HomeSportsIPL 2023 : યુવા બેટર યશસ્વી જાયસવાલનો ધમાકો, 13 બોલમાં અડધી સદી...

IPL 2023 : યુવા બેટર યશસ્વી જાયસવાલનો ધમાકો, 13 બોલમાં અડધી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ

Date:

Related stories

ડુંગળીના ભાવે લગાવી ‘આગ’! સુરતમાં ભાવ વધવાના આ છે મોટા કારણો

રસોડામાં રોજ વપરાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના બજેટને સીધી...

3400 કિસથી સજાવી કાર, પ્રેમનો આ અંદાજ પડ્યો ભારે; પોલીસે ફટકાર્યો આટલા રુપિયાનો દંડ

ગર્લફ્રેન્ડનો પ્રેમ બતાવવા કાર પર કરાવવામાં આવ્યા 3,400 કિસના...

IPL 2023

  • KKR vs RR : રાજસ્થાન રોયલ્સના યુવા બેટર યશસ્વી જાયસવાલે આઈપીએલ ઈતિહાસની સૌથી ઝડપી અડધી સદી ફટકારી દીધી છે. જયસવાલે કોલકત્તાના ઈડન ગાર્ડનમાં આ રેકોર્ડ બનાવ્યો છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ-2023ની 56મી મેચમાં વધુ એક નવો રેકોર્ડ બની ગયો છે. રાજસ્થાન રોયલ્સના યુવા બેટર યશસ્વી જાયસવાલે (Yashaswi Jaiswale) આઈપીએલ ઈતિહાસની સૌથી ઝડપી અડધી સદી ફટકારી દીધી છે. યશસ્વીએ પ્રથમ ઓવરમાં જ 26 રન ફટકારી દીધા હતા. જયસવાલે પ્રથમ ત્રણ ઓવરમાં જ પોતાની અડધી સદી ફટકારી દીધી હતી. તેણે માત્ર 13 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. જાયસવાલે કેએલ રાહુલનો (KL Rahul) રેકોર્ડ તોડી દીધો છે.

આઈપીએલ ઈતિહાસની સૌથી ઝડપી અડધી સદી :

યશસ્વી જાયસવાલે પ્રથમ બોલથી જ આક્રમક શરૂઆત કરી હતી. તેણે નીતિશ રાણાની પ્રથમ ઓવરમાં બે સિક્સ અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે કોલકત્તાના દરેક બોલર પર આક્રમક પ્રહાર કર્યા હતા. ત્રીજી ઓવરના પાંચમાં બોલ પર યશસ્વીએ પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે આઈપીએલ ઈતિહાસની સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories