દેવભૂમિ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષામાં ચૂક, મંદિરમાં ચલણી નોટો ઉડાવતા લોકો દેખાયા

Share this story

Devbhoomi Dwarka’s

  • વારંવાર આવા ઉત્સવો સમયે અને હંમેશા મીડિયાને મનાઈ ફરમાવી દેતું તંત્ર આવા સમયે મોન જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં નોટો ઉડાળવાના વીડિયો હંમેશા વાયરલ થતાં રહે છે. ત્યારે તેની જવાબદારી કોની ?

દેવભૂમિ દ્વારકાના (Devbhumi Dwarka) દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષાને લઈ મોટી ચૂક સામે આવી છે. દ્વારકા મંદિરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે. પરંતુ એક વીડિયો વાયરલ (Viral Videos) થયો છે. જેના કારણે વિવાદ વકર્યો છે. દ્વારકાધીશ જગત મંદિરે ભગવાનની સન્મુખ ડાયરાની જેમ પુજારીઓ અને યજમાનો દ્વારા નોટો ઉડાળવાનાં વીડિયો વાયરલ થયો છે.

આ પ્રકારનાં વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં કૃષ્ણ ભકતોમાં નારાજગી વ્યાપી ગઈ છે. દ્વારકાધીશ જગત મંદિરે વીઆઈપી કલચર વધતા આમ દર્શન કરવા આવતા ભક્તો હેરાન થતાં હોય છે. સામાન્ય ભક્તો માટે મંદિરમાં મોબાઈલ પ્રતિબંધ છે. ત્યારે પોલીસ અને ગાર્ડસની હાજરીથી મંદિરની સુરક્ષાનું શું? વારંવાર આવા ઉત્સવો સમયે અને હંમેશા મીડિયાને મનાઈ ફરમાવી દેતું તંત્ર આવા સમયે મોન જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં નોટો ઉડાળવાના વીડિયો હંમેશા વાયરલ થતાં રહે છે. ત્યારે તેની જવાબદારી કોની?

શું બની હતી સમગ્ર ઘટના?

તમને જણાવી દઈએ કે દ્વારકા મંદિરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે. તેમ છતાં અંદરનો વીડિયો વાયરલ થયો છે. જે વીડિયોમાં જોઈ શકાય છે કે મંદિરમાં કેટલાક શખ્સોએ ભગવાન દ્વારકાધીશ પર ચલણી નોટ ઉડાવતા જોવા મળી રહ્યાં છે તેમજ ઘણા બધા લોકો મોબાઈલ પર વીડિયો ઉતારતા હોય તેવા પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે.

તપાસના આદેશ અપાયા :

દ્વારકાના જગત મંદિરનો વિડીયો વાયરલ બાબતે ઈન્ચાર્જ કલેક્ટર એસ.ડી.ધાનાણીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે દ્રારકાધીશ જગત મંદિરમાં લોકો નોટો ઉડાળવાનાં વિડીયો વાયરલ થયો હતો. વાયરલ વિડીયો અંગે ઈન્ચાર્જ કલેકટરે તપાસના આદેશ આપ્યાં છે. મંદિરમાં મોબાઈલ પ્રતિબંધ છતાં વિડીયો વાયરલ થતાં અનેક સવાલો ઉભા થયા છે. આવનારા દિવસોમાં ફરી ઘટના ન બને તે માટે મંદિરના વહીવટદારને કડક કાર્યવાહીના આદેશ આપ્યો છે. આ સાથે જ વહીવટી તંત્ર હરકતામાં આવ્યું છે.

આ પણ વાંચો :-