Video Viral
- નદીમાં ચલણી નોટોના બંડલો તરતા હોવાની વાતે જોર પકડયું છે. એટલું જ નહીં આ પ્રકારનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે આ એક અફવાહ પણ હોઈ શકે છે. હાલ આની તપાસ થઈ રહી છે.
બિહારના (Bihar) સાસારામના મુફસ્સિલ થાના ક્ષેત્રમાં નદીમાં કથિત રીતે મોટી માત્રામાં ચલણી નોટો તરતી જોવા મળી હોવાની ખબર સામે આવી. એટલું જ નહીં આ ચલણી નોટોને (Currency Notes) શોધવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હોવાનું પણ સાને આવ્યું.
આસપાસના લોકો પાણીમાં ઉતરીને નોટો શોધતા હતાં. આ વિસ્તારના લોકો અને ત્યાંથી પસાર થતા લોકો પણ નદીમાં કુદી રહ્યાં હતાં. ખાસ કરીને નદીમાં 10 અને 100ની નોટોના બંડલ પડયાં હોવાની વાત ચર્ચામાં છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મામલાને લઈને પોલીસનું કહેવું છે કે આ એક અફવાહ પણ હોઈ શકે છે. જોકે તપાસ બાદ જ સત્ય શું છે એ બહાર આવશે. હાલ આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ વિવિધ પાસાઓને સાંકળીને તપાસ કરી રહી છે.
https://twitter.com/AHindinews/status/1654883578063491072?ref_src=twsrc%5Etfw
જો કે એક વાત તો છે કે નદીમાં નોટોના બંડલો તરતા હોવાની વાત વહેતી જતા લોકોમાં ભારે કુતુહલતા જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં પણ અત્યાર સુધી લાખો લોકોએ આ ખબર અંગે ચર્ચા કરી.
આ પણ વાંચો :-