પાક. માં ફેલાયેલ અરાજકતા માટે અભિનેત્રીએ PM મોદીને જવાબદાર ઠેરવ્યા, દિલ્હી પોલીસે આપ્યો જોરદાર જવાબ

Share this story

Crop. The actress blamed PM Modi

  • પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે અભિનેત્રી સહર શિનવારીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. શિવારીએ ટ્વિટર પર દિલ્હી પોલીસને ટેગ કરીને લખ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવવા માટે પ્રધાનમંત્રી મોદી અને  ભારતની ગુપ્તચર એજન્સી રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માંગે છે. તેણે એવી પણ આશા વ્યક્ત કરી કે ભારતની સર્વોચ્ચ કોર્ટમાંથી તેને ન્યાય મળશે.

પાકિસ્તાનમાં (Pakistan) ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે અભિનેત્રી સહર શિનવારીએ (Actress Sahar Shinwari) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પર અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. શિવારીએ ટ્વિટર પર દિલ્હી પોલીસને (Delhi Police) ટેગ કરીને લખ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવવા માટે પ્રધાનમંત્રી મોદી અને ભારતની ગુપ્તચર એજન્સી રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માંગે છે. તેણે એવી પણ આશા વ્યક્ત કરી કે ભારતની સર્વોચ્ચ કોર્ટમાંથી તેને ન્યાય મળશે.

પાકિસ્તાનની અભિનેત્રીને પોલીસે આપ્યો જવાબ :

શિવારીએ ટ્વીટ કરી કે કોઈ પણ દિલ્હી પોલીસની ઓનલાઈન લિંક જાણે છે? મારે ભારતીય પીએમ અને ભારતીય ગુપ્તચર એજન્સી રો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી છે જે મારા દેશ પાકિસ્તાનમાં અરાજકતા અને આતંકવાદ ફેલાવે છે. જો ભારતીય અદાલતો સ્વતંત્ર (જેવો તે દાવો કરે છે) છે તો મને વિશ્વાસ છે કે ભારતની સર્વોચ્ચ કોર્ટ મને ન્યાય અપાવશે.

દિલ્હી પોલીસે સહરી શિવારી પર કટાક્ષ કર્યો. દિલ્હી પોલીસે ટ્વીટ કરીને કહ્યું કે પાકિસ્તાન અમારા અધિકાર ક્ષેત્રમાં નથી. પરંતુ જાણવા ઈચ્છીશું કે જ્યારે તમારા દેશમાં ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે તો તમે ટ્વીટ કેવી રીતે કરી રહ્યા છો?

સોશિયલ મીડિયા પર દિલ્હી પોલીસના આ જવાબની ખુબ ચર્ચા થઈ રહી છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં દિલ્હી પોલીસની આ ટ્વીટને લગભગ ૩૬.૬ હજાર લોકોએ લાઈક કરી છે. જ્યારે ૮૦૦૦થી વધુ લોકોએ રિટ્વીટ કરી છે.

પાકિસ્તાનમાં હાલત ખુબ નાજુક :

અત્રે જણાવવાનું કે પાકિસ્તાનના પૂર્વ પીએમ અને પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાનની મંગળવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટ બહાર ધરપકડ થયા બાદ ભારે અફરાતફરીનો માહોલ છે. ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનના અનેક શહેરોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા. આગચંપી થઈ અને પોલીસના વાહનોને આગને હવાલે કરાયા તથા જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું.

આ પણ વાંચો :-