HomeEntertainmentસલમાનની ટાઈગર ૦૩માં શાહરુખના એક સીન પાછળ ખર્ચ થશે આટલા કરોડ રુપિયા

સલમાનની ટાઈગર ૦૩માં શાહરુખના એક સીન પાછળ ખર્ચ થશે આટલા કરોડ રુપિયા

Date:

Related stories

Video: ઉસૈન બોલ્ટનો રેકોર્ડ તૂટ્યો! માણસ કરતાં પણ ઝડપી દોડ્યો આ રોબોટ

ટેક્નોલોજી વિકસાવવાની દોડમાં ચીનનો નવો પાસો લાવી શકે છે...

આધુનિક ‘દ્વીચાલી’, પતિ અને પ્રેમી સાથે ઘર માંડવાની મહિલાની જીદ

ઉત્તર પ્રદેશના સીતાપુરથી સંબંધોને લઈને એક એવો કિસ્સો સામે...

ગુજરાતી ભાષા ક્યાંથી આવી અને કેવી રીતે બની આટલી સમૃદ્ધ? જાણો રસપ્રદ ઈતિહાસ

ગુજરાતી માત્ર વાતચીતની ભાષા નથી, પરંતુ સદીઓના ઇતિહાસ, સંસ્કૃતિ,...
Salman’s Tiger
  • Salman Khan Tiger 3 : ‘ટાઈગર 3’ સલમાન ખાનની આગામી ફિલ્મ છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન એક કેમિયો રોલ કરશે. બંને કલાકારોને મોટા પડદા પર એકસાથે જોવાએ ફેન્સ માટે ટ્રીટ હશે. કારણ કે આ સીન પાછળ પૈસા પણ પાણીની જેમ વહાવવામાં આવશે.

જ્યારે બોલીવુડ ફિલ્મમાં સલમાન ખાન (Salman Khan) અને શાહરુખ ખાનની (Shah Rukh Khan) ફિલ્મની વાત આવે ત્યારે લોકોમાં અલગ જ ક્રેઝ જોવા મળે છે. તેમાં પણ જ્યારથી દર્શકોએ સલમાન ખાનને શાહરૂખ ખાનની ફિલ્મ પઠાનમાં જોયો છે ત્યારથી દર્શકો પણ યે દિલ માંગે મોર. એવું કહી રહ્યા છે. ત્યારે શાહરુખ અને સલમાનના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ પઠાનમાં બંને કલાકારો સાથે જોવા મળ્યા હતા અને હવે ફરી એકવાર બંને કલાકારો ‘ટાઈગર 3‘માં સાથે જોવા મળવાના છે.

ટાઈગર 3‘ સલમાન ખાનની આગામી ફિલ્મ છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન એક કેમિયો રોલ કરશે. બંને કલાકારોને મોટા પડદા પર એકસાથે જોવાએ ફેન્સ માટે ટ્રીટ હશે. કારણ કે આ સીન પાછળ પૈસા પણ પાણીની જેમ વહાવવામાં આવશે. જાણવા મળતી માહિતી અનુસારા ટાઈગર 3માં પણ સલમાન અને શાહરૂખ જબરદસ્ત એક્શન સીન કરતાં જોવા મળશે. સલમાન અને શાહરૂખના આ એક એક્શન સીન પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

સલમાન અને શાહરૂખના એક એક્શન સીન માટે એક વિશાળ સેટ બનાવવામાં આવી રહ્યો છે. જેની કિંમત લગભગ 35 કરોડ છે. જેનુ શૂટિંગ 8 મેથી શરૂ થશે. ટાઈગર 3માં સલમાન ખાન, કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થશે. એટલે આ દિવાળી સલમાન અને શાહરૂખ ખાનના ચાહકો માટે ખૂબ જ ખાસ રહેવાની છે.

આ પણ વાંચો :-

 

Subscribe

Latest stories