ગુજરાત સરકારના VIને રામરામ : સરકારી કર્મચારીઓ હવે જીયો ના સહારે

Share this story

Gujarat Government’s VI

  • રાજ્ય સરકારે પોતાના દરેક કર્મચારીઓને રિલાયન્સ જિયોની સીયુજી સર્વિસ લેવાનો પરિપત્ર બહાર પાડયો છે. સરકારે આ સાથે વોડાફોન-આઈડિયાની સીયુજી સર્વિસની સેવા સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે કર્મચારીઓને જિયો સીયુજી પ્લાન લેવા માટેનો ઓર્ડર જારી કરી દીધો છે.

રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓ (Employee) માટે એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ અત્યાર સુધી CUG નંબર માટે વોડાફોન-આઈડિયાની (Vodafone-Idea) સર્વિસનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે સરકારે એક પરિપત્ર બહાર પાડીને કહ્યું કે હવે કર્મચારીઓએ જિયોનો (Jio) નંબર વાપરવો પડશે. એટલે કે સરકારે વોડાફોન-આઈડિયાની સર્વિસ બંધ કરીને જિયોની સર્વિસ શરૂ કરી છે. હવે સરકારી કર્મચારીઓએ જિયોનો સીયુજી પ્લાન લેવો પડશે.

સરકારનો પરિપત્ર :

રાજ્ય સરકારે આ માટે એક પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્રમાં દરેક કર્મચારીઓને જિયોનું સીયુજી કનેક્શન લેવાનું કહેવામાં આવ્યું છે. એટલે કે કર્મચારીઓ મહિને 37.50 રૂપિયાના ભાડામાં જિયોનું સીયુજી કનેક્શન લઈ શકશે. જેમાં કર્મચારીઓએ ફ્રી કોલિંગ અને 3 હજાર એસએમએસનો લાભ મળશે. ફ્રી એસએમએસ બાદ દરેક એસએમએસ પર 50 પૈસાનો ચાર્જ અને આંતરરાષ્ટ્રીય એસએમએસ માટે 1.25 રૂપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારે આ માટે રિલાયન્સ જિયો સાથે કરાર કર્યો છે. પરિપત્ર અનુસાર આ સીયુજી પ્લાનમાં 25 રૂપિયાથી 4જી ડેટાની સુવિધા શરૂ થશે. સરકારી કર્મચારીઓને મહિને કુલ 30 જીબી ડેટા વાપરવા મળશે. ત્યારબાદ કર્મચારીઓને વધુ ડેટાની જરૂર હોય તો તેના એક્સ્ટ્રા પૈસા ચુકવવા પડશે. જો 60 જીબી સુધી ડેટા જોતો હોય તો 62.50 રૂપિયાનો પ્લાન એડ કરવો પડશે. જો કર્મચારીઓએ અનલિમિટેડ ડેટાનો લાભ લેવો હોય તો 125 રૂપિયાનો પ્લાન લેવો પડશે.

સરકારી કર્મચારીઓને 5જી ડેટાની સુવિધા પણ મળશે. 5જી ડેટા વાપરવા માટે કર્મચારીઓએ 62.50 રૂપિયાનો એક્સ્ટ્રા પ્લાન એડ કરાવવો પડશે. એટલે કે કર્મચારીઓને 4જીની કિંમતમાં 5જી ડેટા વાપરવા મળવાનો છે. નોંધનીય છે કે સરકારી કર્મચારીઓ અત્યાર સુધી વોડાફોન-આઈડિયાની સર્વિસ વાપરતા હતા.

આ માટે ગુજરાત સરકારે જિયો સાથે કરાર કર્યો છે. કર્મચારીઓ હવે જિયોના સિમ વાપરશે. જેમાં તેનો જૂનો નંબર પણ યથાવત રહેશે. એટલે કે સરકારી કર્મચારીઓ હવે પોતાનો નંબર જિયોમાં પોર્ટ કરાવશે. એટલે કે તેમનો નંબર યથાવત રહેશે પરંતુ કંપની બદલાઈ જશે. આ સાથે સરકારે દરેક કર્મચારીઓને વોડાફોન-આઈડિયાના જે બિલ બાકી હોય તેની તત્કાલ ચુકવણી કરવાનો આદેશ આપ્યો છે.

સરકારે બહાર પાડયું હતું ટેન્ડર :

રાજ્ય સરકારે આ માટે નવેમ્બર મહિનામાં એક ટેન્ડર બહાર પાડયું હતું. સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ઓપન ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમે બે વર્ષ માટે આ બિડ જીતી છે. આ માટે રાજ્ય સરકાર અને જિયો વચ્ચે કરાર પણ થઈ ગયો છે.

આ પણ વાંચો :-