Not Sandeep Sharma
- રાજસ્થાન રોયલ્સ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે છેલ્લા બોલે મેચ હારી ગયું. જેમાં સંદીપ શર્માએ છેલ્લા બોલ પર વિકેટ લીધી હતી. પરંતુ તે નો-બોલ હતો. જો કે આ હારનું એક મોટું કારણ કેપ્ટન સંજુ સેમસન પણ છે.
રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) જે રીતે સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સામે છેલ્લા બોલે મેચ હારી ગયું હતું એ કારણ આ મેચ આવનારા સમયમાં દરેકના મનમાં રહેશે. એ મેચની વાત કરીએ તો બધાને યાદ હશે કે સંદીપ શર્માએ (Sandeep Sharma) છેલ્લા બોલ પર વિકેટ લીધી હતી.
પરંતુ તે નો-બોલ હતો અને ત્યારબાદ ફ્રી-હિટ સિક્સર ફટકારી અને રાજસ્થાનના હાથમાંથી જીત છીનવાઇ ગઈ હતી. આ બધા વચ્ચે આ હારનું એક મોટું કારણ કેપ્ટન સંજુ સેમસન (Captain Sanju Samson) પણ છે જેને એક નહીં પરંતુ બે વખત આવી ભૂલો કરી હતી જેની ભરપાઈ ટીમે કરવી પડી હતી.
એ વાત તો નોંધનીય છે કે સંજુ સેમસનની કપ્તાની હેઠળ રાજસ્થાને IPL 2023ની મજબૂત શરૂઆત કરી હતી પણ હવે ધીરે ધીરે પકડ ગુમાવતાં જાય છે અને તેમાં સેમસનની પણ મોટી ભૂમિકા છે. આ સિઝનમાં પહેલેથી જ કેટલીક મેચોમાં તેણે આવી ભૂલો કરી હતી.
This is the best league in the world and you can't change our minds 🔥
Congrats Samad, hard luck, Sandeep!#RRvSRH #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/phHD2NjyYI
— JioCinema (@JioCinema) May 7, 2023
જેણે મેચનો નિર્ણય બદલી નાખ્યો હતો. જણાવી દઈએ કે 7મી મે રવિવારે જયપુરમાં હૈદરાબાદ સામે પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું.
સંજુ સેમસનની બે ભૂલો :
સેમસને બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 66 રનની ઝડપી ઈનિંગ રમી પરંતુ વિકેટકીપિંગમાં એ દિવસ તેના માટે સારો નહતો. તેણે બે વખત વિકેટ લેવાની તક ગુમાવી જેના કારણે ટીમને મોટું નુકસાન થયું. પહેલી તક 12મી ઓવરમાં મળી હતી.
આ ઓવરના પહેલા બોલ પર જ અભિષેક શર્માને રનઆઉટ થવાની તક મળી હતી. પણ સંજુએ ઉતાવળમાં બોલને પકડતા પહેલા જ સ્ટમ્પ પાડી દીધી હતી.એ બાદ વધુ 15 રન કરીને અભિષેક 55 રન બનાવીને આઉટ થયો હતો.
આ પણ વાંચો :-
- નકલી હળદર અને પનીર બાદ હવે નકલી મરચું બનાવતું ગોડાઉન ઝડપાયું
- ગીતા રબારીએ ડાયરામાં એવી રમઝટ બોલાવી કે, રૂપિયાનો ઢગલો થઈ ગયો