકવવા પડશે :

જો કે PAN કાર્ડ ધારકે યાદ રાખવું જોઈએ કે PAN કાર્ડમાં નામ, જન્મ તારીખમાં ફેરફાર મફતમાં કરવામાં આવતો નથી. આ માટે તમારે 96 રૂપિયા (રૂ. 85 એપ્લિકેશન ફી અને 12.36 ટકા સર્વિસ ટેક્સ) ચૂકવવા પડશે.

પાન કાર્ડમાં માહિતી આ રીતે અપડેટ કરો-

  • મોટાભાગના પાન કાર્ડમાં માહિતી અપડેટ કરવા માટે, આવકવેરા વિભાગની વેબસાઇટ https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html પર ક્લિક કરો.
  • અહીં તમે PAN કાર્ડમાં ફેરફાર અથવા Changes or Correction અથવા પાન કાર્ડની Reprint of PAN Card પર ક્લિક કરો.
  • આ પછી તમારી પાસેથી માંગેલા દસ્તાવેજોની નકલ અપલોડ કરો જેમ કે આધાર કાર્ડ, પાસપોર્ટ વગેરે.
    આગળ તમારે અપડેટ માટે ઓનલાઈન પેમેન્ટ કરવું પડશે.
  • તમારે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ વગેરે જેવી કોઈપણ પદ્ધતિ દ્વારા ઓનલાઈન પેમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
  • તમારે આ ટ્રાન્ઝેક્શનનો નંબર નોંધવો પડશે.
  • આ પછી તમને એક ફોર્મ મળશે જે તમારે ભરીને સબમિટ કરવાનું રહેશે.
  • આ પછી તમારી PAN માહિતી અપડેટ થઈ જશે.

આ પણ વાંચો :-