A BJP leader was shot dead
- વાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખની સરેઆમ હત્યા, 2 બાઈક પર આવેલ અજાણ્યા શખ્સોએ કર્યો ગોળીબાર
ગુજરાતમાં ભાજપના (Gujarat BJP) એક નેતાની ગોળી મારીને હત્યા કરવામા આવી છે. વાપીમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ પર ફાયરિંગ કરાયુ હતું. વહેલી સવારે બનેલી ફાયરિંગની ઘટનામાં શૈલેષ પટેલનું (Shailesh Patel) મોત નિપજ્યું છે. શૈલેષ પટેલ પરિવાર સાથે દર્શન કરવા ગયા હતા ત્યારે બે બાઈક પર આવેલા શખ્સોએ ફાયરિંગ કર્યુ હતું. જૂની અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા છે. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાપીના રાતા ગામે આ ઘટના બની હતી. શૈલેશ પટેલ વાપીમાં ભાજપના તાલુકા ઉપપ્રમુખ છે. પોતાના પરિવાર સાથે વહેલી સવારે મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યારે પત્ની દર્શન કરતી હતી અને તેઓ નીચે રાહ જોતા હતા. તે દરમિયાન બાઈક પર આવેલા ચાર શખ્સોએ ઉપ પ્રમુખ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અજાણ્યા શખ્સોએ તેમના પર ઘડાધડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરીને બાઇક પર આવેલા શખ્સો ફરાર થઈ ગયા હતા. જેથી તેઓને ત્રણ ગોળી વાગતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
પોલીસ દ્વારા મૃતક શૈલેષ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા માટે તમામ જગ્યાએ નાકાબંધી કરી દીધી છે. જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા છે.
આ પણ વાંચો :-