શું તમારા બાળકના પગ વારંવાર દુખે છે ? તો લઈ આવો આ જાદુઈ ડિવાઈસ

Share this story

Does your child’s feet often hurt?  

  • Custom Insoles : ઘણા વાલીઓને આ અંગે જાણકારી પણ હોતી નથી કે બાળકોના પગ શા માટે દુખે છે ? ફ્લેટ ફિટ બાળકોને ભવિષ્યમાં નાની ઉંમરમાં કમરનો દુખાવો અને ઘૂંટણનો આકાર બદલાઈ જવો વગેરે જેવી ફરિયાદ પણ થઈ શકે છે.

ઘણીવાર બાળકો સ્કૂલેથી આવતા અથવા તો રમતો રમીને આવ્યા બાદ ઘરે આવીને વારંવાર માતા-પિતાને ફરિયાદ કરે છે કે તેમના પગમાં દુખાવો છે. બાળકના પગનો દુખાવો (Leg pain) એ કોઈ સામાન્ય અથવા તો હળવાશમાં ન લઈ શકાય. જે બાળકના પગના તળિયા (Bottom) સમતળ હોવાના કારણે આ દુખાવો કારણભૂત છે.

100 માંથી 40 એવા બાળકો છે કે જેઓના પગ ફ્લેટ ફીટ હોવાના કારણે ચાલવા અને રમવા બાદ પગમાં દુખાવો થાય છે અને આવી સમસ્યાથી બાળકોને બચાવવા માટે હાલ વાલીઓ કસ્ટમાઈઝ ઈન્સોલ બનડાવી રહ્યા છે.

ખાસ કરીને કેટલીય વાર કેટલાક બાળકો પોતાના પગ દુખતા હોવાની ફરિયાદ માતાપિતાને કરતું હોય છે. આ દરમિયાન માતા પિતાએ આ વાત હળવાશથી ન લેવાના બદલે એક વાર પોતાના બાળકના પગના તળિયાને ચોક્કસથી ધ્યાનથી જોવાની વાલીઓને જરૂરીયાત છે. શક્ય છે કે તેમના બાળકના પગના તળિયા સામાન્ય નહીં, પરંતુ સમતળ હોય.

એક નજરમાં પગના તળિયા તમને જોવામાં ભલે સામાન્ય લાગે. પરંતુ તે તમારા બાળકના પગના દુખાવા માટે જવાબદાર હોઈ શકે છે. એક્સપર્ટ માની રહ્યા છે કે સમતળ તળિયાના કારણે બાળકો જ્યારે વધારે ચાલે અથવા તો રમે તો તેમના પગમાં દુખાવો શરૂ થઈ જાય છે અને વારંવાર તેઓ આ અંગે વાલીઓને ફરિયાદ પણ કરે છે.

ઘણા વાલીઓને આ અંગે જાણકારી પણ હોતી નથી કે બાળકોના પગ શા માટે દુખે છે ? ફ્લેટ ફિટ બાળકોને ભવિષ્યમાં નાની ઉંમરમાં કમરનો દુખાવો અને ઘૂંટણનો આકાર બદલાઈ જવો વગેરે જેવી ફરિયાદ પણ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં ઘણા વાલીઓ ઈન્સોલ બનાવી રહ્યા છે. જેના કારણે બાળકો ભવિષ્યમાં આવી સમસ્યાથી બચી શકે. બાળકોના પગની સાઈઝ પ્રમાણે ઈન્સોલ બનાવવામાં આવે છે અને તે શૂઝની અંદર મૂકવામાં આવે છે. જેથી તેને ચાલવામાં અને રમવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય અને ભવિષ્યમાં પણ તે અનેક સમસ્યાથી બચી શકે છે.

હાલ શાળાના વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યું છે કે પગના પંજા ફ્લેટ ફિટ એટલે કે સમતળ હોય છે. કેટલાકના પગમાં લો આર્ચ પણ જોવા મળે છે. જેના કારણે બાળકોને ઘણી પરેશાની થાય છે. બાળકો ઘરે આવીને ફરિયાદ કરે છે કે તેમના પગમાં પીડા થાય છે. જ્યારે આવા બાળકો વધારે ચાલે અથવા તો સ્પોર્ટ્સ એક્ટિવિટી કરે ત્યારે તેમને પગમાં દુખાવો થતો હોય છે.

આખા પગમાં અથવા તો કાલ્ફમાં દુખાવો થતો હોય છે અથવા તો રાત્રે કાલ્ફની નસો ચડી જાય છે. આ સમસ્યા બાળકોમાં વંશાનુંગત હોવાના કારણે થાય છે. માતા પિતા કે ઘરમાં કોઈ વૃધ્ધને આવી સમસ્યા થઈ હોય તો બાળકોના પગના તળિયા સપાટ જોવા મળે છે.

આવી સમસ્યા ત્યારે નિદાનમાં આવી શકે જ્યારે બાળકોના મસલ્સના હાડકાનો વિકાસ થાય છે ત્યારે એક પ્રોપર ગાઈડન્સ મળી શકે છે. જેથી ભવિષ્યમાં તેમને સમસ્યા ઓછી થાય. ભવિષ્યમાં આવા બાળકોને નાની ઉંમરમાં કમરનો દુખાવો, ઘૂંટણની સાઈઝ બદલાઈ જાય આવી અનેક સમસ્યાઓ થી બચાવી શકાય છે. ખાસ કરીને આવા ફ્લેટ ફિટ, હાઈ આર્ચ, લો આર્ચ ના બાળકોને કસ્ટમાઈઝ ઈન્સોલ બનાવવામાં આવે છે.

જે સોલ હોય છે તે બાળકોના પગના તળિયાના માપ પ્રમાણે અને જેટલો આર્ચ જરૂરી છે તે પ્રમાણે કસ્ટમાઈઝ બંને પગોના ઇનસોલ તૈયાર કરવામાં આવે છે. જે તેઓ શૂઝમાં પહેરતા હોય છે આ ઈન્સોલ દોઢથી બે વર્ષ સુધી ચાલે છે. જેના કારણે હાડકાનું અલાયમેન્ટ સારું કરી શકાય છે. સાથે મસલ્સ પણ ગ્રો થશે અને એના કારણે બાળકોની વર્ક કેપીબિલિટી સારી થઈ જાય છે.

આ પણ વાંચો :-