Kalmukho Wednesday
- Kalol Accident : કલોકમાં બસની રાહ જોઈને ઉભેલા મુસાફરો પર બસ ફરી વળતા ૦૪ લોકોના મોત નીપજ્યાં છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. એવામાં આજ રોજ બુધવારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ૦૪ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. એસ.ટી બસે અડફેટે લેતા4 લોકોના મોત નીપજ્યાં છે. તો કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઈજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલમાં :
મળતી માહિતી અનુસાર કલોલમાં ભયાનક અકસ્માત સર્જાયો છે. બસની રાહ જોઈને ઊભેલા મુસાફરોને અડફેટે લેતા ૦૪ લોકોના મોત નીપજ્યા છે. ST બસ નીચે ૦૪ લોકો કચડાયા છે. ચારેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. તો અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો :-