Maharashtra News : 16 ધારાસભ્યો ગેરલાયક ઠરશે તો કોની ઉડી જશે ઊંઘ ?

Share this story

Maharashtra News  

  • મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચ રાજ્યમાં રાજકીય કટોકટીથી સંબંધિત અરજીઓ પર આજે પોતાનો ચુકાદો આપશે.

મહારાષ્ટ્રની (Maharashtra) શિંદે સરકાર માટે આજે (ગુરુવાર) મહત્વનો દિવસ છે. ૨૦૨૨ની મહારાષ્ટ્રની રાજકીય કટોકટી અંગે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને એકનાથ શિંદે (Eknath Shinde) જૂથની દ્વિપક્ષીય અરજીઓ પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. બંધારણીય બેંચમાં જસ્ટિસ એમ.આર.શાહ, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પી.એસ.નરસિંહનો પણ સમાવેશ થાય છે.

બેન્ચે સંબંધિત અરજીઓ પર સુનાવણી પૂર્ણ કર્યા બાદ ૧૬ માર્ચ, ૨૦૨૩ના રોજ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આ કેસની અંતિમ સુનાવણી ૨૧ ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી અને ૯ દિવસ સુધી બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.

સુનાવણીના છેલ્લા દિવસે સર્વોચ્ચ અદાલતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે તે ઉદ્ધવ ઠાકરેની સરકારને કેવી રીતે પુનઃસ્થાપિત કરી શકે છે જ્યારે તત્કાલિન મુખ્ય પ્રધાને ગૃહમાં ફ્લોર ટેસ્ટનો સામનો કરતા પહેલા રાજીનામું આપી દીધું હતું. સુનાવણી દરમિયાન, ઠાકરે જૂથે કોર્ટને વિનંતી કરી હતી કે તેઓ તેમના ૨૦૧૬ના નિર્ણયની જેમ તેમની સરકારને બહાલ કરે. જેણે અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન નબામ તુકીની સરકારને પુનઃસ્થાપિત કરી હતી.

ઠાકરે જૂથનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી અને દેવદત્ત કામત અને એડવોકેટ અમિત આનંદ તિવારી દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે એકનાથ શિંદે જૂથનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ નીરજ કિશન કૌલ, હરીશ સાલ્વે અને મહેશ જેઠમલાણી અને વકીલ અભિકલ્પ સિંઘ દ્વારા પ્રતાપ દ્વારા કરવામાં આવ્યું હતું.

રાજ્યના ગવર્નર ઓફિસ વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર થયા હતા. નોંધપાત્ર રીતે ૧૭ ફેબ્રુઆરીએ, સર્વોચ્ચ અદાલતે મહારાષ્ટ્રના રાજકીય સંકટ સાથે સંબંધિત અરજીઓને સાત જજોની બંધારણીય બેંચને સોંપવાની વિનંતીને નકારી કાઢી હતી.

જો સુપ્રીમ કોર્ટનો નિર્ણય શિંદે સરકારની વિરુદ્ધ જશે તો તેમના માટે સંકટ ઊભું થશે. ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કિસ્સામાં વિધાનસભાનું નવું સમીકરણ નીચે મુજબ હશે. મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ બેઠકો ૨૮૮ છે. જો ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવે તો આ સંખ્યા ૨૭૨ રહી જશે. આ કિસ્સામાં, બહુમતીનો આંકડો ૧૩૭ હશે. વર્તમાન સરકારનું સંખ્યાબળ ૧૬૫ છે. ૧૬ ધારાસભ્યોના વિદાય પછી આ સંખ્યા વધીને ૧૪૯ થઈ જશે. આ પછી જો બાકીના ૨૪ ધારાસભ્યો પણ ઉદ્ધવ પાસે પાછા ફરે છે તો સરકાર લઘુમતીમાં આવી શકે છે.

આ પણ વાંચો :-