શું તમને પણ ઈન્ટરનેશનલ નંબરોથી WhatsApp Calls આવી રહ્યા છે ? આ એક સ્કેમર્સ ટ્રેપ છે

Share this story
WhatsApp Calls
  • WhatsApp : આ દિવસોમાં ઘણા વોટસએપ યુઝર્સ ઈન્ટરનેશનલ નંબરો પરથી વોટસએપ કોલ મેળવવાની વાત કરી રહ્યા છે. આ સ્કેમર્સનો એક ટ્રેપ છે. તેનાથી બચીને રહેજો.

સ્કેમ કોલ્સ (Scam calls) અને સ્પામ મેસેજ એ વૈશ્વિક સ્તરે અને ભારતમાં વધુ એક મોટી સમસ્યા છે. આ સમસ્યાનો સામનો કરવા માટે ટેલિકોમ ઓપરેટરોએ તાજેતરમાં AI ફિલ્ટર સ્પામ (AI filter spam) રજૂ કર્યું છે જેથી વપરાશકર્તાઓને મળતા સ્પામ કોલ્સની સંખ્યા ઓછી થઈ શકે. જો કે સ્કેમર્સે હવે નવો રસ્તો શોધી કાઢ્યો છે. સ્કેમર્સ હવે લોકોને વોટસએપ (WhatsApp) પર કોલ કરી રહ્યા છે અને તે પણ આંતરરાષ્ટ્રીય નંબરોથી.

ઘણા વોટસએપ યુઝર્સે અજાણ્યા ઈન્ટરનેશનલ નંબર પરથી કોલ રીસીવ થવા વિશે જણાવ્યું છે. તેને વીડિયો અને વોઈસ બંને કોલ મળી રહ્યા છે. ઘણા વપરાશકર્તાઓએ તેના વિશે ફરિયાદ નોંધાવી છે. એક વોટસએપ યુઝરે જણાવ્યું કે તેને એક અજાણ્યા આંતરરાષ્ટ્રીય નંબર પરથી કોલ આવ્યો જેનો દેશ કોડ +7 હતો. એટલે કે આ કોલ રશિયા અને કઝાકિસ્તાનથી આવ્યો હોવો જોઈએ. આ દર્શાવે છે કે સ્કેમર્સ ભારત અને અન્ય દેશોમાં લોકોને નિશાન બનાવવા માટે WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં છે.

લોકોને તેમની જાળમાં ફસાવવા માટે સ્કેમર્સ વારંવાર SMS નો ઉપયોગ કરે છે. પરંતુ આ દિવસોમાં તેઓ મોટા પાયે WhatsAppનો ઉપયોગ કરી રહ્યા છે. આમાંના મોટાભાગના રોબોકોલ્સ છે. કેટલાક સ્કેમર્સ યુઝર સાથે HR તરીકે વાત કરે છે અને લોકોને સારા પગાર સાથે નોકરીઓ ઓફર કરે છે.

ટ્વિટર યુઝર શ્રેયાંશ જૈને સ્કેમર તરફથી મળેલા વોટસએપ મેસેજનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. સ્કેમર યુઝરને નોકરીની ઓફર કરી રહ્યો છે. સ્કેમરે યુઝરને કહ્યું કે તેને યુટ્યુબ વિડિયો પર દરેક લાઈક સાથે 50 રૂપિયા અને દરરોજ 10000 રૂપિયા સુધી કમાવવાની તક મળી શકે છે. આ ઓફર સ્પષ્ટપણે એક સ્કેમ છે. આ એક ટ્રેપ છે અને જેવી તમે તેમની લિંક પર ક્લિક કરો છો. તમારો ફોન હેક થઈ જશે.

અહેવાલ મુજબ સ્કેમર્સ હવે વધુ ડિજિટલ બની ગયા છે. તેઓ સામાન્ય SMS અને લિંક્ડઈન મેસેજ માટે WhatsApp સંદેશાઓનો ઉપયોગ કરી રહ્યાં છે. તેણે કહ્યું કે તેને અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર આવા વોટસએપ કોલ અથવા મેસેજ આવે છે.

આ પણ વાંચો :-