ગુજરાત અને મધ્યપ્રદેશની જીવાદોરી નર્મદાની પરિક્રમાને મળી શકે છે વર્લ્ડ હેરિટેઝનો દરજ્જો

Share this story

Circumstances of Gujarat  

  • Tourism and Culture : અમરકંટક સમુદ્ર સપાટીથી 3600 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે અને અમરકંટકને નદીઓની માતા કહેવામાં આવે છે. અમરકંટકમાં આવેલ કોટીતીર્થ મા નર્મદાનું મૂળ સ્થાન છે. અહીં નર્મદા ઉદગમ કુંડ છે. જ્યાંથી નર્મદા નદી વહે છે.

દેશ અને રાજ્યના લાખો લોકોની આસ્થા સાથે જોડાયેલી નર્મદા પરિક્રમાને (Narmada Parikrama) યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવિષ્ટ થઈ શકે છે. મધ્યપ્રદેશના (Madhya Pradesh) પર્યટન અને સંસ્કૃતિ વિભાગે યુનેસ્કોની ઈન્ટેંજિબલ સૂચિ (UNESCO Intangible List) માટે તેનું નામ કેન્દ્ર સરકારને મોકલ્યું છે. જો ત્યાંથી પરવાનગી મળશે તો નર્મદા પરિક્રમા યુનેસ્કોની યાદીમાં સમાવિષ્ટ થઈ શકશે.

નર્મદા પરિક્રમાનું ધાર્મિક-આધ્યાત્મિક મહત્વ સમજાવવામાં આવ્યું છે. લગભગ ૨૬૦૦ કિમીની આખી યાત્રા નર્મદાના ઉદ્ધમ સ્થાન અમરકંટકથી શરૂ થાઈને ગુજરાતના ભરૂચ થઈને અમરકંટક પર જ સમાપ્ત થાય છે. ૩-૪ મહિનામાં ચાલતા પરિક્રમા પૂર્ણ કરી શકાય છે.

અમરકંટક સમુદ્ર સપાટીથી ૩૬૦૦ ફૂટની ઉંચાઈ પર સ્થિત છે અને અમરકંટકને નદીઓની માતા કહેવામાં આવે છે. અમરકંટકમાં આવેલ કોટીતીર્થ મા નર્મદાનું મૂળ સ્થાન છે. અહીં નર્મદા ઉદગમ કુંડ છે. જ્યાંથી નર્મદા નદી વહે છે. અહીંથી લગભગ પાંચ નદીઓ નીકળે છે. જેમાં નર્મદા નદી, સોન નદી અને જોહિલા નદી મુખ્ય છે. અહીં સફેદ રંગના લગભગ ૩૪ મંદિરો છે.

નર્મદા નદીનું ધાર્મિક મહત્વ : 

રામાયણ, મહાભારત તેમજ પૌરાણિક ગ્રંથોમાં નર્મદા નદીનું વર્ણન કરવામાં આવ્યું છે. હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે આ નદીના કિનારે સ્થિત તીર્થસ્થાનોની મુલાકાત લેવાથી વ્યક્તિને પુણ્ય મળે છે. એવું માનવામાં આવે છે કે આ નદી કુંવારી સ્વરૂપમાં છે.

નર્મદા પરિક્રમા :

નર્મદા પરિક્રમા મધ્યપ્રદેશના અમરકંટક શરૂ થઈ ગુજરાતના ભરૂચ થઈને ફરી અમરકંટકએ આવી પૂર્ણ થાય છે. આખી યાત્રા લગભગ ૨૬૦૦ કિમીની છે. ચાલતા પરિક્રમા ૩-૪ મહિનામાં પૂર્ણ થાય છે. કેટલાક લોકો કહે છે કે જો નર્મદાજીની પરિક્રમા યોગ્ય રીતે કરવામાં આવે તો નર્મદાજીની પરિક્રમા ૩ વર્ષ, ૩ મહિના અને ૧૩ દિવસમાં પૂર્ણ થાય છે. પરંતુ કેટલાક લોકો ૧૦૮ દિવસમાં પણ પૂર્ણ કરે છે.

આ પણ વાંચો :-