Vi users rejoice
- Vodafone-Idea ભારતમાં ચાલી રહેલી 5G ની રેસમાં જિયો અને એરટેલથી પાછળ ચાલી રહી છે. કંપનીએ પોતાની 4જી સર્વિસને મજબૂત કરવા માટે નવી યોજનાઓનું ઉદ્ધાટન કર્યું છે. જેથી કરીને હાલ 4જી યૂઝર જિયો અને એરટેલ પ્રત્યે સ્થિર રહી શકે.
Vodafone-Idea ભારતમાં ચાલી રહેલી 5G ની રેસમાં જિયો અને એરટેલથી પાછળ ચાલી રહી છે. કંપનીએ પોતાની 4જી સર્વિસને મજબૂત કરવા માટે નવી યોજનાઓનું ઉદ્ધાટન કર્યું છે. જેથી કરીને હાલ 4જી યૂઝર જિયો અને એરટેલ પ્રત્યે સ્થિર રહી શકે. આ સાથે જ VI એ નવી મિસ્ડ કોલ અલર્ટ યોજના પણ શરૂ કરી છે જેથી કરીને કોઈ પણ કોલ છૂટવાની શક્યતા નહીં રહે.
Vi missed call alert plan Rs 45 :
VI એ ફક્ત 45 રૂપિયામાં એક મિસ્ડ કોલ અલર્ટ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 180 દિવસ એટલે કે લગભગ 6 મહિના સુધીની છે. આ પ્લાનમાં કોલિંગ અને ડેટા સુવિધા હોતી નથી. કારણ કે આ ફક્ત મિસ્ડ કોલ અલર્ટ પર આધારિત પ્લાન છે. તેનો અર્થ છે કે જ્યારે તમે આ પ્લાનથી રિચાર્જ કરાવો છો ત્યાર તમારે રેગ્યુલર પ્લાનને પણ રિચાર્જ કરવાની જરૂરિયાત રહેશે.
આ પ્લાન એવા યૂઝર્સ માટે છે જે ઈચ્છે છે કે જ્યારે તેમનો ફોન નેટવર્ક કવરેજ બહાર હોય કે પછી કોઈ કારણસર સ્વિચ ઓફ થઈ જાય તો તેમને મિસ્ડ કોલની સૂચના મેસેજના માધ્યમથી મળતી રહે.
કેટલીક કંપનીઓ પોતાના સિલેક્ટેડ પ્લાનમાં મિસ્ડ કોલ અલર્ટ ફીચરને એડ ઓન કરે છે. જેનો અર્થ થાય છે કે તમારે આ માટે અલગથી રિચાર્જ કરાવવાની જરૂર રહેતી નથી. જો કે તેટલાક પ્લાનમાં મિસ્ડ કોલ અલર્ટની સુવિધા સામેલ હોતી નથી. આવા પ્લાનમાં તમારા મિસ્ડ કોલ અલર્ટ ફીચરવાળા પ્લાનને રિચાર્જ કરાવવાનું રહેશે.
આ પણ વાંચો :-