KKR Vs PBKS : KKRના કેપ્ટન નીતિશ રાણા મુશ્કેલીમાં ફસાયા, ચૂકવવા પડશે આટલા લાખ રૂપિયા

Share this story

KKR Vs PBKS 

  • ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 16ની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને પાંચ વિકેટથી હરાવીને પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખી છે.

સોમવારે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 16ની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે (Kolkata Knight Riders) પંજાબ કિંગ્સને (Punjab Kings) પાંચ વિકેટથી હરાવીને પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખી છે. પરંતુ આ શાનદાર જીત બાદ તરત જ કોલકત્તાના કેપ્ટન નીતિશ રાણાને (Captain Nitish Rana) મોટો ઝટકો લાગ્યો છે. નીતીશ રાણા સ્લો ઓવર રેટ માટે દોષિત ઠેરવ્યો છે અને તેના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આઈપીએલ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રિલીઝમાં આ માહિતી આપવામાં આવી છે. આ પ્રેસ રીલિઝમાં કહેવામાં આવ્યું છે કે, “કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન નીતિશ રાણાને દંડ ફટકારવામાં આવ્યો છે. નીતીશ રાણા અને તેની ટીમ સ્લો ઓવર રેટ માટે દોષિત ઠેરવવામાં આવી છે. કોલકત્તા આ સીઝનમાં પ્રથમ વખત સ્લો ઓવર રેટ બદલ દોષિત ઠેરવામાં આવી છે જેના કારણે તેના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

નોંધનીય છે કે જો નીતિશ રાણા અને કોલકત્તા આ સીઝનમાં ફરીથી સ્લો ઓવર રેટ બદલ દોષિત સાબિત થશે તો તેની મુશ્કેલીઓ વધી શકે છે. જો બીજી વખત દોષિત ઠરશે તો સમગ્ર મેચ ફી કાપવા ઉપરાંત એક મેચનો પ્રતિબંધ પણ લાગી શકે છે.

નીતિશ રાણાનું પ્રદર્શન શાનદાર રહ્યું :

જો કે પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં કેકેઆરના કેપ્ટન નીતિશ રાણાએ સારી ઇનિંગ રમી હતી. ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતરેલા રાણાએ 38 બોલમાં 51 રન બનાવ્યા હતા. રાણાની બેટિંગની મદદથી કેકેઆરએ પંજાબ કિંગ્સ સામે 180 રનનો મુશ્કેલ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

આ જીત સાથે KKRએ પ્લેઓફમાં રમવાની આશા જીવંત રાખી છે. આ સીઝનમાં 11 મેચ રમ્યા બાદ KKRના 10 પોઈન્ટ છે અને તે ટેબલમાં પાંચમા નંબર પર છે. જો કે પ્લેઓફમાં પ્રવેશ મેળવવા માટે KKRને છેલ્લી ત્રણ મેચ જીતવી પડશે.

આ પણ વાંચો :-