Thursday, Jul 17, 2025

તોળાઈ રહ્યું છે વાવાઝોડાનું મોટું જોખમ ! 8મી મેના રોજ થશે આ મોટો ફેરફાર

2 Min Read

A big threat of storm is coming

  • Weather Forecast 6 May 2023 : આ વર્ષે હવામાન સતત ઉલટપુલટ જોવા મળી રહ્યું છે. આ દૌર આગળ પણ ચાલુ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. બંગાળની ખાડીમાં તોફાનની અટકળો તેજ થઈ રહી છે.

આ વર્ષે હવામાન (Weather) સતત ઉલટપુલટ જોવા મળી રહ્યું છે. આ દૌર આગળ પણ ચાલુ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. બંગાળની ખાડીમાં તોફાનની અટકળો તેજ થઈ રહી છે. આગામી સપ્તાહ દરમિયાન ગમે ત્યારે પ્રી મોનસૂન (Pre Monsoon) સીઝનનું પહેલું ચક્રવાત આવી શકે છે. જો કે તેના સંભવિત ટ્રેક અને તીવ્રતા પર હાલ કોઈ પણ ટિપ્પણી કરવી ઉતાવળ રહેશે.

હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ 5મી મેના રોજ દક્ષિણ આંદમાન સાગર ઉપર એક વ્યાપક ચક્રવાત પવનોનું ક્ષેત્ર બનેલું છે. તેના 6-7 મેના રોજ ઓછા દબાણવાળા ક્ષેત્રના રૂપમાં સમુદ્રમાં આગળ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પૂર્વી રાજ્યો પર તોફાનનો ઓછાયો :

હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આગામી દિવસે એટલે કે 8મી મેના રોજ રાતે ચક્રવાતી તોફાન પોતાનું રૌદ્ર સ્વરૂપ  ધારણ કરી શકે છે. આ તોફાન કઈ દિશામાં આગળ વધશે અને તેની સ્પીડ કેવી રહેશે તે અંગે કશું સ્પષ્ટ નથી.

એવું માનવામાં આવી રહ્યું છે કે આવતી કાલે એટલે કે 7મી મે સુધીમાં સ્થિતિ કઈક સ્પષ્ટ થઈ શકશે. ત્યારબાદ જ તોફાનને પહોંચી વળવા અંગે અલર્ટ જાહેર કરાશે. તેના પગલે દેશના પૂર્વી રાજ્યો પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગણા, અને પશ્ચિમ બંગાળમાં જોરદાર વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો :-

 

Share This Article