Sunday, Jun 15, 2025

Asia Cup 2023 : એશિયા કપ મુશ્કેલીમાં, આ ત્રણ ટીમે રમવાનો ઈનકાર કર્યો

3 Min Read

Asia Cup 2023

  • 2023 Asia Cup : 2023 એશિયા કપ પર સંકટ તોળાઈ રહ્યું છે. વાસ્તવમાં આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાવાની હતી. પરંતુ BCCIએ ટીમ ઈન્ડિયાને ત્યાં મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો.

ક્રિકેટ જગતમાં ‘મિની વર્લ્ડ કપ‘ (Mini World Cup) તરીકે ઓળખાતો એશિયા કપ આ વર્ષે રમાવાનો છે. જોકે હવે આ ટૂર્નામેન્ટ પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. વાસ્તવમાં અગાઉ ૨૦૨૩ એશિયા કપ પાકિસ્તાનમાં (Pakistan) યોજાવાનો હતો. પરંતુ BCCIએ ટીમ ઈન્ડિયાને ત્યાં મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી ટૂર્નામેન્ટ UAEમાં યોજાવાની આશા હતી. પરંતુ આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.

ક્રિકેટ વેબસાઈટ ક્રિકબઝના રિપોર્ટ અનુસાર શ્રીલંકા અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ યુએઈમાં એશિયા કપ રમવાનો ઈન્કાર કરી રહ્યા છે. બંને ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે જો એશિયા કપ UAEમાં યોજાશે તો તેમના ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં નહીં રમે.

રિપોર્ટ અનુસાર ભારતે પાકિસ્તાન જવાનો ઈન્કાર કર્યા બાદ PCB ૨૦૨૩ એશિયા કપ પાકિસ્તાન અને UAEમાં કરાવવા ઈચ્છે છે. પરંતુ સપ્ટેમ્બરની ગરમીને કારણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને શ્રીલંકા ક્રિકેટ (SLC) UAEમાં મેચો રમવા માટે સહમત ન હતા.

આવી સ્થિતિમાં હવે આ ટૂર્નામેન્ટ શ્રીલંકામાં યોજાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે જો તેઓ એશિયા કપના યજમાન ન હોય તો તેઓ આ ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લે.

શ્રીલંકા ક્રિકેટ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે UAEમાં એશિયા કપ રમવા પાછળ સપ્ટેમ્બર મહિનાની ગરમીનો ઉલ્લેખ કર્યો છે. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પછી પીસીબીએ દલીલ કરી છે કે સપ્ટેમ્બરમાં ત્યાં કેટલીક ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

છેલ્લા કેટલાક દિવસોમાં દુબઈની મુલાકાતે ગયેલા PCB વડા નજમ સેઠીએ BCB અને SLC અધિકારીઓ સાથેની તેમની બેઠકમાં જણાવ્યું હતું કે ૫૦-ઓવરનો એશિયા કપ ૨૦૧૮માં ૧૫ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન યોજાયો હતો. જેના માટે BCCI નિયુક્ત યજમાન હતું.

તેણે એમ પણ કહ્યું કે એશિયા કપ ત્યાં ૨૭ ઓગસ્ટથી ૧૧ સપ્ટેમ્બર સુધી ૨૦-૨૦ ફોર્મેટમાં યોજાયો હતો. રિપોર્ટ અનુસાર PCB પાકિસ્તાન-UAEના હાઈબ્રિડ મોડલ માટે દબાણ કરી રહ્યું છે. જેમાં નિષ્ફળ જવાથી તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

આ પણ વાંચો :-

 

Share This Article