Home Blog Page 1085

ધોની ફેન્સની બીકે ઉપર બેટિંગ કરવા નથી આવતો રવીન્દ્ર જાડેજા ? કર્યો મોટો ખુલાસો

0

Ravindra Jadeja is not coming 

  • IPL 2023 Ravindra Jadeja : ગઈકાલની મેચ બાદ મુરલી કાર્તિકે જાડેજાને કેટલાક સવાલ કર્યા હતા. જેના જાડેજાએ ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યા.

10 મે એ ચેપોકની વિકેટ પર રવિન્દ્ર જાડેજાએ (Ravindra Jadeja) દિલ્હીના (Delhi) બોલરોને ચોંકાવી દીધી અને મેચના બાદ કહી પણ દીધુ કે તેમને ખૂબ જ મજા આવી અને એવી વિકેટ દરેક વખતે મલતી રહે. મેચના બાદ મુરલી કાર્તિકે જ્યારે આ વિશે સવાલ કર્યો તો રવિન્દ્ર જાડેજાએ કહ્યું

“બિલકુલ. હું તો ઈચ્છું છું કે સાત મેચમાં મળે અને અત્યાર સુધી જે છ મેચ રમી છે તેમાં આવી જ વિકેટ હતી અને એક સ્પિનરના રૂપમાં સારૂ લાગે છે. જો બોલ રોકાઈ રહી છે. સ્પિન થઈ રહી છે તો સારૂ તો લાગે જ છે. લાગે છે કે ચલો આજે ટીમ માટે કંઈક સ્પેશિયલ કરવાનો મોતો મળ્યો.”

કાર્તિકે જાડેજાને બીજો સવાલ સીઝન સાથે જોડાયેલો કર્યો. તેમણે કહ્યું કે આ સીઝન બોલર્સને મુશ્કેલી થઈ રહી છે. પરંતુ તમારી વચ્ચેની ઓવર્સમાં સારી બોલિંગ કરી છે. તેના માટે શું અલગ કર્યું. જવાબમાં જાડેજાએ કહ્યું-

“કારણ કે અહીં અમે પ્રેક્ટિસ કરી છે. તો અમને આઈડિયા છે કે લેંથ અને પેસ શું રાખવાની હોય છે. ત્યાં જ એક એડવાન્ટેજ છે. જે હવે ટીમ આવે છે તેમને સેટ થવામાં ટાઈમ લાગે છે. એક જ મેચ હોય છે. તો એજ વાત છે કે અમે હોમ એડવાન્ટેજનો સારી રીતે ફાયદો ઉઠાવીએ છીએ. જે પણ સ્પિનર્સ છે. મોઈન ભાઈ, તીક્ષણા બધાને ખબર છે કે કઈ કઈ લેન્થ નાખવાની છે. એક ટીમના રૂપમાં બધા લોકો પોતાનું કામ કરી રહ્યા છે.”

ત્યાર બાદ જાડેજાને તેમની બેટિંગ પર સવાલ કરવામાં આવ્યો. પુછવામાં આવ્યું કે આ વખતે તેમણે વધારે બેટિંગ મળી નથી રહી પરંતુ એક વખત તેમણે લોવર ઓર્ડરમાં ખૂબ રન બનાવ્યા હતા. શું હાલ તેમનું મન કરે છે કે તે પણ ઉપર જઈને બેટિંગ કરે. જવાબમાં જાડેજાએ કહ્યું

“જુઓ હું નીચે જાઉ છું તો લોકો માહી ભાઈનું નામ લઈને બુમો પાડે છે. અને જ્યારે હું આગળ જાઉછું તો પછી તે આઉટ થવાનો વેઈટ કરશે. તો જે પણ છે બરાબર ચાલી રહ્યું છે. અત્યાર સુધી ટીમ જીતી રહી છે હું ખુશ છું.”

આ પણ વાંચો :-

Asia Cup 2023 : એશિયા કપ મુશ્કેલીમાં, આ ત્રણ ટીમે રમવાનો ઈનકાર કર્યો

0

Asia Cup 2023

  • 2023 Asia Cup : 2023 એશિયા કપ પર સંકટ તોળાઈ રહ્યું છે. વાસ્તવમાં આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાવાની હતી. પરંતુ BCCIએ ટીમ ઈન્ડિયાને ત્યાં મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો.

ક્રિકેટ જગતમાં ‘મિની વર્લ્ડ કપ‘ (Mini World Cup) તરીકે ઓળખાતો એશિયા કપ આ વર્ષે રમાવાનો છે. જોકે હવે આ ટૂર્નામેન્ટ પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. વાસ્તવમાં અગાઉ ૨૦૨૩ એશિયા કપ પાકિસ્તાનમાં (Pakistan) યોજાવાનો હતો. પરંતુ BCCIએ ટીમ ઈન્ડિયાને ત્યાં મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી ટૂર્નામેન્ટ UAEમાં યોજાવાની આશા હતી. પરંતુ આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.

ક્રિકેટ વેબસાઈટ ક્રિકબઝના રિપોર્ટ અનુસાર શ્રીલંકા અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ યુએઈમાં એશિયા કપ રમવાનો ઈન્કાર કરી રહ્યા છે. બંને ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે જો એશિયા કપ UAEમાં યોજાશે તો તેમના ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં નહીં રમે.

રિપોર્ટ અનુસાર ભારતે પાકિસ્તાન જવાનો ઈન્કાર કર્યા બાદ PCB ૨૦૨૩ એશિયા કપ પાકિસ્તાન અને UAEમાં કરાવવા ઈચ્છે છે. પરંતુ સપ્ટેમ્બરની ગરમીને કારણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને શ્રીલંકા ક્રિકેટ (SLC) UAEમાં મેચો રમવા માટે સહમત ન હતા.

આવી સ્થિતિમાં હવે આ ટૂર્નામેન્ટ શ્રીલંકામાં યોજાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે જો તેઓ એશિયા કપના યજમાન ન હોય તો તેઓ આ ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લે.

શ્રીલંકા ક્રિકેટ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે UAEમાં એશિયા કપ રમવા પાછળ સપ્ટેમ્બર મહિનાની ગરમીનો ઉલ્લેખ કર્યો છે. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પછી પીસીબીએ દલીલ કરી છે કે સપ્ટેમ્બરમાં ત્યાં કેટલીક ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

છેલ્લા કેટલાક દિવસોમાં દુબઈની મુલાકાતે ગયેલા PCB વડા નજમ સેઠીએ BCB અને SLC અધિકારીઓ સાથેની તેમની બેઠકમાં જણાવ્યું હતું કે ૫૦-ઓવરનો એશિયા કપ ૨૦૧૮માં ૧૫ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન યોજાયો હતો. જેના માટે BCCI નિયુક્ત યજમાન હતું.

તેણે એમ પણ કહ્યું કે એશિયા કપ ત્યાં ૨૭ ઓગસ્ટથી ૧૧ સપ્ટેમ્બર સુધી ૨૦-૨૦ ફોર્મેટમાં યોજાયો હતો. રિપોર્ટ અનુસાર PCB પાકિસ્તાન-UAEના હાઈબ્રિડ મોડલ માટે દબાણ કરી રહ્યું છે. જેમાં નિષ્ફળ જવાથી તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

આ પણ વાંચો :-

 

Maharashtra News : 16 ધારાસભ્યો ગેરલાયક ઠરશે તો કોની ઉડી જશે ઊંઘ ?

0

Maharashtra News  

  • મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચ રાજ્યમાં રાજકીય કટોકટીથી સંબંધિત અરજીઓ પર આજે પોતાનો ચુકાદો આપશે.

મહારાષ્ટ્રની (Maharashtra) શિંદે સરકાર માટે આજે (ગુરુવાર) મહત્વનો દિવસ છે. ૨૦૨૨ની મહારાષ્ટ્રની રાજકીય કટોકટી અંગે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને એકનાથ શિંદે (Eknath Shinde) જૂથની દ્વિપક્ષીય અરજીઓ પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. બંધારણીય બેંચમાં જસ્ટિસ એમ.આર.શાહ, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પી.એસ.નરસિંહનો પણ સમાવેશ થાય છે.

બેન્ચે સંબંધિત અરજીઓ પર સુનાવણી પૂર્ણ કર્યા બાદ ૧૬ માર્ચ, ૨૦૨૩ના રોજ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આ કેસની અંતિમ સુનાવણી ૨૧ ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી અને ૯ દિવસ સુધી બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.

સુનાવણીના છેલ્લા દિવસે સર્વોચ્ચ અદાલતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે તે ઉદ્ધવ ઠાકરેની સરકારને કેવી રીતે પુનઃસ્થાપિત કરી શકે છે જ્યારે તત્કાલિન મુખ્ય પ્રધાને ગૃહમાં ફ્લોર ટેસ્ટનો સામનો કરતા પહેલા રાજીનામું આપી દીધું હતું. સુનાવણી દરમિયાન, ઠાકરે જૂથે કોર્ટને વિનંતી કરી હતી કે તેઓ તેમના ૨૦૧૬ના નિર્ણયની જેમ તેમની સરકારને બહાલ કરે. જેણે અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન નબામ તુકીની સરકારને પુનઃસ્થાપિત કરી હતી.

ઠાકરે જૂથનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી અને દેવદત્ત કામત અને એડવોકેટ અમિત આનંદ તિવારી દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે એકનાથ શિંદે જૂથનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ નીરજ કિશન કૌલ, હરીશ સાલ્વે અને મહેશ જેઠમલાણી અને વકીલ અભિકલ્પ સિંઘ દ્વારા પ્રતાપ દ્વારા કરવામાં આવ્યું હતું.

રાજ્યના ગવર્નર ઓફિસ વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર થયા હતા. નોંધપાત્ર રીતે ૧૭ ફેબ્રુઆરીએ, સર્વોચ્ચ અદાલતે મહારાષ્ટ્રના રાજકીય સંકટ સાથે સંબંધિત અરજીઓને સાત જજોની બંધારણીય બેંચને સોંપવાની વિનંતીને નકારી કાઢી હતી.

જો સુપ્રીમ કોર્ટનો નિર્ણય શિંદે સરકારની વિરુદ્ધ જશે તો તેમના માટે સંકટ ઊભું થશે. ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કિસ્સામાં વિધાનસભાનું નવું સમીકરણ નીચે મુજબ હશે. મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ બેઠકો ૨૮૮ છે. જો ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવે તો આ સંખ્યા ૨૭૨ રહી જશે. આ કિસ્સામાં, બહુમતીનો આંકડો ૧૩૭ હશે. વર્તમાન સરકારનું સંખ્યાબળ ૧૬૫ છે. ૧૬ ધારાસભ્યોના વિદાય પછી આ સંખ્યા વધીને ૧૪૯ થઈ જશે. આ પછી જો બાકીના ૨૪ ધારાસભ્યો પણ ઉદ્ધવ પાસે પાછા ફરે છે તો સરકાર લઘુમતીમાં આવી શકે છે.

આ પણ વાંચો :-

 

જો તમે ટ્રેનમાં મિડલ બર્થ બુક કરાવી હોય તો ચોક્કસ જાણી લેજો આ નિયમ

0

If you have booked a middle berth

  • Indian Railway Rules : ભારતીય રેલ્વેના નિયમો અનુસાર તમે ઇચ્છો તો પણ, અને તમે સીટ બુક કરાવી હોય તો પણ તમે ચોક્કસ સમય પહેલા અને પછી ટ્રેનની મિડલ બર્થ પર સૂઈ નહીં શકો.

દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. તેથી જ ભારતીય રેલ્વેને (Indian Railway) દેશની લાઈફલાઈન પણ કહેવામાં આવે છે. લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા રિઝર્વેશન (Reservation) કરાવે છે. ટિકિટ બુક કરતી વખતે લોકોને એ વિકલ્પ પણ આપવામાં આવે છે કે તેઓ કઈ સીટ લેવા માંગે છે.

આવી સ્થિતિમાં એવું જોવામાં આવ્યું છે કે મોટાભાગના લોકો લોઅર બર્થ અથવા અપર બર્થ લેવાનું પસંદ કરે છે. લોકો મિડલ બર્થ લેવામાં વધારે રસ દાખવતા નથી. હવે તેની પાછળ રેલવેનો એવો નિયમ છે. જેના કારણે લોકો આ સીટ લેવાનું બિલકુલ પસંદ કરતા નથી.

તમે મુસાફરી દરમિયાન જોયું જ હશે કે ટ્રેનના એક સેક્શનમાં લોઅર બર્થ, મિડલ બર્થ, અપર બર્થ, સાઈડ અપર બર્થ અને સાઈડ લોઅર બર્થ આપવામાં આવે છે. આમાં તમે ઈચ્છો તો પણ નિશ્ચિત સમય પહેલાં અને પછી મિડલ બર્થ પર સૂઈ શકતા નથી અથવા બેસી શકતા નથી. કારણ કે ભારતીય રેલ્વેના નિયમો મુજબ મિડલ બર્થનો પેસેન્જર રાત્રે 10:00 વાગ્યા પહેલા અને સવારે 6:00 વાગ્યા પછી તેની બર્થ પર સૂઈ શકતા નથી.

તે રાત્રે 10:00 વાગ્યા પછી અને સવારે 6:00 વાગ્યા સુધી જ તેમની સીટ પર સૂઈ શકે છે. આવી સ્થિતિમાં, જો મુસાફરી દરમિયાન થાકી ગયા હોવ અને સૂવા માંગતા હોવ તો પણ તેણે રાત્રે 10 વાગ્યા સુધી ટ્રેનમાં બેસી રહેવું પડે છે. બીજી તરફ જો તે રેલવેના આ નિયમનું પાલન નહીં કરે તો તેની સામે રેલવે દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.

બીજી તરફ હવે ટિકિટ ચેકિંગના નિયમની વાત કરીએ તો શું તમે જાણો છો કે તમે જેને TTE (ટ્રાવેલ ટિકિટ એક્ઝામિનર) તમારી ટિકિટ દિવસના સમયે જ ચેક કરી શકે છે. તે ટિકિટ ચેકિંગના નામે રાત્રે 10 વાગ્યા પછી તમને પરેશાન કરી શકે નહીં. TTE તમારી ટિકિટ દિવસના 6:00 થી 10:00 વાગ્યાની વચ્ચે જ ચેક કરી શકે છે. બીજી તરફ જો TTE આ નિયમનું પાલન ન કરે તો તેની સામે પણ કડક કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચો :-

અમદાવાદમાં ઉબર-રેપિડોના વાહન દેખાયા તો જપ્ત કરાશે, RTOની મંજૂરી વિના..

0

Uber-Rapido vehicles

  • Uber-Rapido Vehicle News : એપ આધારિત લાઈસન્સ ન ધરાવનાર સર્વિસ પર પ્રતિબંધ જાહેર કરાયો. RTOની મંજૂરી વગર વાહનો ચલાવતા હોવાની ફરિયાદો બાદ પ્રતિબંધની કાર્યવાહી.

અમદાવાદ હવે ઓનલાઈન એપ (Online App) આધારીત ઉબર ટેક્સી અને રેપિડોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે ઓનલાઈન એપ આધારીત ઉબર ટેક્સી અને રેપિડો (Taxi and Rapido) બાઈક પર પ્રતિબંધ જાહેર કર્યો છે. વિગતો મુજબ RTOની મંજૂરી વિના વાહનો દોડાવાતા હોવાની ફરિયાદો બાદ કાર્યવાહી કરાઇ હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં હવે RTOની મંજૂરી વિનાના ઉબર અને રેપિડોના વાહનો રોડ પર દેખાશે તો જપ્ત કરાશે. વિગતો મુજબ RTOની મંજૂરી વિના વાહનો દોડાવાતા હોવાની ફરિયાદો બાદ કાર્યવાહી કરાઇ છે. જોકે ફરિયાદો બાદ RTOની તપાસ બાદ પ્રતિબંધ મુકાયો છે. એપ આધારિત લાઈસન્સ ન ધરાવનાર સર્વિસ પર પ્રતિબંધ જાહેર કરાયો છે.

એપ આધારિત લાઈસન્સ ન ધરાવનાર સર્વિસ પર પ્રતિબંધ વચ્ચે તંત્ર દ્વારા ઉબરની 4 ટેક્સી, રેપિડોના 2 બાઈક જપ્ત કરી વાહનદીઠ રૂ.10 હજારનો દંડ ફટકારાયો છે. મહત્વનું છે કે ઉબર અને રેપિડોના વાહનોએ RTOમાં રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. આ સાથે ઓનલાઈન અરજી કરી  રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જોકે હવે આ મામલે ટ્રાફિક પોલીસે પણ પોલીસકર્મીઓને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

આ પણ વાંચો :-

દેવભૂમિ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષામાં ચૂક, મંદિરમાં ચલણી નોટો ઉડાવતા લોકો દેખાયા

0

Devbhoomi Dwarka’s

  • વારંવાર આવા ઉત્સવો સમયે અને હંમેશા મીડિયાને મનાઈ ફરમાવી દેતું તંત્ર આવા સમયે મોન જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં નોટો ઉડાળવાના વીડિયો હંમેશા વાયરલ થતાં રહે છે. ત્યારે તેની જવાબદારી કોની ?

દેવભૂમિ દ્વારકાના (Devbhumi Dwarka) દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષાને લઈ મોટી ચૂક સામે આવી છે. દ્વારકા મંદિરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે. પરંતુ એક વીડિયો વાયરલ (Viral Videos) થયો છે. જેના કારણે વિવાદ વકર્યો છે. દ્વારકાધીશ જગત મંદિરે ભગવાનની સન્મુખ ડાયરાની જેમ પુજારીઓ અને યજમાનો દ્વારા નોટો ઉડાળવાનાં વીડિયો વાયરલ થયો છે.

આ પ્રકારનાં વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં કૃષ્ણ ભકતોમાં નારાજગી વ્યાપી ગઈ છે. દ્વારકાધીશ જગત મંદિરે વીઆઈપી કલચર વધતા આમ દર્શન કરવા આવતા ભક્તો હેરાન થતાં હોય છે. સામાન્ય ભક્તો માટે મંદિરમાં મોબાઈલ પ્રતિબંધ છે. ત્યારે પોલીસ અને ગાર્ડસની હાજરીથી મંદિરની સુરક્ષાનું શું? વારંવાર આવા ઉત્સવો સમયે અને હંમેશા મીડિયાને મનાઈ ફરમાવી દેતું તંત્ર આવા સમયે મોન જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં નોટો ઉડાળવાના વીડિયો હંમેશા વાયરલ થતાં રહે છે. ત્યારે તેની જવાબદારી કોની?

શું બની હતી સમગ્ર ઘટના?

તમને જણાવી દઈએ કે દ્વારકા મંદિરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે. તેમ છતાં અંદરનો વીડિયો વાયરલ થયો છે. જે વીડિયોમાં જોઈ શકાય છે કે મંદિરમાં કેટલાક શખ્સોએ ભગવાન દ્વારકાધીશ પર ચલણી નોટ ઉડાવતા જોવા મળી રહ્યાં છે તેમજ ઘણા બધા લોકો મોબાઈલ પર વીડિયો ઉતારતા હોય તેવા પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે.

તપાસના આદેશ અપાયા :

દ્વારકાના જગત મંદિરનો વિડીયો વાયરલ બાબતે ઈન્ચાર્જ કલેક્ટર એસ.ડી.ધાનાણીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે દ્રારકાધીશ જગત મંદિરમાં લોકો નોટો ઉડાળવાનાં વિડીયો વાયરલ થયો હતો. વાયરલ વિડીયો અંગે ઈન્ચાર્જ કલેકટરે તપાસના આદેશ આપ્યાં છે. મંદિરમાં મોબાઈલ પ્રતિબંધ છતાં વિડીયો વાયરલ થતાં અનેક સવાલો ઉભા થયા છે. આવનારા દિવસોમાં ફરી ઘટના ન બને તે માટે મંદિરના વહીવટદારને કડક કાર્યવાહીના આદેશ આપ્યો છે. આ સાથે જ વહીવટી તંત્ર હરકતામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

આ છે ભારતના ન્યૂડ બીચ, જ્યાં લોકો કપડાં પહેર્યા વગર રેતીમાં પડયા રહે છે !

0

This is India’s nude beach

  • India Ke Best Nude Beach : જ્યારે લોકો સમુદ્રકાંઠે જાય છે ત્યારે તેમના માટે કઈક અલગ જ મોહોલ હોય છે. મન થાય ત્યારે લોકો ગોવા કે પછી બીજા કોઈ જગ્યાની મુલાકાતે પહોંચી જાય છે. ભારતમાં ગોવા ઉપરાંત એવા અનેક બીચ છે જેના વિશે તમે કદાચ જ જાણતા હશો.

જ્યારે લોકો સમુદ્રકાંઠે જાય છે ત્યારે તેમના માટે કઈક અલગ જ મોહોલ હોય છે. મન થાય ત્યારે લોકો ગોવા  કે પછી બીજા કોઈ જગ્યાની મુલાકાતે પહોંચી જાય છે. ભારતમાં ગોવા (Goa) ઉપરાંત એવા અનેક બીચ છે જેના વિશે તમે કદાચ જ જાણતા હશો. સમુદ્રના વિસ્તારો વિશે ખાસ વાત એ છે કે અહીં લોકો ન્યૂડ થઈને ફરે છે અને અહીં ફરતા મોટાભાગના લોકો તમને કપડાં વગર જોવા મળશે. જાણો આવા બીચો વિશે.

અગત્તી દ્વીપ સમુદ્ર તટ, લક્ષ દ્વીપ :

ટોપલેસ બીચ (Topless Beach) તરીકે તે ફેમસ છે. આ બીચ લક્ષ દ્વીપમાં છે. અહીં લોકો કપડાં વગર કિનારે પડયા રહે છે. અહીં ગયા બાદ તમને સમુદ્રનો ખુબસુરત નજારો જોવા મલસે અને પ્રકૃતિની શાંતિનો પણ અહેસાસ થશે.

ઓમ બીચ કર્ણાટક :

આ બીચ વિશે લોકો બહુ ઓછું જાણે છે. ઓમ બીચ (Om Beach) ભારતનો એક ન્યૂડ બીચ છે જ્યાં લોકો મોટી સંખ્યામાં ફરવા માટે આવે છે. અહીં પણ તમને લોકો કપડાં વગર ફરતા જોવા મળશે. આ બીચને ઓમ બીચ નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે આ બીચના કિનારે તમને બે મીઠા પાણીના ઝરણા પણ જોવા મળશે જે જોવામાં ખુબ સુંદર લાગે છે.

આ પણ વાંચો :-

આ ગરમી તો બાપા…હારુ કરજો ! આ ૦૪ દિવસ કામ વિના ના નીકળતા ઘરની બહાર

0

This heat is bapa

  • Gujarat weather Forecast : પહેલાં માવઠાએ મુસીબત ઉભી કરી અને ત્યાર બાદ હવે આગ ઝરતી ગરમી દઝાડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ ભારે છે. એમાંય આજથી ૦૪ દિવસ તો ગરમી ૪૩ થી ૪૪ ડિગ્રી ને પાર પણ થઈ શકે છે.

લોકો ગરમીથી (Heat) પોકારી રહ્યાં છે હાય તૌબા! લોકો કહે છે આ ગરમી તો બાપા હારુ કરજો. ખરેખર મોત બોલાવે એવી ગરમી પડી રહી છે. લોકો રીતસર અગન ભઠ્ઠીમાં શેકાઈ રહ્યાં હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. એમાંય હવામાન વિભાગે (Meteorological department) કરેલી આગાહી મુજબ આજથી આગામી 4 દિવસ સુધી તો ભુક્કા બોલાવી નાંખે એવી ગરમી પડવાની છે. એટલે જરૂર ન હોય તો ઘરેથી બહાર ન નીકળતા. નહીં તો માથુ તપી જશે અને ગરમી ચઢશે તો ડોક્ટર પણ ઉંચા કરી દેશે હાથ.

મહત્ત્વનું છેકે, રાજ્યના હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારે ગરમી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. સતત વધતી ગરમીને પગલે આજથી આગામી 3 દિવસ માટે અમદાવાદમાં તંત્ર દ્વારા ઓરેન્જ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અમદાવાદની સાથો-સાથ ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી 14 તારીખ સુધી 44 ડીગ્રીને પાર તાપમાન જઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં તાપમાનમાં હજુ પણ 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાથી કાળઝાળ ગરમી યથાવત રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં આજે હિટવેવની આગાહી છે. અમદાવાદમાં આજે 43થી 44 ડિગ્રી સુધી ગરમીનો પારો જઈ શકે છે. આ સિવાય રાજ્યના પાટનગરમાં પણ ઓરેજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગર મહાનગરપાલિકાએ ગરમી અંગેની ગાઈડલાઈન પણ જાહેર કરી દીધી છે. અને કામ વિના ઘરની બહાર ન નીકળવાની પણ સુચના આપી છે.

આગામી 4 દિવસ રાજ્યભરમાં આકરી ગરમી પડવાની છે તેથી સૌએ સાવધાન રહેવાની જરૂર છે. ખાસ કરીને આગામી 4 દિવસ ગરમીનો પારો 43થી 45 ડીગ્રી સુધી પહોંચી જવાની શક્યતાને જોતાં કોર્પોરેશને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મંગળવારે રાજ્યનાં 9 શહેરમાં ગરમીનો પારો 40 ડીગ્રી પાર કરી ગયો હતો.

ગઈકાલે અમદાવાદનું તપામાન 43 ડીગ્રીની આસપાસ હતું. ગાંધીનગરમાં પણ આ આંકડો આની આસપાસ જ હતો. જ્યારે રાજકોટનું 41.7 ડીગ્રી અને સુરતનું 36 ડીગ્રી મહત્તમ તાપમાન પહોંચ્યું હતું. 14મી બાદ તાપમાન ઘટીને 36 ડીગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

બેંક તમારી પાસે કેન્સલ ચેકની કેમ કરે છે માંગ ? શું આ ચેક આપવાથી થાય છે કોઈ નુકસાન ?

Why does the bank ask you for a canceled check?

  • Cancelled Cheque Rules તમારે સમય સમય પર ચેક રદ કરવાની જરૂર પડી શકે છે. નાણાકીય સંસ્થાઓ દ્વારા ગ્રાહકો પાસેથી તેની માંગણી કરવામાં આવે છે. તે આપતી વખતે આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

કોઈપણ નાણાકીય ઉત્પાદન (financial product) ખરીદતી વખતે બેંક દ્વારા અમુક સમયે અથવા ક્યારેક ને ક્યારેક કેન્સલ ચેક જરૂર માંગવામાં આવ્યો હશે અને તમે સરળતાથી ક્રોસ બેંકને (Cross Bank) ચેક આપ્યો હશે. આવી સ્થિતિમાં તમારા મનમાં આ પ્રશ્ન અવશ્ય આવ્યો હશે કે બેંકો તમારી પાસેથી રદ કરાયેલા ચેક કેમ માંગે છે. ચાલો જાણીએ ?

કેન્સલ ચેક શું છે?

જ્યારે પણ આપણે કોઈ બેંક સાથે ડિલ કરીએ છીએ તો ફાઈનેંશિયલ સર્વિસ પ્રોવાઈડર કંપની અથવા બેંક આપણી પાસે કેન્સલ ચેક માંગે છે. પછી આપણે એ ચેક પર બે લાઈન ક્રોસ કરીએ છીએ અને તેના પર કેન્સલ લખી દઈએ છીએ.

બેંક કેન્સલ ચેક કેમ માંગે છે?

બેંકો અને નાણાકીય કંપનીઓ ગ્રાહકની વિગતો ચકાસવા માટે કેન્સલ ચેકની માંગણી કરે છે. કારણ કે ચેક પર ગ્રાહકની સંપૂર્ણ માહિતી હોય છે. જેમ કે બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ, આખું નામ અને હસ્તાક્ષર. આ માહિતીથી બેંકો માટે ગ્રાહકની વિગતોની ચકાસણી કરવાનું સરળ બને છે.

શું કેન્સલ ચેક વડે પૈસા ઉપાડી શકાય?

તેના પર કેન્સલ લખેલું છે. તેથી રદ કરાયેલા ચેકની મદદથી તમારા ખાતામાંથી કોઈ રકમ ઉપાડી શકાતી નથી. જો કે તમારે ચેક પર ક્રોસ માર્ક યોગ્ય રીતે બનાવવા માટે આનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે. હંમેશા કેન્સલ ચેક માટે બ્લૂ અને બ્લેક શાહી પેનનો ઉપયોગ કરવો જોઈએ.

ચેક રદ કરતા સમયે શું ધ્યાન રાખવું :

ચેકને યોગ્ય રીતે ક્રોસ માર્ક કરવા માટે તમારે ખૂબ કાળજી રાખવી પડશે. રદ કરાયેલા ચેક માટે હંમેશા વાદળી અને કાળી શાહીની પેનનો ઉપયોગ કરો. રદ કરાયેલા ચેકથી તમારા ખાતામાંથી કોઈ રકમ ઉપાડી શકાતી નથી.

આ પણ વાંચો :-

આ આઈસ્ક્રીમ ઉનાળામાં લોકોની બની પહેલી પસંદ, પણ ભાવ સાંભળીને ચઢી જશે ઠંડી !

0

This ice cream

  • સુરતના એક આઈસ્ક્રીમ પાર્લર દ્વારા એક એવો આઈસ્ક્રીમ બનાવ્યો છે કે જેનો ભાવ ₹૧,૦૦૦ છે જી હા આ વાત કદાચ સાંભળીને તમને નવાઈ લાગશે. પરંતુ આ કોઈ સામાન્ય આઈસ્ક્રીમ નથી પરંતુ આ આઈસ્ક્રીમ ઉપર સોનાનું વરખ ચઢાવવામાં આવ્યું છે.

સુરતી લાલાઓ (Surti Lala) ખાવાના શોખીન હોય છે ખાવા માટે તેઓ કોઈપણ રકમ ચૂકવતા હોય છે ત્યારે ખાસ કરીને સુરતના એક આઈસ્ક્રીમ (Ice cream) પાર્લર દ્વારા એક એવો આઈસ્ક્રીમ બનાવ્યો છે કે જેનો ભાવ ₹૧,૦૦૦ છે જી હા આ વાત કદાચ સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ કોઈ સામાન્ય આઈસ્ક્રીમ (Ice cream) નથી પરંતુ આ આઈસ્ક્રીમ ઉપર સોનાનું વરખ ચઢાવવામાં આવ્યું છે. આઇસ્ક્રીમ એવી છે કે તમે પણ જોઈને વિચાર કરશો કે આને જોવું કે સંભાળીને રાખવું અથવા તો ખાઈ લઉં.

કોઈપણ વાર તહેવાર હોય કે પછી સીઝન હોય, સુરતીલાલાઓ ક્યારેય ખાવાનું છોડતા નથી. હાલ માં સમગ્ર રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે જેમાં સુરત પણ બાકાત નથી. ત્યારે ગરમીથી બચવા માટે લોકો આઈસ્ક્રીમનો સહારો લઈ રહ્યા છે.

ત્યારે આઇસ્ક્રીમ પ્રેમીઓ માટે સુરતમાં એક ખાસ આઈસ્ક્રીમ આજે હોટ ફેવરીટ બની ગઈ છે. આઈસ્ક્રીમ સામાન્ય આઈસ્ક્રીમ કે ફ્લેવરમાં નથી, પરંતુ આઈસ્ક્રીમ જોઈને તમારી આંખ પહોળી થઈ જશે. કારણ કે આ આઈસ્ક્રીમ ૨૪ કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે આ ખાસ પ્રકારની આઇસ્ક્રીમ ની ઉપર ૨૪ કેરેટ ગોલ્ડનો વરખ લગાડવામાં આવે છે.

એટલું જ નહીં આ આઈસ્ક્રીમ જે કોનમાં આપવામાં આવે છે તે પણ ખાસ પ્રકારનો નાના ગોલ્ડબોલ થી સજાવવામાં આવે છે.આમ તો તમે લોકોએ અનેક આઈસ્ક્રીમ જોયા હશે પરંતુ આઈસ્ક્રીમ પ્રેમીઓને ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમ પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે.

આ ખાસ આઈસ્ક્રીમની કિંમત ૧૦૦૦ રૂપિયા છે સાથે તમને ૧૮% જીએસટી પણ ભરવું પડે છે આટલું મોંઘુ આઈસ્ક્રીમ હોવા છતાં એની ડિમાન્ડ ગરમીમાં સૌથી વધારે છે લોકો આઈસ્ક્રીમ ખાવા માટે દૂર દૂરથી આવે છે. નામ સાંભળીને તમે ખબર પડી ગઈ હશે કે આની ઉપર ૨૪ કેરેટ ગોલ્ડ વરખ લગાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-