Viral Fever Symptoms : આ લક્ષણો જણાય તો સમજી લેવું નોર્મલ તાવ નહીં આ છે વાયરલ ફીવર

Share this story

Viral Fever Symptoms

  • વાયરલ તાવને ક્યારેય સામાન્ય તાવ સમજીને તેની અવગણના કરવી નહીં કારણ કે આમ કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કે વાયરલ તાવ ના લક્ષણો કયા હોય છે અને આ લક્ષણો જોવા મળે તો તુરંત શું કરવું.

તાવ (Fever) એવી સમસ્યા છે જે વાતાવરણ બદલે ત્યારે વધારે પ્રમાણમાં જોવા મળે છે. જોકે મોટા ભાગના લોકો વાયરલ ફીવર (Viral Fever) અને સામાન્ય તાવ વચ્ચે અંતર જાણતા નથી જેના કારણે ઘણી વખત ગંભીર સમસ્યાઓ થઈ જાય છે. જો તમને વાયરલ તાવ હોય તો ભૂખ ન લાગવી, થાક, શરીરમાં દુખાવો (Body aches) જેવા લક્ષણ જોવા મળે છે.

આ લક્ષણો જણાઈ તો તેને ક્યારેય સામાન્ય તાવ સમજીને તેની અવગણના કરવી નહીં કારણ કે આમ કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કે વાયરલ તાવ ના લક્ષણો કયા હોય છે અને આ લક્ષણો જોવા મળે તો તુરંત શું કરવું.

ઠંડી લાગે :

વાયરલ તાવમાં સામાન્ય રીતે ઠંડી વધારે લાગે છે. સાથે જ અચાનક શરીરમાં થાક લાગે છે.

સ્નાયુમાં દુખાવો :

વાયરલ તાવ હોય તો સ્નાયુઓમાં દુખાવો થાય છે. વાયરલ તાવમાં સ્નાયુના દુખાવાની દવા ખાવ તો પણ તે અસર કરતી નથી.

ઝડપથી થાકી જવું :

જો તમને વાયરલ તાવ હશે તો થાક ઝડપથી લાગશે. આવી સ્થિતિમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે.

વાયરલ તાવથી બચવા શું કરવું ?

વાયરલ તાવથી બચવું હોય તો વારંવાર પોતાના હાથ ધોવાનું રાખવું. ફ્લુના કોઈ પણ લક્ષણ કે શરીરમાં નબળાઈ જણાઈ તો આરામ કરો. અનિયમિત દિનચર્યા ને ટાળો અને આહાર વ્યવસ્થિત લેવાનો રાખો.

આ પણ વાંચો :-