કેરળમાં બોટ ડૂબી, અત્યાર સુધીમાં 21 લોકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ

Share this story

Boat capsizes in Kerala, 21 dead so far

  • કેરળના મલપ્પુરમ જિલ્લામાં ૨૫થી વધુ લોકોને લઈને જઈ રહેલી એક બોટ પલટી જવાથી અનેક લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં ૨૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત તન્નૂરથી તુવલ તેરમ પર્યટન સ્થળ પર રવિવારે સાંજે લગભગ ૭ વાગે થયો.

કેરળના (Kerala) મલપ્પુરમ (Malappuram) જિલ્લામાં ૨૫થી વધુ લોકોને લઈને જઈ રહેલી એક બોટ પલટી જવાથી અનેક લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં ૨૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત તન્નૂરથી તુવલ તેરમ પર્યટન સ્થળ (Tuval Teram tourist spot) પર રવિવારે સાંજે લગભગ ૭ વાગે થયો. રીજ્યોનલ ફાયર રેન્જ ઓફિસર શિજુ કેકેએ  જણાવ્યું કે અત્યાર સુધીમાં ૨૧ મૃતદેહ મળી આવ્યા છે. બોટમાં કેટલા લોકો બેઠા હતા તે અંગે હજુ જાણકારી મળી શકી નથી. સંખ્યા જાણવા માટે સર્ચ ઓપરેશન સતત ચાલુ છે.

ઘટનાની જાણ થતા જ અનેક વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધુ. આ બધા વચ્ચે કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે ઘટના બાદ મધરાતે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગની ઈમરજન્સી બેઠક બોલાવી અને અધિકારીઓને ઘાયલોના સારા ઈલાજ સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યા. મંત્રીએ આ ઉપરાંત સોમવારે સવારે ૬ વાગ્યાથી મૃતદેહના પોસ્ટમોર્ટમ શરૂ કરવાના પણ કડક નિર્દેશ આપ્યા હતા.

સીએમએ જતાવ્યું દુ:ખ :

કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને મલપ્પુરમમાં બોટ પલટી જવાની ઘટનામાં લોકોના મોત પર રવિવારે શોક વ્યક્ત કર્યો અને બચાવકાર્યના પ્રભાવી સમન્વય માટે આદેશ આપ્યો. સીએમ પિનારાઈ વિજયને કહ્યું કે મલપ્પુરમમાં તાનુર નાવ દુર્ઘટનામાં લોકોના દુ:ખદ મોતથી ઊંડુ દુ:ખ થયું છે. જિલ્લા પ્રશાસનને બચાવ કાર્યને પ્રભાવી ઢબે કરવાના નિર્દેશ આપ્યા છે. જેની નિગરાણી કેબિનેટ મંત્રીઓ તરફથી થઈ રહી છે. તેમણે ટ્વીટ કરીને મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

આ પણ વાંચો :-